બેંગ્લુરૂ : કર્ણાટકમાં ફરીથી રાજકીય સંકટ પેદા થયું છે. ગત્ત એક અઠવાડીયાથી સમાચારો આવી રહ્યા છે કે, ભાજપનાં 20 ધારાસભ્યો બળવો કરે તેવી શક્યતા છે. નારાજ ધારાસભ્યોનાં સમુહે રમેશ કટ્ટીનાં ઘરે બેઠક કરી, એવી ચર્ચા કર્ણાટકનાં રાજકીય વર્તુળોમાં ચાલી રહી છે. આ જ સવાલ જ્યારે આજે ડેપ્યુટી સીએમ ડૉ.સીએન અશ્વથ નારાયણને પુછવામાં આવ્યો તો તેમનું કહેવું હતું કે, કોઇ પણ યેદિયુરપ્પા સરકારને અસ્થિર કરવામાં સફળ નહી થાય અને તેઓ પોતાનો બાકી રહેલો 3 વર્ષનો કાર્યકાળ પુર્ણ કરશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કાલથી શરૂ થશે 200 વિશેષ ટ્રેન, RAC અને વેટિંગ લિસ્ટ માટે બનાવાયા છે ખાસ નિયમ


નારાયણે મૈસુરમાં પત્રકારોને જણાવ્યું કે, કોઇ પણ સરકારને અસ્થિર કરી શકશે નહી. તે સ્થિર છે. અમે અમારો બાકી રહેલો ત્રણ વર્ષનો કાર્યકાળ પુર્ણ કરીશું અને આગળ પણ અમારી પાર્ટી ચૂંટાઇને આવશે. ડેપ્યુટી સીએમએ કહ્યું કે, ભાજપમાં વિદ્રોહ અને પાર્ટી વિરોધી ગતિવિદિઓ માટે કોઇ જ સ્થાન નથી. કેટલાક લોકોને આશા હશે પરંતુ જ્યાં સુધી પાર્ટીનો સવાલ છે અહીં આવી વસ્તુઓને કોઇ જ ગુંઝાઇશ નથી.


મહારાષ્ટ્ર સરકારે 30 જૂન સુધી વધાર્યું Lockdown, 3 જૂનથી મળશે સશર્ત છુટછાટ

સુત્રો અનુસાર રમેશ કટ્ટી રાજ્યસભા ચૂંટણીમાં જીતવા ઇચ્છે છે. બેઠકમાં રહેલા કેટલાક ધારાસભ્યો કથિત રીતે મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાના કામકાજથી નાખુશ છે. બેઠકમાં હાજર રહેનારા ધારાસભ્યોમાં વિજયપુરાનાં એમએલએ બીપી યતનાલે મુખ્યમંત્રી સમક્ષ પ્રતિવેદન છતા કામ નહી થતું હોવાની ફરિયાદ કરીને નિરાશા વ્યક્ત કરી હતી. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube