બેંગલુરુઃ કર્ણાટક વિધાનસભામાં વર્તમાન મુખ્યમંત્રી કુમારસ્વામીના ભાષણ પછી વિશ્વાસ મત માટે મતદાનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. કર્ણાટક વિધાનસભાના તમામ દરવાજા બંધ કરી દેવાયા છે. આ અગાઉ વિસ્વાસ મત પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન પોતાના ભાષણમાં કુમારસ્વામીએ જણાવ્યું કે, "હું વિશ્વાસ મત પ્રસ્તાવ પર મતદાન માટે તૈયાર છું."


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિશ્વાસ મત દરમિયાન કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન સરકારને 99 વોટ મળ્યા હતા, જ્યારે ભાજપને 105 મળ્યા હતા. આ સાથે જ સરકાર લઘુમતિમાં આવી જતાં પડી ગઈ છે. કોંગ્રેસ-જેડીએસ સરકારને બીએસપી દ્વારા સમર્થનનું વચન આપવામાં આવ્યું હતું, પરંતુ જેડીએસના ધારાસભ્ય વિશ્વાસ મત પર મતદાનની પ્રક્રિયા દરમિયાન ગૃહમાં ગેરહાજર રહ્યા હતા. વિશ્વાસ મત હારી ગયા પછી કુમારસ્વામીએ રાજ્યપાલને રાજીનામું સોંપી દીધું હતું. રાજ્યપાલ વજુભાઈ વાળાએ રાજીનામું સ્વીકારી લીધું છે. 


વિધાનસભામાં વર્તમાન સ્થિતી
કોંગ્રેસ-જેડીએસઃ 100
ભાજપઃ 105
અપક્ષઃ 02
બીએસપીઃ 01
બળવાખોરઃ 15


કર્ણાટકમાં જેડીએસ-કોંગ્રેસ ગઠબંધન સરકારના પતનની સાથે જ રાજ્યમાં છેલ્લા 23 દિવસથી ચાલી રહેલા રાજકીય ડ્રામાનો અંત આવ્યો હતો. કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન સરકારમાં 15 ધારાસભ્યોએ બળવો પોકાર્યો હતો અને તેમણે પોતાનું રાજીનામું સ્પીકરને સોંપી દીધું હતું. ત્યાર પછી આ રાજકીય ખેંચતાણ છેક સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી હતી અને અંતે મંગળવારે યોજાયેલા વિશ્વાસ મત પ્રક્રિયામાં આ સરકારનું પતન થયું છે. 


કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન સરકાર 23 મે, 2018ના રોજ રચાઈ હતી. 14 મહિના સુધી સત્તામાં રહેવા દરમિયાન આ સરકારમાં અનેક વિવાદો ઊભા થયા હતા અને આખરે સરકારનું પતન થયું હતું.


લાલુ યાદવ, પપ્પુ યાદવ, સંગીત સોમ, ચિરાગ પાસવાન, રાજીવ પ્રતાપ રૂડીની સુરક્ષામાં મુકાયો કાપ 


આ અગાઉ, બળવાખોર ધારાસભ્યોના વકીલે સ્પીકર કે.આર. રમેશકુમારની મુલાકાત કરી હતી. વકીલે સ્પીકરને બળવાખોર ધારાસભ્યોને મુલાકાત માટે 4 અઠવાડિયાનો સમય આપવાની માગ કરી છે. જેની સામે કોંગ્રેસના એક પ્રતિનિધિમંડળે પણ સ્પીકરની મુલાકાત કરી હતી અને બળવાખોર ધારાસભ્યો પર તાત્કાલિક ધોરણે કડક કાર્યવાહી કરવાની માગણી કરી હતી. 


PM મોદીને મળવા સંસદમાં પહોંચ્યો તેમનો 'ખાસ મિત્ર', ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા ફોટોઝ...


બળવાખોર ધારાસભ્યો ગેરલાયક જાહેર કરાશેઃ સિદ્ધારમૈયા
કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ આરોપ લગાવ્યો છે કે, કરોડો રૂપિયા આપીને ધારાસભ્યોને ખરીદવામાં આવી રહ્યા છે. કોંગ્રેસના બળવાખોર ધારાસભ્યોને ગેરલાયક જાહેર કરવામાં આવશે. તેમણે સવાલ ઊભો કરતા કહ્યું કે, 25 કરોડ, 30 કરોડ, 50 કરોડ... આટલા રૂપિયા ક્યાંથી આવી રહ્યા છે? બળવાખોર ધારાસભ્યોની 'રાજકીય સમાધી' બનાવવામાં આવશે. વર્ષ 2013થી પક્ષપલટો કનારા પરાજિત થતા આવ્યા છે. આ વખતે રાજીનામું આપનારા લોકોની પણ આવી જ હાલત થવાની છે. 


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....