Rajasthan Politics: રાજસ્થાનની સત્તા પર ભાજપની સીધી નજર, સચિન પાયલોટ શું બીજા સિંધિયા બનશે

Rajasthan Politics:રાજસ્થાન કોંગ્રેસમાં આંતરકલહ ચાલુ છે. વિધાનસભાની ચૂંટણી પહેલા પક્ષમાં ભડકો થતાં રાજકારણ ગરમાયું છે. દરમિયાન, કોંગ્રેસ પર કટાક્ષ કરતા, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે શનિવારે દાવો કર્યો હતો કે પક્ષ હંમેશા સચિન પાયલટ કરતાં મુખ્ય પ્રધાન અશોક ગેહલોતને પ્રાધાન્ય આપશે કારણ કે તેઓ "ભ્રષ્ટાચાર" માંથી એમની તિજોરી ભરવામાં વધુ યોગદાન આપે છે.

Rajasthan Politics: રાજસ્થાનની સત્તા પર ભાજપની સીધી નજર, સચિન પાયલોટ શું બીજા સિંધિયા બનશે

Rajasthan Politics: રાજસ્થાન હાલમાં કોંગ્રેસની સરકાર છે. રાજ્યમાં પાયલોટ અને દહેલોત જૂથમાં કોંગ્રેસમાં ભાગલા પડી ગયા છે. આ વર્ષે રાજસ્થાનમાં ચૂંટણી છે ત્યારે ભાજપની સીધી નજર રાજસ્થાન પર છે.

ભરતપુરમાં બૂથ-લેવલ પાર્ટી કાર્યકર્તાઓની બેઠકને સંબોધતા શાહે કહ્યું, "પાયલોટ કોઈપણ બહાને ધરણાં પર બેસે છે, પરંતુ તેમની સંખ્યા નહીં આવે કારણ કે કોંગ્રેસ પાર્ટીની તિજોરી ભરવામાં તેમનો ફાળો ઓછો અને ગેહલોતનો ફાળો વધુ છે." 

અમિત શાહે આરોપ લગાવ્યો કે ગેહલોતે રાજસ્થાન સરકારને ભ્રષ્ટાચારનું 'હબ' બનાવી દીધી છે અને રાજ્યને લૂંટી લીધું છે. ભ્રષ્ટાચારના આ પૈસા કોંગ્રેસ પાર્ટીના ખજાનામાં ગયા છે. 2008ના જયપુર બોમ્બ બ્લાસ્ટ કેસમાં આરોપીઓને નિર્દોષ જાહેર કરવા પર શાહે આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસ સરકારે વોટ બેંકની રાજનીતિને કારણે હાઈકોર્ટમાં યોગ્ય દલીલો રજૂ કરી નથી.

તેમણે આરોપ લગાવ્યો કે, "સરકાર વિસ્ફોટ પીડિતોના મોત પર વોટ બેંકની રાજનીતિ રમી રહી છે." તેમણે કહ્યું કે  "રાજસ્થાનમાં 3-D સરકાર છે અને ત્રણ Ds છે 'દંગા' (હુલ્લડો), મહિલાઓ સાથે 'દુર્વ્યવહાર'  અને 'દલિત' અત્યાચાર".

શાહે દાવો કર્યો હતો કે લોકો ચૂંટણીમાં કોંગ્રેસને મત નહીં આપે, ભાજપ વિધાનસભા ચૂંટણીમાં 2/3 બહુમતી સાથે સરકાર બનાવશે, અને રાજસ્થાનમાં લોકસભાની ચૂંટણીમાં ફરીથી તમામ 25 બેઠકો જીતશે. તેમણે કહ્યું કે ભાજપ મોદી સરકારના કામ, પાર્ટીની વિચારધારા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાના આધારે ચૂંટણીમાં ઉતરશે.

તેમણે દાવો કર્યો કે, “અશોક ગેહલોતની આગેવાનીવાળી કોંગ્રેસ સરકાર રાજસ્થાનના ઈતિહાસની સૌથી ભ્રષ્ટ સરકારોમાંની એક છે. લોકો કંટાળી ગયા છે." એમપીમાં ભાજપની સરકાર બનાવવામાં સિધિંયાનો સિંહફાળો છે. સિંધિયા હાલમાં કેન્દ્રીય રાજકારણમાં છે પણ એમને એમના જૂથને મામાની સરકારમાં ગોઠવી દીધું છે. ભાજપમાં સિંધિયાનો આજે પણ દબદબો છે. પાયલોટ ભવિષ્યમાં સિંધિયાની જેમ ભાજપની પંગતમાં બેસીને કેન્દ્રીય રાજકારણમાં ઝંપલાવી શકે છે. હાલમાં ભાજપ મૂકપ્રેક્ષક બનીને પાયલોટ અને ગહેલોત વચ્ચેની લડાઈ જોઈ રહ્યું છે કારણ કે પાયલોટ કોંગ્રેસમાં રહીને કોંગ્રેસને જેટલું નુક્સાન કરી શકે એટલું ભાજપમાં જોડાઈને ના કરી શકે. એટલે ભાજપ તેલ જુઓ અને તેલની ધાર જુઓ એમ રાજસ્થાનના રાજકારણ પર નજર રાખી રહ્યું છે પણ એવું બની શકે ભવિષ્યમાં પાયલોટ માટે ભાજપના દરવાજા ખુલી શકે છે. રાજસ્થાનમાં સત્તા માટે ભાજપ કોઈ સમયે ગેમ બદલી શકે એમ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news