બેંગલુરૂઃ Karnataka Congress Candidates List: હાલમાં સૌથી વધારે જંગ એ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કર્ણાટકમાં ખેલાવાનો છે. અમિત શાહ અને મોદીના આંટાફેરા વધી રહ્યાં છે. કોંગ્રેસ અહીં મજબૂત સ્થિતિમાં હોવાથી ભાજપ માટે અહીં વન વે જીતનો રસ્તો નહીં હોય. કર્ણાટકમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં આંતરિક વિખવાદના સમાચારો બાદ હવે પાર્ટીએ આજે ​​ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Karnataka Assembly Election: કર્ણાટક ચૂંટણી માટે જોરશોરથી ચાલી રહેલી તૈયારીઓ વચ્ચે કર્ણાટક કોંગ્રેસે (Karnataka Congress)ગુરુવારે (6 એપ્રિલ) ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. કેન્દ્રીય ચૂંટણી સમિતિ (CEC)ની બેઠક બાદ ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. બીજી યાદીમાં 42 ઉમેદવારોના નામ છે. કોંગ્રેસે અત્યાર સુધીમાં 166 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી ચૂકી છે. કોંગ્રેસ પાર્ટીએ અગાઉ 25 માર્ચે 124 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. હજુ 100થી વધુ વિસ્તારના ઉમેદવારોની જાહેરાત થવાની બાકી છે. આ પહેલાં મંગળવારે (4 એપ્રિલ), કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે પાર્ટી રાજ્યની બાકીની 100 બેઠકો માટેના ઉમેદવારો પર વ્યાપક ચર્ચા કરવા જઈ રહી છે.


આ પણ વાંચોઃ BJP Foundation Day પર PM નું સંબોધન, કહ્યું- હનુમાનજીની માફક બુરાઇઓ સામે કડક બનો


કોંગ્રેસે 25 માર્ચે ચૂંટણી માટે 124 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી, જેમાં પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને રાજ્ય પાર્ટીના અધ્યક્ષ ડીકે શિવકુમારના નામ સામેલ હતા. કર્ણાટકમાં 10 મેના રોજ એક જ તબક્કામાં ચૂંટણી યોજાવાની છે અને મતગણતરી 13 મેના રોજ થશે. સિદ્ધારમૈયા વરુણા બેઠક પરથી ચૂંટણી લડશે જ્યારે ડીકે શિવકુમાર કનકપુરાથી ઉમેદવાર હશે. જોકે સિદ્ધારમૈયાએ કોલાર મતવિસ્તારમાંથી ચૂંટણી લડવા માટે રસ દર્શાવ્યો હતો, પરંતુ સ્થાનિક નેતાઓમાં મતભેદને કારણે હાઈકમાન્ડે તેમને વરુણાથી મેદાનમાં ઉતાર્યા હતા. આમ આ 2 દિગ્ગજ નેતાઓના નામ ફાયનલ થઈ ગયા છે. 
 
પાર્ટીએ એમ રૂપકલાને કોલાર ગોલ્ડ ફિલ્ડ્સ મતવિસ્તારમાંથી મેદાનમાં ઉતાર્યા છે. ચૂંટણી પહેલાં કોંગ્રેસમાં આંતરિક વિખવાદના સમાચાર પણ સામે આવી રહ્યા છે. સોમવાર અને મંગળવારે, મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરોએ બેંગલુરુમાં કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યાલયની બહાર વિરોધ કર્યો હતો. તેમના નેતાઓને ચૂંટણી લડવા માટે ટિકિટની માંગણી કરી હતી. જો કે, કોંગ્રેસે મંગળવારે (4 એપ્રિલ) સ્પષ્ટતા કરી હતી કે પાર્ટીમાં કોઈ આંતરિક વિખવાદ નથી અને મુખ્યમંત્રી પદને લઈને કોઈ વિવાદ નથી. પાર્ટી એકજૂટ છે અને બધા સાથે મળીને ચૂંટણી લડી રહ્યા છે. કર્ણાટકમાં હાલમાં ભાજપનું શાસન છે પણ સરકાર સામે એન્ટિ ઇન્કમ્બસીનો માહોલ હોવાથી ભાજપ તડામાર તૈયારીઓ કરી રહી છે. કર્ણાટક એ દક્ષિણમાં પ્રવેશવાનો માર્ગ છે. ભાજપ માટે આ માર્ગ પણ બંધ થઈ જશે.


આ પણ વાંચોઃ ફરી ડરાવી રહ્યો છે કોરોના! છેલ્લા 24 કલાકમાં 5335 નવા કેસ નોંધાયા


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube