કર્ણાટક LIVE: સ્પીકરે કહ્યું, મને મજબુર ન કરશો, પરિણામ વિનાશકારી આવશે
કર્ણાટક વિધાનસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ અંગે ચર્ચા ચાલી રહી છે. ચર્ચા દરમિયાનકોંગ્રેસ ધારાસભ્ય એચ.કે પાટિલે કહ્યું કે, સુપ્રીમ કોર્ટને કાલે નિર્ણય લેવાનો છે. એટલા માટે વિશ્વાસમત પર કાલે ચર્ચા કરવી યોગ્ય રહેશે. કોંગ્રેસ ધારાસભ્યોની આ વાત અંગે સ્પીકર રમેશ કુમાર ભડકી ઉઠ્યા હતા. તેમણે કડક અંદાજમાં કહ્યું કે, મને પુછ્યા વગર નિર્ણય લેવા માટે મજબુર ન કરશો નહી તો પરિણામ વિનાશકારક રહેશે.
બેંગ્લુરૂ : કર્ણાટક વિધાનસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ અંગે ચર્ચા ચાલી રહી છે. ચર્ચા દરમિયાનકોંગ્રેસ ધારાસભ્ય એચ.કે પાટિલે કહ્યું કે, સુપ્રીમ કોર્ટને કાલે નિર્ણય લેવાનો છે. એટલા માટે વિશ્વાસમત પર કાલે ચર્ચા કરવી યોગ્ય રહેશે. કોંગ્રેસ ધારાસભ્યોની આ વાત અંગે સ્પીકર રમેશ કુમાર ભડકી ઉઠ્યા હતા. તેમણે કડક અંદાજમાં કહ્યું કે, મને પુછ્યા વગર નિર્ણય લેવા માટે મજબુર ન કરશો નહી તો પરિણામ વિનાશકારક રહેશે.
ચંદ્રયાન-2: જાણો સોનાના પડમાં શા માટે લપેટવામાં આવે છે સેટેલાઈટ ?
વિધાનસભાની કાર્યવાહી ફરીથી ચાલુ થઇ ચુકી છે. કોંગ્રેસ-જેડીએસ ધારાસભ્યોએ વિધાનસભામાં હોબાળો કર્યો અને સંવિધાન બચાવોનાં નારા લગાવ્યા હતા. સ્પીકરે ધારાસભ્યોની આ હરકત માટે ઝાટકણી કાઢી હતી અને કહ્યું કે, અહીં રાત્રે 12 વાગ્યા સુધી બેસવા માટે તૈયાર છું. તમે આવુ શા માટે કરી રહ્યા છો ? આ યોગ્ય નથી.
તમિલનાડુ: લૉટરી કિંગ વિરુદ્ધ EDની મોટી કાર્યવાહી, 61 ફ્લેટ 88 પ્લોટ જપ્ત
ચંદ્રયાન-2 લોન્ચિંગ : સાત દિવસથી ઘરે ગઈ ન હતી ઈસરોની ટીમ
આ અગાઉ કર્ણાટક વિધાનસભાના અધ્યક્ષ કેઆર રમેશ કુમારે મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીને તેમની ચેમ્બરમાં મુલાકાત કરી. કુમારસ્વામી ઉપરાંત કર્ણાટકનાં ડેપ્યુટી સીએમ જી.પરમેશ્વર, જેડીએસ ધારાસભ્ય સા.રા મહેશ, કૃષ્ણા ગૌડા અને સિદ્ધારમૈયા પણ આ બેઠકમાં હાજર રહેસે. આ અગાઉ સ્પીકરે ભાજપ નેતાઓ સાથે બેઠક યોજી હતી. બીજી તરફ વિશ્વાસમત પ્રસ્તાવ અંગે પણ ચર્ચા પુર્ણ થયા બાદ મતદાન પર સસ્પેંસ યથાવત્ત છે. જો કે સ્પીકર આજે જ મતદાન કરાવવાના પ્રયાસો કરી રહ્યું છે.
ચંદ્રયાન-2: હોલિવૂડ ફિલ્મ અવેન્જર્સ કરતાં પણ ઘણા ઓછા બજેટમાં પૂર્ણ થયું સમગ્ર મિશન...!
અગાઉ મુખ્યમંત્રી કુમારસ્વામી દ્વારા બુધવાર સુધીનો સમય માંગવામાં આવવા અંગે વિધાનસભા અધ્યક્ષ કુમારે નકારી દીધો. સ્પીકરે કહ્યું કે, જેવું શુક્રવારે નિર્ણય થયો હતો હું આજે વિશ્વાસમતદાન માટે કરીશ. આ અગાઉ બળવાખોર ધારાસભ્યોને ઝીરો ટ્રાફીકની વ્યવસ્થા અપાઇ હોવાનો પણ દાવો કરાયો હતો. જે મુદ્દે વિવાદ પેદા થયો હતો.