`કોરોનાથી ફક્ત ભગવાન જ આપણને બચાવી શકે છે: મંત્રીના નિવેદન પર બબાલ
કર્ણાટકમાં કોવિડ 19ના કેસ સતત વધી રહેલા વક્ચે રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી બી શ્રીરામુલુએ કહ્યું કે રાજ્યને ફક્ત ભગવાન જ બચાવી શકે છે. તેમણે કહ્યું કે મહામારીને ફેલાતી રોકવા માટે જનતાનો સહયોગ જરૂરી છે.
બેંગલુરૂ: કર્ણાટકમાં કોવિડ 19ના કેસ સતત વધી રહેલા વક્ચે રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી બી શ્રીરામુલુએ કહ્યું કે રાજ્યને ફક્ત ભગવાન જ બચાવી શકે છે. તેમણે કહ્યું કે મહામારીને ફેલાતી રોકવા માટે જનતાનો સહયોગ જરૂરી છે. રાજ્ય સરકારના કોરોના વાયરસના પ્રસારને રોકવામાં નિષ્ફળ રહેવાનો કોંગ્રેસના આરોપો બાદ ચિત્રદુર્ગમાં બુધવારે મંત્રીએ આ નિવેદન આપ્યું. મંત્રીએ પછી કહ્યું કે મીડિયાના એક વર્ગે તેમના નિવેદનને ખોટી રીતે રજૂ કર્યું.
શ્રીરામુલુએ બુધવારે સંવાદદાતાઓને કહ્યું 'બતાવો આ (મહામારીને નિયંત્રિત કરવાનું) કોનું કામ છે. ફક્ત ભગવાન જ બચાવી શકે છે. લોકો વચ્ચે જાગૃતતા પેદા કરવી જ એકમાત્ર ઉપાય છે. આવી સ્થિતિમાં કોંગ્રેસના નેતા રાજકારણાના નીચલા સ્તર પર પહોંચી ચૂક્યા છે. આ કોઇના યોગ્ય નથી.'
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
શ્રીરામુલુ, કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ ડી કે શિવકુમાર અને પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધરમૈયાના આરોપોનો જવાબ આપી રહ્યા હતા જેમાં કહેવામાં આવ્યું હતું કે શ્રીરામુલુ અને ડોક્ટરો શિક્ષા મંત્રી ડો કે સુધાકર વચ્ચે તાલમેલ ન હોવાથી રાજ્ય સરકાર કોરોના વાયરસને ફેલાતો રોકવામાં નિષ્ફળ રહ્યા છે.
કર્ણાટકના સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે મહામારી દેશમાં ઝડપથી ફેલાઇ રહી છે અને આગામી બે મહિના વધુ સતર્કતા વર્તવાની જરૂરી છે. તેમણે કહ્યું કે મહામારી સત્તાધારી દળ અને વિપક્ષી દળના સભ્યોમાં ભેદભાવ કરતી નથી.
શ્રીરામુલુએ બુધવારે આપેલા પોતાના નિવેદન પર સ્પષ્ટીકરણ આપતાં કહ્યું કે તેમનું મંતવ્ય એ હતું કે જ્યાં સુધી કોવિડ 19ની રસી બની જતી નથી ત્યાં સુધી ભગવાન જ આપણી રક્ષા કરી શકે છે.
તેમણે બુધવારે મોડી રાત્રે એક વીડિયો સંદેશમાં કહ્યું ''મેં કહ્યું હતું કે લોકોના સહયોગ ઉપરાંત ભગવાને પણ આપણી રક્ષા કરવી જોઇએ પરંતુ મીડિયાના એક વર્ગે તેનો અર્થ નિકાળ્યો કે શ્રીરામુલુ કોરોના વાયરસ ફેલાવવાને લઇને અસહાય થઇ ચૂક્યા છે. તેમણે કહ્યું કે 'આ કહેવા પાછળ મારું મંતવ્ય હતું કે જ્યાં સુધી રસી આવી જતી નથી, ભગવાન જ આપણને બચાવી શકે છે. તેને ખોટી રીતે રજૂ કરવું ન જોઇએ.
(ઇનપુટ: એજન્સી ભાષા)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube