કોંગ્રેસના 3 ધારાસભ્ય ભાજપની સાથે, ઓપરેશન લોટસના કારણે કર્નાટક સરકાર પર જોખમ વધ્યું
કર્નાટકના મંત્રી ડી કે. શિવકુમારે રવિવારે કહ્યું કે રાજ્યની ગઠબંધન (કોંગ્રેસ- જેડીએસ) સરકારને હટાવવા માટે ભાજપનું ‘ઓપરેશન લોટસ’ વાસ્તવમાં ચાલી રહ્યું છે. તેમણે આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસના ત્રણ ધારાસભ્ય મુંબઇની એક હોટલમાં ભાજપના કેટલાક નેતાઓ સાથે છે.
બેંગલુરૂ: કર્નાટકની કોંગ્રેસ જેડીએસ સરકાર પર જોખમ વધી રહ્યું છે. કોંગ્રેસના મંત્રીએ દાવો કર્યો છે કે તેમની પાર્ટચીના ત્રણ ધારાસભ્ય ભાજપના સંપર્કમાં છે. જે આ સમયે મુંબઇમાં હજાર છે. કર્નાટકના મંત્રી ડી કે. શિવકુમારે રવિવારે કહ્યું કે રાજ્યની ગઠબંધન (કોંગ્રેસ- જેડીએસ) સરકારને હટાવવા માટે ભાજપનું ‘ઓપરેશન લોટસ’ વાસ્તવમાં ચાલી રહ્યું છે. તેમણે આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસના ત્રણ ધારાસભ્ય મુંબઇની એક હોટલમાં ભાજપના કેટલાક નેતાઓ સાથે છે.
વધુમાં વાંચો: સવર્ણોને 10 ટકા અનામત આપનાર પહેલુ રાજ્ય બનશે ગુજરાત, જાણો ક્યારથી થશે લાગું
કોંગ્રેસ નેતા શિવકુમારે કહ્યું કે, રાજ્યમાં ધારાસભ્યની ખરીદી ચાલી રહી છે. અમારા ત્રણ ધારાસભ્ય ભાજપના કેટલાક ધારાસભ્યો અને નેતાઓ સાથે મુંબઇની એક હોટલમાં છે. ત્યાં કંઇક તો થયું છે, તેમને કેટલી રકમ આપવામાં આવી છે, તેનાથી અમે અજાણ છીએ. ઉલ્લેખનીય છે કે 2008માં કર્નાટકમાં બીએસ યદુયેરપ્પાની સરકારની સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે ભાજપ દ્વારા કેટલાક વિપક્ષી ધારાસભ્યોને કથિત લાલચ આપવાને ‘ઓપરેશન લોટસ’નું નામથી ઓળખવામાં આવે છે.
વધુમાં વાંચો: 26 જાન્યૂઆરી પહેલા દિલ્હી પોલીસની મોટી કાર્યવાહી, હિજબૂલના બે આતંકવાદીની ધરપકડ
શિવકુમારે મુખ્યમંત્રી એચડી કુમારસ્વામી પર ભાજપના પ્રતિ ઉદાર હોવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે અમારા મુખ્યમંત્રી ભાજપ પ્રતિ થોડા ઉદાર છે. ચાલી રહેલા ષડયંત્રથી બધા ધારાસભ્યાએ મુખ્યમંત્રીને જાણ કરી હતી. તેમણે સિદ્ધરમૈયાને પણ આ વાતની જાણ કરી હતી. શિવકુમારે કહ્યું કે, મુખ્યમંત્રી વેઇટ એન્ડ વોચની નીતિ અપનાવી રહ્યાં છે. પરંતુ જો હું તેમની જગ્યાએ હોત તો 24 કલાકની અંદર ખુલાસો કરી દેતો. જોકે તેમણે વિશ્વાસ દેખાડ્યો છે કે ભારત તેમના પ્રયત્નમાં સફળ નહી થાય.
વધુમાં વાંચો: આપના પૂર્વ નેતા ફૂલકાએ ભાજપ સાથેની નિકટતા સ્વીકારી, પરંતુ...
તેમણે રાજ્યમાં વિપક્ષી ભાજપના સંભવત: ઉલ્લેખ કરતા કહ્યું કે, તમે કહી રહ્યા છો કે મકર સક્રાંતિ પછી એક ક્રાંતિ થશે. ચાલો જોઇએ છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં કોંગ્રેસના કેટલાક ધારાસભ્યોએ આરોપ લગાવ્યો છે કે ભાજપના નેતા તેમની પાર્ટીમાં સામેલ કરવા માટે તેમનો સંપર્ક કરી રહ્યાં છે. ત્યારે ભાજપ પક્ષે આ આરોપોને નકાર્યા છે.