નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2019ના પરિણામમાં કોંગ્રેસનો કારમો પરાજય થયા પછી કર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએસ ગઠબંધન સરકાર સામે સંકટના વાદળો ઘેરાવા લાગ્યા છે. રાજ્યની લોકસભાની 28માંથી માત્ર એક જ સીટ જીતનારા ગઠબંધનમાં આંતરિક ખેંચતાણ શરૂ થઈ ગઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ દરમિયાન કોંગ્રેસના બે ટોચના નેતાઓએ કર્ણાટક ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી એસ. એમ. કૃષ્ણાને મળવા પહોંચ્યા હતા. રવિવારે કોંગ્રેસના નેતા રમેશ જારકીહોલી અને ડો. સુધારકે એમ.એસ. કૃષ્ણાની તેમના નિવાસસ્થાને મુલાકાત કરી હતી.


કોંગ્રેસના નેતાઓની ભાજપના નેતાઓ સાથે મુલાકાત પછી રાજ્યમાં રાજકીય ગરમાવો આવી ગયો છે. આ મુલાકાત પછી રમેશ જારકીહોલીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, આ કોઈ રાજકીય વાતચીત ન હતી. લોકસભામાં ભાજપના અભૂતપૂર્વ પ્રદર્શન પછી અમે એમ.એસ. કૃષ્ણાજીને અભિનંદન આપવા આવ્યા હતા. આ માત્ર એક શિષ્ટાચાર મુલાકાત હતી. 


ઘર ફૂટે ઘર જાયઃ રાહુલ ગાંધીએ જણાવ્યું કોંગ્રેસના કારમા પરાજયનું મોટું કારણ 


ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા જ કોંગ્રેસના નેતા રોશન બેગે પણ ગઠબંધન અંગે નારાજગી જાહેર કરી હતી. તેમણે એક્ઝીટ પોલમાં યુપીએના પાછળ રહેવા માટે જેડીએસના નેતૃત્વવાળી સરકારને જવાબદાર ઠેરવી હતી. 


જૂઓ LIVE TV...


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....