Karantaka Election 2023: કર્ણાટકમાં હાલ વિધાનસભા ચૂંટણી માટે મતદાન ચાલુ છે. આજે સાંજે રાજ્યની 224 બેઠકો પર ભાગ્ય અજમાવનારા ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ થશે. ત્યારબાદ 13મી મેના રોજ પરિણામની જાહેરાત કરવામાં આવશે. કર્ણાટકમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને તે આ ચૂંટણીમાં જીતને દોહરાવવાના હેતુથી ઉતરી છે. લોકસભા ચૂંટણી પહેલા થઈ રહેલી આ વિધાનસભા ચૂંટણીની અસર લાંબા ગાળાની રીતે જોવામાં આવી રહી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે તેનો પ્રભાવ આગામી લોકસભા ચૂંટણી ઉપર પણ પડશે. આ જ કારણ છે કે સોનિયા ગાંધીથી લઈને નરેન્દ્ર મોદી સુધી, તમામ પાર્ટીઓના દિગ્ગજ નેતાઓએ પ્રદેશમાં તાબડતોડ રેલીઓ અને સભાઓ યોજી. કર્ણાટક ચૂંટણીમાં અનેક મુદ્દાઓ ચર્ચામાં રહ્યા. જેમાં લિંગાયત વોટબેંક, વોક્કાલિગા વોટબેંક, એન્ટી ઈન્કબન્સી ફેક્ટર સહિત અનેક મુદ્દા સામેલ છે. એવા પ્રમુખ મુદ્દાઓ વિશે જાણીએ જેના પર આ વખતની ચૂંટણી ટકેલી હોવાનું કહેવાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લિંગાયત ફેક્ટર
કર્ણાટક ચૂંટણીમાં લિંગાયત કિંગ મેકરની ભૂમિકામાં છે. રાજ્યમાં તેમની સંખ્યા 18 ટકા જેટલી છે. તે લગભગ સીધી 50 ટિકિટ પર અસર કરે છે. આ કારણ છે કે લિંગાયત સમુદાયના મતદારોને સાંધવા માટે ભાજપ, કોંગ્રેસ અને જેડીએસ ત્રણેય પાર્ટીઓએ પૂરજોર કોશિશ કરી છે. ભારતીય જનતા પાર્ટી માટે સારી વાત એ છે કે આ સમુદાયના મત પહેલા પણ તેમને મળતા હતા અને આ વખેત પણ આ સમુદાયના બે મોટા નેતાઓ તેમની પાસે છે. એ છે મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈ અને બીજા પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા. આવામાં ભાજપને જો આ વખતે પણ આ સમુદાય પોતાનું સમર્થન આપે તો એકવાર ફરીથી રાજ્યમાં ભાજપની સરકાર બની શકે છે. 


વોક્કાલિગા ફેક્ટર
કર્ણાટકમાં વોક્કાલિગા સમુદાયના લોકોની સંખ્યા 16 ટકા છે. ચૂંટણી સંગ્રામમાં લાંબા સમયથી લિંગાયત અને વોક્કાલિગા બંને સમુદાય નિર્ણાયક ભૂમિકામાં રહ્યા છે. આવામાં માનવામાં આવી રહ્યું છે કે ભાજપને આ સમુદાયનું સમર્થન નથી. જ્યારે કોંગ્રેસ પાસે ડી કે શિવકુમારના રૂપમાં વોક્કાલિગા સમુદાયનો મોટો ચહેરો છે. આ સિવાય પણ એવા અનેક નેતા છે જેમની વોક્કાલિગા સમુદાય પર સારી પકડ છે. પરંતુ ભાજપ જો આ સમુદાયના મત લેવામાં સફલ થાય તો તેમના માટે આ ચૂંટણીમાં સોને પર સુહાગા જેવી સ્થિતિ રહેશે. 


એન્ટી ઈન્કંબન્સી
એન્ટી ઈન્કંબન્સીનો ફાયદો ઉઠાવવા માટે કોંગ્રેસે એક ખાસ પ્રકારની રણનીતિનો ઉપયોગ કર્યો. આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસના ચૂંટણી પોસ્ટરોમાંથી હાઈકમાનના ચહેરા ગાયબ રહ્યા. પાર્ટીના પોસ્ટરમાં ફક્ત સ્થાનિક નેતાઓને જગ્યા આપવામાં આવી. આ સિવાય ચૂંટણી જનસભાઓ અને રેલીઓમાં પણ કોંગ્રેસે સ્થાનિક મુદ્દાઓ પર વાત કરી. જ્યારે ભારતીય જનતા પાર્ટીએ આ ચૂંટણીમાં છેલ્લે બજરંગબલી અને બજરંગ દળના મુદ્દાને કેન્દ્ર બનાવ્યું. પીએમ મોદીએ પણ આ મુદ્દા પર ખુલીને વાત કરી. જય બજરંગબલીના નારા  પણ લગાવ્યા. 


કર્ણાટકમાં 224 બેઠકો માટે થઈ રહ્યું છે મતદાન, આ 10 બેઠકો પર બધાની નજર


કર્ણાટકમાં મતદાન પહેલા જ સચિન પાયલોટે કર્યો મોટો ધડાકો, 'ગેહલોતના નેતા સોનિયા નહીં..


કર્ણાટકમાં પક્ષો કેવી રીતે રમી રહ્યા છે જાતિવાદી ખેલ, જ્ઞાતિના રાજકારણનું ગણિત સમજો


બજરંગદળ પર પ્રતિબંધ
ભારતીય જનતા પાર્ટીને ચૂંટણી પ્રચારના અંતિમ દિવસોમાં કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાંથી મોટો મુદ્દો મળ્યો. હકીકતમાં કોંગ્રેસે બજરંગ દળ પર પ્રતિબંધની વાતને પોતાના ચૂંટણી ઢંઢેરામાં સામેલ કર્યો હતો કે સરકાર બનતા જ તેના પર પ્રતિબંધ લાગી જશે. જેના પર ભાજપે તેને બજરંગબલીના અપમાન સાથે જોડી દીધો અને સમગ્ર ચૂંટણી કેમ્પેઈન આ મુદ્દા પર કેન્દ્રિત થઈ ગયો. કોંગ્રેસે મજબૂર થઈને આ મુદ્દે વાત કરવી પડી અને તેમના નેતા સમયાંતરે સ્પષ્ટતા કરતા જોવા મળ્યા. કઈ પણ હોય ભાજપે આ મુદ્દે  કોંગ્રેસને ધરાશાયી કરી દીધી. જો કે આ મુદ્દો ભાજપ લોકો સુધી કેટલો પહોંચાડી શક્યો તે તો 13મી મેના રોજ પરિણામ આવશે ત્યારે જ ખબર પડશે. 


જેડીએસની ભૂમિકા
કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં જનતા દળ સેક્યુલર કિંગ મેકરની ભૂમિકામાં જોવા મળી શકે છે. દેવગૌડાની પાર્ટી જેડીએસને ચૂંટણીમાં ટ્રમ્પ કાર્ડ માનવામાં આવી રહી છે. ચૂંટણી પરિણામ ત્રિશંકુ વિધાનસભાની ઝલક પણ દેખાડી શકે છે. આવામાં સરકાર કોની હશે તે જેડીએસના પ્રદર્શન પર ઘણું બધુ નિર્ભર કરશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube