બેંગલુરુ: કર્ણાટકના મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ રવિવારે મીડિયા પર નિશાન સાધ્યું હતું. કુમારસ્વામીએ મીડિયા પર તેમનો રોષ વ્યક્ત કરતા રાજકારણીઓના ‘ઉપહાસ'ની ટીકા કરી હતી. તેમણે કહ્યું કે, તેઓ અનુભવી રહ્યાં છે કે, તેના પર નિયંત્રણ માટે કાયદો લાવવો જરૂરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો:- ExitPoll 2019: રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં શું છે કોંગ્રેસની સ્થિતી જાણો....


મૈસુરમાં એક સાર્વજનિક બઠકનું સંબોધન કરતા કુમારસ્વામીએ સમાચાર ચેનલોને પૂછ્યું, ‘તમે રાજકારણીઓ વિશે શું વિચારો છો? તમે એવું વિચારો છો કે, અમે સરળતાથી મજાક ઉડાવવા માટે ઉપલબ્ધ છીએ? શું તમને અમે કાર્ટૂન કેરેક્ટર જેવા લાગીએ છે? તમને કોણે બધી વસ્તુનો મજાક ઉડાવવાની શક્તિ આપી છે.’ કુમારસ્વામીએ કેદારનાથા અને બદ્રીનાથ જવા માટે વડાપ્રધાનની ટીકા પણ કરી હતી.


વધુમાં વાંચો:- હોસ્પિટલમાં સારવાર કરાવવા પહોંચેલી મહિલાના મોઢામાં અચાનક થયો બ્લાસ્ટ અને પછી...


કુમારસ્વામીએ જેડી(એસ)- કોંગ્રેસના ગઠબંધનને લાંબા સમય સુધી પર સવાલ ઉઠાવવા માટે મીડિયાની ટીકી કરી. તેમણે કહ્યુ કે આ ગઠબંધન કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ‘શુભેચ્છાઓ’ની સાથે આગળ વધારતા રહેશે.


જુઓ Live TV:-


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...