Karnataka Election 2023 News:કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમાઈ (Karnataka Chief Minister Basavaraj Bommai) પાસે 49.70 કરોડ રૂપિયાની સંપત્તિ છે. આ માહિતી તેમના ચૂંટણી એફિડેવિટમાંથી મળી છે. સીએમ બોમ્માઈએ 10 મે (Assembly Elections 2023) ના રોજ યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે શિગગાંવ બેઠક (Shiggaon seat)પરથી ઉમેદવારી નોંધાવી છે અને આ દરમિયાન તેમણે રિટર્નિંગ ઓફિસરને (Returning Officer) તેમનું સોગંદનામું આપ્યું હતું. સીએમ બોમાઈએ આ સોગંદનામામાં તેમની કુલ સંપત્તિની વિગતો આપી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સીએમ બોમાઈ પાસે 5.98 કરોડ રૂપિયાની જંગમ સંપત્તિ 
કર્ણાટકના મુખ્યમંત્રીએ આપેલા સોગંદનામા પરથી તેમના રોકાણની (Investment Details) વિગતો બહાર આવી છે. તમને જણાવી દઈએ કે મુખ્યમંત્રી બોમાઈ પાસે 5.98 કરોડ રૂપિયાની જંગમ સંપત્તિ છે, જ્યારે તેમને હિંદુ અવિભાજિત પરિવાર પાસેથી 1.57 કરોડ રૂપિયાની સંપત્તિ મળી છે. તેમની પત્ની ચન્નમ્માએ રૂ. 1.14 કરોડ અને પુત્રી અદિતિએ રૂ. 1.12 કરોડનું રોકાણ કર્યું છે, જો કે તેમનો પુત્ર ભરત બોમાઈ તેના પિતા પર નિર્ભર નથી તેથી તેની રોકાણની વિગતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.


રાજસ્થાનની સત્તા પર ભાજપની સીધી નજર, સચિન પાયલોટ શું બીજા સિંધિયા બનશે


મોદી સરકારે 47 કરોડ લોકોને આપી મોટી ભેટ, 10 હજાર રૂપિયા એકાઉન્ટમાં આવશે!


આ છે ભારતના 7 કમાન્ડો ફોર્સ, નામ સાંભળીને જ દુશ્મનો ધ્રૂજે છે


પુત્ર ભરતને 14.74 લાખ રૂપિયા મળ્યા
જોકે બસવરાજ બોમાઈએ તેમના પુત્ર ભરતને 14.74 લાખ રૂપિયા આપ્યા છે. મુખ્યમંત્રી પાસે રૂ. 42.15 કરોડની સ્થાવર સંપત્તિ છે, જેમાં હિંદુ અવિભાજિત પરિવારના રૂ. 19.2 કરોડનો સમાવેશ થાય છે. બોમાઈ પર પણ રૂ. 5.79 કરોડનું દેવું છે. એફિડેવિટ દર્શાવે છે કે 26 માર્ચ, 2022ના રોજ બોમ્માઈએ મુખ્યમંત્રી પદ સંભાળતી વખતે ધારવાડના હુબલી તાલુકાના તરીહાલા ગામમાં લગભગ ત્રણ એકર જમીન ખરીદી હતી. બોમ્માઈ અને તેમના આશ્રિતો પાસે 52.12 કરોડ રૂપિયાની સંપત્તિ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube