હોસ્પિટલમાં સારવાર કરાવવા પહોંચેલી મહિલાના મોઢામાં અચાનક થયો બ્લાસ્ટ અને પછી...

ઉત્તર પ્રદેશના અલીગઢમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જ્યાં હોસ્પિટલમાં સારવાર કરાવવા પહોચી એક મહિલાના મોઢામાં તે સમયે બ્લાસ્ટ થયો જ્યારે ડોક્ટર તેનું ચેકઅપ કરી રહ્યાં હતા. આ સમગ્ર ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર ઘણો ઝડપી વાયરલ થઇ રહ્યો છે.

Updated By: May 20, 2019, 09:50 AM IST
હોસ્પિટલમાં સારવાર કરાવવા પહોંચેલી મહિલાના મોઢામાં અચાનક થયો બ્લાસ્ટ અને પછી...

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના અલીગઢમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જ્યાં હોસ્પિટલમાં સારવાર કરાવવા પહોચી એક મહિલાના મોઢામાં તે સમયે બ્લાસ્ટ થયો જ્યારે ડોક્ટર તેનું ચેકઅપ કરી રહ્યાં હતા. આ સમગ્ર ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર ઘણો ઝડપી વાયરલ થઇ રહ્યો છે. જેમાં જોઇ શકાય છે કે, કેવી રીતે એક મહિલા સારવાર માટે હોસ્પિટલ પહોંચી અને સારવાર દરમિયાન તેના મોઢામાં બ્લાસ્ટ થયો હતો. મહિલાના મોઢામાં જેવો બ્લાસ્ટ થયો તે સમયે આસપાસના લોકો પોતાનો જીવ બચાવવા માટે દૂર ભાગે છે.

વધુમાં વાંચો:- એક્ઝિટ પોલમાં ભાજપનો 'વિજય', ઉપરાષ્ટ્રપતિ બોલ્યા, 'ધીરજ રાખો, આ વાસ્તવિક પરિણામ નથી'

મળતી જાણકારી અનુસાર, અલીગઢના જેએન હોસ્પિટલમાં મહિલાના પરિવારજનો તેને સારવાર માટે લઇ ગયા હતા. મહિલાની હાલત ગંભીર હોવાના કારણે ડોક્ટર્સએ તેને તાત્કાલીક દાખલ કરી દીધી હતી અને તેની સારવાર પણ શરૂ કરી દીધી હતી. ડોક્ટર્સ મહિલાની સારવાર કરી રહ્યાં હતા કે અચાનક મહિલાના મોઢામાં બ્લાસ્ટ થયો. મહિલાની સારવાર અને તેના મોઢામાં બ્લાસ્ટ થયાની સમગ્ર ઘટના હોસ્ટિપલમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ હતી. ત્યારબાદ આ વીડિયો સોશિયલ મીડિયામાં ઘણો વાયલર થઇ રહ્યો છે.

વધુમાં વાંચો:- ખુશીના સમાચારઃ કૈલાશ માનસરોવર જવાનો ભારતીય માર્ગ બનશે વૈશ્વિક વારસો

રિપોર્ટ અનુસાર મહિલાએ આપઘાત કરવા માટે સલ્ફ્યૂરિક એસિડ પીધો હતો. ત્યારબાદ મહિલાની સારવાર કરવવા માટે તેના પરિવારજનો તેને હોસ્પિટલ લઇને પહોંચ્યા હતા. જ્યાં ડોક્ટર્સે તેની સારવાર શરૂ કરી દીધી હતી. પરંતુ મહિલાના મોઢામાં સેક્શન પાઇપ નાખી, પરંતુ તે વચ્ચે સલ્ફ્યૂરિક એસિડ ઓક્સીજનના સંપર્કમાં આવી ગયો હતો. જેના કારણે મહિલાના મોઢામાં જોરદારનો બ્લાસ્ટ થયો હતો.

વધુમાં વાંચો:- કાકા શરદ પવારને EVM પર શંકા, ભત્રીજા અજિત પવાર સંપુર્ણ વિશ્વાસ

મળતી જાણકારી અનુસાર, અલીગઢના હરદુઆગંજ થાના વિસ્તાર સ્થિત નસીર મોહલ્લામાં રહેતી 40 વર્ષની શીલા દેવીએ સલ્ફ્યૂરિક એસિડ પીને આપઘાત કરવાનો પ્રય્તન કર્યો હતો. ત્યારબાદ મહિલાના પરિવારજનોએ તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરી હતી. પરંતુ જેવી સારવાર શરૂ કરવામાં માટે ડોક્ટર્સે શીલાના મોઢામાં પાઇપ નાખી તે સમયે અચાનક જ તેના મોઢામાં બ્લાસ્ટ થયો હતો.

જુઓ Live TV:-

દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો....