બેંગ્લુરુ: કર્ણાટક હિજાબ વિવાદમાં હવે અલ કાયદાની પણ એન્ટ્રી થઈ ગઈ છે. આતંકી સંગઠનના ચીફ અયમાન અલ ઝવાહિરીએ હિજાબ પ્રતિબંધને ઉત્પીડન ગણાવતા ભારતીય મુસલમાનોને તેના વિરુદ્ધ અવાજ ઉઠાવવા માટે ઉશ્કેરવાનો પ્રયત્ન કર્યો છે. ઝવાહિરીએ 9 મિનિટનો વીડિયો બહાર પાડીને કર્ણાટકની વિદ્યાર્થીની મુસ્કાન ખાનના વખાણ કર્યા છે. જેણે જય શ્રી રામના નારા લગાવનારી ભીડ આગળ અલ્લાહ હૂ અકબરના નારા લગાવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અલ કાયદા પ્રમુખ અયમાન અલ ઝવાહિરીએ મુસ્કાનના વખાણ કરતા કવિતા પણ વાંચી. ઝવાહિરીના આ વીડિયોને અલ કાયદાના અધિકૃત શબાબ મીડિયાએ બહાર પાડ્યો છે અને SITE ઈન્ટેલિજન્સ ગ્રુપે તેની પુષ્ટિ કરી છે. ઓસામા બિન લાદેન બાદ અલ કાયદાનો ચીફ બનનાર ઝવાહિરીએ કર્ણાટકની કોલેજ વિદ્યાર્થીની મુસ્કાન ખાનના ભરપેટ વખાણ કર્યા. વીડિયોના ટાઈટલ અને પોસ્ટરમાં લખ્યું છે- નોબલ વુમન ઓફ ઈન્ડિયા. 


Gorakhpur Temple Attack: ગોરખનાથ મંદિર હુમલા મામલે થયા અત્યંત ચોંકાવનારા ખુલાસા, જાણીને દંગ રહી જશો


વીડિયોમાં ઝવાહિરી એમ કહેતો સાંભળી શકાય છે કે તેને સોશિયલ મીડિયા દ્વારા મુસ્કાન વિશે ખબર પડી. તેણે વધુમાં કહ્યું કે આ બહેને તકબીરનો અવાજ ઉઠાવીને મારા મનને જીતી લીધુ. આથી હું તેના વખાણમાં કવિતા વાંચી રહ્યો છું. કવિતા વાંચ્યા બાદ ઝવાહિરીએ પાકિસ્તાન અને બાંગ્લાદેશ સહિત તે દેશો પર નિશાન સાધ્યું જેમણે હિજાબને બેન કર્યા છે. તેમણે આ દેશોને પશ્ચિમી દેશોના સહયોગી ગણાવ્યા. 


મહારાષ્ટ્રના રાજકારણમાં આ શું નવું રંધાઈ રહ્યું છે? શરદ પવારની ડિનર પાર્ટીમાં નેતાઓનો જમાવડો


ગત વર્ષ નવેમ્બર બાદ ઝવાહિરીનો આ પહેલો વીડિયો છે. નોંધનીય છે કે આ વર્ષે જાન્યુઆરીમાં કર્ણાટકમાં હિજાબ વિવાદ શરૂ થયો હતો. ઉડુપીની એક સરકારી શાળામાં કેટલીક વિદ્યાર્થીનીઓ હિજાબ પહેરીને ક્લાસમાં આવી જેમને રોકવામાં આવી., ત્યારબાદ દેશમાં અનેક ઠેકાણે પ્રદર્શનો થયા. હિજાબના વિરોધમાં માંડ્યાના પીઈએસ કોલેજમાં કેટલાક વિદ્યાર્થીઓ ભગવા શાલ પહેરીને આવ્યા હતા. ત્યારબાદ આ મામલો કર્ણાટક હાઈકોર્ટ પહોંચ્યો. કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું કે હિજાબ ઈસ્લામ ધર્મનું અભિન્ન અંગ નથી અને આથી રાજ્ય સરકારને તેને શાળાઓની અંદર યુનિફોર્મનો ભાગ બનાવવાનો આદેશ આપી શકાય નહીં. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube