કર્ણાટક પેટાચૂંટણીઃ 15 સીટ પર 5 ડિસેમ્બરે યોજાશે મતદાન, 9ના રોજ પરિણામ
રાજ્યની ખાલી પડેલી 15 બેઠકો પર ઉમેદવારો 18 નવેમ્બર સુધી પોતાનું નામાંકન દાખલ કરી શકે છે. રાજ્યમાં 5 ડિસેમ્બરના રોજ મતદાન યોજાશે અને 9 ડિસેમ્બરના રોજ પરિણામ જાહેર કરાશે.
બેંગલુરુઃ સુપ્રીમ કોર્ટ(Supreme Court) દ્વારા બુધવારે કર્ણાટકના(Karnataka) બળવાખોર ધારાસભ્યોને (Rebel MLA)ચૂંટણી લડવાની મંજુરી આપી દેવાયા પછી ભારતીય ચૂંટણી પંચે જણાવ્યું કે, રાજ્યમાં અગાઉ થયેલી જાહેરાત અનુસાર જ પેટા ચૂંટણી(By Election) યોજાશે. રાજ્યની ખાલી પડેલી 15 બેઠકો પર ઉમેદવારો 18 નવેમ્બર સુધી પોતાનું નામાંકન દાખલ કરી શકે છે. રાજ્યમાં 5 ડિસેમ્બરના રોજ મતદાન યોજાશે અને 9 ડિસેમ્બરના રોજ પરિણામ જાહેર કરાશે.
કોંગ્રેસના 17 ધારાસભ્યો દ્વારા રાજીનામું આપી દેવાયા પછી રાજ્યમાં પેટાચૂંટણી યોજવાની સ્થિતિ ઉભી થઈ હતી. વર્તમાન યેદીયુરપ્પા સરકારની આગામી પેટા ચૂંટણીમાં આકરી પરીક્ષા થશે, કેમ કે તેણે સરકાર બચાવવા માટે ઓછામાં ઓછી 9 સીટ તો જીતવી જ પડશે.
કર્ણાટક: JDS-કોંગ્રેસના 17 અયોગ્ય ધારાસભ્યોને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, લડી શકશે પેટાચૂંટણી
કર્ણાટક વિધાનસભામાં અત્યારે 207માંથી ભાજપ પાસે 104 ધારાસભ્ય છે. ભાજપના નેતૃત્વવાળી સરકારને વર્તમાન આંકડો તો મુશ્કેલીમાં મુકે એવો નથી, પરંતુ પેટા ચૂંટણી પુરી થઈ ગયા પછી વિધાનસભામાં ચૂંટાયેલા ધારાસભ્યોની સંખ્યા 222 થઈ જશે. જેના કારણે સત્તાધારી પાર્ટી લઘુમતિમાં આવી જશે. આ સ્થિતિમાં ભાજપે તેને ટેકો આપનારા ધારાસભ્યોનો આંકડો 113 પર લઈ જવો પડશે.
વર્તમાનમાં કોંગ્રેસ પાસે 65 ધારાસભ્યો છે, જેડીએસના 34 ધારાસભ્યો છે અને તેઓ કુલ મળીને 99 ધારાસભ્યો સાથેનો વિરોધ પક્ષ છે. જો ભાજપને સત્તામાંથી બહાર રાખવું હોય તો આ બંને પાર્ટીએ ભેગા મળીને તમામ 15 બેઠકો જીતવી પડશે.
સુપ્રીમની બંધારણીય બેન્ચનો નિર્ણયઃ ચીફ જસ્ટિસની ઓફિસ હવે માહિતી અધિકાર(RTI)ના કાયદા હેઠળ
અગાઉ બુધવારે સુપ્રીમ કોર્ટે કર્ણાટકના સ્પીકર કે.આર. રમેશ કુમાર દ્વારા 17 બળવાખોર ધારાસભ્યોને વિધાનસભામાં ગેરલાયક ઠેરવવાના આદેશને તો માન્ય રાખ્યો હતો, પરંતુ સુપ્રીમે જણાવ્યું કે, ગેરલાયક ઠેરવાયેલા આ ધારાસભ્યોને પેટાચૂંટણી લડતા રોકવાની સ્પીકર પાસે સત્તા નથી. આથી સ્પીકરે પેટા ચૂંટણી લડવાના સ્પીકરના આદેશને રદ્દ કરીને તમામ બળવાખોર ધારાસભ્યોને પેટા ચૂંટણી લડવાની મંજુરી આપી હતી.
જુઓ LIVE TV...
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube