ExitPoll 2019: રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં શું છે કોંગ્રેસની સ્થિતી જાણો....

રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં કોંગ્રેસની સરકાર હોવા છતાં એક્ઝીટ પોલ અનુસાર ભાજપને સૌથી વધુ સીટ મળવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ ત્રણ રાજ્યોમાં ડિસેમ્બરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને પાછળ રાખીને કોંગ્રેસે સરકાર બનાવી હતી

Updated By: May 20, 2019, 11:22 AM IST
ExitPoll 2019: રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં શું છે કોંગ્રેસની સ્થિતી જાણો....

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2019ના મતદાનનો અંતિમ તબક્કો રવિવારે પૂરો થવાની સાથે જ ચૂંટણી પરિણામ અંગે આગાહી કરતા એક્ઝીટ પોલ આવી ગયા છે. તમામ ટીવી ચેનલ અને ખાનગી એજન્સીઓ દ્વારા કરવામાં આવેલા એક્ઝીટ પોલનો એક સાર એવો નિકળી રહ્યો છે કે, 2019માં નરેન્દ્ર મોદી ફરી એક વખત સરકાર રચવા જઈ રહ્યા છે. તમામ એક્ઝીટ પોલની સરેરાશ કાઢીએ તો લોકસભાની કુલ 542 સીટમાંથી ભાજપના નેતૃત્વવાળા ગઠબંધન NDAને 308 સીટ મળવાનું અનુમાન છે, કોંગ્રેસના નેતૃત્વવાળા ગઠબંધન UPAને 117 સીટ મળવાનું અનુમાન છે અને અન્ય પક્ષોને 117 સીટ મળવાનું અનુમાન છે. 

લોકસભા ચૂંટણી 2019 પહેલા ડિસેમ્બર મહિનામાં દેશના પાંચ મહત્વનાં રાજ્ય - રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમમાં વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી. આ પાંચ રાજ્યમાંથી ત્રણ રાજ્ય કે જે ભાજપના ગઢ ગણાતા હતા એવા રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં કોંગ્રેસનો વિજય થયો હતો અને તેણે સરકાર બનાવી હતી. જ્યારે તેલંગાણામાં તેલંગાણા રાષ્ટ્ર સમિતી અને મિઝોરમમાં મિઝો નેશનલ ફ્રન્ટની સરકાર રચાઈ હતી. હવે, વર્તમાન એક્ઝીટ પોલ અનુસાર રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ કે જ્યાં અત્યારે કોંગ્રેસની સરકાર છે ત્યાં કઈ પાર્ટીની કેવી સ્થિતી છે તે જાણવામાં દરેકને રસ છે. 

ZeeNewsMahaExitPoll:NDAને 300થી વધારે સીટ, દેશમાં ફરી નમો નમ:

સરકાર હોવા છતાં ત્રણેય રાજ્યમાં કોંગ્રેસને થઈ રહ્યું છે નુકસાન 
રાજસ્થાન 

  • રિપબ્લિક-સી વોટર અનુસાર ભાજપને 25માંથી 22 અને કોંગ્રેસને 3 સીટ મળવાનું અનુમાન.
  • રિપબ્લિક-જન કી બાત અનુસાર રાજસ્થાનમાં ભાજપને 25માંથી 19-23 અને કોંગ્રેસને 3-6 સીટનું અનુમાન. 
  • એબીપી-નીલસન અનુસાર રાજસ્થાનની 25 સીટમાંથી ભાજપને 19 અને કોંગ્રેસને 6 સીટ મળવાનું અનુમાન. 
  • ઈન્ડિયા ટુડે-એક્સિસના સર્વે અનુસાર ભાજપને 23થી 25 સીટ, જ્યારે કોંગ્રેસને 2 સીટ મળવાનું અનુમાન. 

મહાએક્ઝિટ પોલ 2019: ગુજરાતમાં ફરી એકવાર 'કમળની કમાલ, જાણો કોને કેટલી સીટ મળી શકે

મધ્યપ્રદેશ

  • આજતક અને એક્સિસ માય ઈન્ડિયા અનુસાર મધ્યપ્રદેશની 29માંથી ભાજપને 26થી 28, જ્યારે કોંગ્રેસને 1થી 3 સીટ મળી શકે છે. 
  • અન્ય એક્ઝીટ પોલમાં પણ ભાજપને 20થી વધુ અને કોંગ્રેસને 1થી 5 સીટ મળવાનું અનુમાન.

Exit Poll: મુંબઈ સટ્ટા બજારનું અનુમાન, NDAને 350 સીટ, ભાજપને સ્પષ્ટ બહુમત

છત્તીસગઢ

  • એનડીટીવીના એક્ઝીટ પોલ અનીસાર છત્તીસગઢની 11માંથી ભાજપને 6 અને કોંગ્રેસને 5 સીટ મળવાનું અનુમાન. 
  • રિપબ્લિક-જન કી બાતના એક્ઝીટ પોલમાં પણ બંનેને 5-6 સીટ મળવાનું અનુમાન. 
  • ન્યૂઝ-24 અને ટૂડેઝ ચાણક્યના એક્ઝીટ પોલ અનુસાર ભાજપને 11માંથી 9 અને કોંગ્રેસને 2 સીટ મળવાનું અનુમાન. 

જૂઓ LIVE TV...

લોકસભા ચૂંટણી 2019ના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક...