મહારાષ્ટ્રના રાજકારણમાં આ શું નવું રંધાઈ રહ્યું છે? શરદ પવારની ડિનર પાર્ટીમાં નેતાઓનો જમાવડો

મહારાષ્ટ્રના રાજકારણમાં આ શું નવી ખીચડી રંધાઈ રહી છે? આ સવાલ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી  (NCP) પ્રમુખ શરદ પવારના ઘરે યોજાયેલી ડિનર પાર્ટીમાં નેતાઓના જમાવડાને જોઈને ઊભો થયો છે. આ ડિનર પાર્ટીમાં તમામ પાર્ટીના નેતાઓ જોવા મળ્યા જેમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી પણ સામેલ હતા. વાત જાણે એમ છે કે મહારાષ્ટ્રના વિધાયકો માટે મંગળવારે દિલ્હીમાં એનસીપી અધ્યક્ષ શરદ પવારના ઘરે ડિનર પાર્ટીનું આયોજન કરાયું હતું. 
મહારાષ્ટ્રના રાજકારણમાં આ શું નવું રંધાઈ રહ્યું છે? શરદ પવારની ડિનર પાર્ટીમાં નેતાઓનો જમાવડો

નવી દિલ્હી: મહારાષ્ટ્રના રાજકારણમાં આ શું નવી ખીચડી રંધાઈ રહી છે? આ સવાલ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી  (NCP) પ્રમુખ શરદ પવારના ઘરે યોજાયેલી ડિનર પાર્ટીમાં નેતાઓના જમાવડાને જોઈને ઊભો થયો છે. આ ડિનર પાર્ટીમાં તમામ પાર્ટીના નેતાઓ જોવા મળ્યા જેમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી પણ સામેલ હતા. વાત જાણે એમ છે કે મહારાષ્ટ્રના વિધાયકો માટે મંગળવારે દિલ્હીમાં એનસીપી અધ્યક્ષ શરદ પવારના ઘરે ડિનર પાર્ટીનું આયોજન કરાયું હતું. 

સંજય રાઉત અને ગડકરી પણ હતા હાજર
ઈડીની શિવસેના નેતા સંજય રાઉત પર કરાયેલી કાર્યવાહીના કારણે ભાજપ અને શિવસેના આમને સામને છે. આવામાં રાઉત અને ભાજપના નેતાઓનું એક પાર્ટીમાં આવવું અનેક અટકળો પેદા કરે છે. અત્રે જણાવવાનું કે રાઉત સતત કેન્દ્રની મોદી સરકાર અને ભાજપ પર આક્રમક રહ્યા છે. શરદ પવારના ઘરે આયોજિત ડિનરમાં સામેલ થવા માટે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી પણ પહોંચ્યા હતા. 

બીજી રીતે કહીએ તો આ ડિનરમાં મહારાષ્ટ્રના સત્તાધારી પક્ષ અને વિપક્ષ એક સાથે જોવા મળ્યા. પવારની આ ડિનર પાર્ટીમાં એનસીપી, શિવસેના, કોંગ્રેસ અને ભાજપના વિધાયકોને પણ આમંત્રણ અપાયું હતું. એ રીતે જોતા ડિનર પાર્ટીમાં ચારેય પાર્ટીઓના વિધાયકો અને કેટલાક પસંદગીના સાંસદો સામેલ થયા હતા. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી, સાંસદ સંજય રાઉત, સુપ્રિયા સુલે, સુનિલ તટકરે, ડો. ફૌજિયા ખાન, વિનાયક રાઉત, શ્રીનિવાસ પાટિલ, ડો.અમોલ કોલ્હે, શ્રીકાંત શિંદે, ઓમરાજે નિંબાલકર ડિનર પાર્ટીમાં સામેલ હતા. 

— ANI (@ANI) April 5, 2022

ગડકરી-ઠાકરેની મુલાકાત અંગે અટકળો
નવી દિલ્હીમાં પવારના 6 જનપથ સ્થિતિ ઘર પર યોજાયેલા ડિનરમાં વિધાનસભાના ઉપાધ્યક્ષ  નરહરિ જિરવાલ, વિધાન પરિષદના ઉપાધ્યક્ષ ડો.નીલમ ગોરહે, કૃષિમંત્રી દાદાજી ભૂસે, રોહિત પવાર, અદિતિ તટકરે, સુનિલ શેલ્કે, જીશાન સિદ્ધિકી, અનિકેત તટકરે, ડો. પ્રજ્ઞા સાતવ, અને ભાજપ વિધાયક પણ હાજર રહ્યા હતા. આ અગાઉ રવિવારે મોડી રાતે ભાજપના નેતા નીતિન ગડકરીએ રાજ ઠાકરે સાથે મુલાકાત કરી હતી. આમ તો આ મુલાકાતને અંગત મુલાકાત જ ગણાવાઈ હતી. પરંતુ મહારાષ્ટ્ર સરકારની આલોચના કરી રહેલા રાજ સાથે ગડકરીની મુલાકાત બાદ અટકળોનો દોર શરૂ થઈ ગયો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news