Kanpur Encounter: વિકાસ દુબેની શોધમાં લાગી પોલીસની 100થી વધુ ટીમ, 110 કલાકથી છે ફરાર

કાનપુર એન્કાઉન્ટર (Kanpur Encounter)ના આરોપી વિકાસ દુબે (Vikas Dube)ની ધરપકડ માટે ઝી ન્યૂઝએ મોટું અભિયાન શરૂ કર્યું છે. આરોપી વિકાસ દુબે 110 કલાકછી ફરાર છે અને હજી સુધી ઉત્તર પ્રદેશ પોલીસ (UP Police) તેની ધરપકડ કરી શકી નથી. અમે ઇચ્છીએ છે કે કાનપુરમાં 8 પોલીસ જવાનની શહીદીનો બદલો જલદીથી જલદી લેવામાં આવે.
Kanpur Encounter: વિકાસ દુબેની શોધમાં લાગી પોલીસની 100થી વધુ ટીમ, 110 કલાકથી છે ફરાર

નવી દિલ્હી: કાનપુર એન્કાઉન્ટર (Kanpur Encounter)ના આરોપી વિકાસ દુબે (Vikas Dube)ની ધરપકડ માટે ઝી ન્યૂઝએ મોટું અભિયાન શરૂ કર્યું છે. આરોપી વિકાસ દુબે 110 કલાકછી ફરાર છે અને હજી સુધી ઉત્તર પ્રદેશ પોલીસ (UP Police) તેની ધરપકડ કરી શકી નથી. અમે ઇચ્છીએ છે કે કાનપુરમાં 8 પોલીસ જવાનની શહીદીનો બદલો જલદીથી જલદી લેવામાં આવે.

આરોપી વિકાસ દુબે 110 કલાકથી ફરાર છે. સર્ચ ઓપરેશનમાં પોલીસની 100થી વધુ ટીમ લાગી છે. 200થી વધારે પોલીસ કર્મચારીઓ પર વિકાસ સાથે સંબંધની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. વિકાસ દુબેના નજીકના જય વાજપેયી સાથે STF પૂછપરછ કરી રહી છે.

માનવામાં આવી રહ્યું છે કે, જય વાજપેયીના ઘણા પોલિસ અધિકારીઓ સાથે નજીકના સંબંધ છે. વિકાસ દુબેના ગામમાં તપાસ ચાલી રહી છે. પોલીસે તપાસ  દરમિયાન 3 દેશી બોમ્બ જપ્ત કર્યા છે. તમને જણાવી દઇએ કે, કાનપુર પોલીસ હત્યાકાંડમાં અત્યાર સુધીમાં 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે મુખ્ય આરોપી વિકાસ દુબે હજુ સુધી ફરાર છે.

વિકાસને પકડવા માટે ઉત્તર પ્રદેશ પોલીસે નેશનલ હાઇ-વે પર તેના પોસ્ટર લગાવ્યા છે. લખનઉફની IG લક્ષ્મી સિંહએ આ મામલે તપાસ શરૂ કરી છે. તો બીજી તરફ પીડીત પરિવારે  સરકારની તપાસ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news