બેંગલુરૂઃ કર્ણાટકની ઉડુપી સ્થિત કોલેજમાં હિજાબ પહેરવાના અધિકાર માટે પ્રદર્શન કરનાર છ મુસ્લિમ યુવતીઓના માતા-પિતાએ પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી છે. તેમણે આરોપ લગાવ્યો કે કેટલાક લોકો તેમની પુત્રીઓની અંગત જાણકારી સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યાં છે. ઉડુપીના જિલ્લા એસપી એન વિષ્ણુવર્ધનને કરવામાં આવેલી ફરિયાદમાં વાલીએ તેમના વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી છે. જે જાહેર રૂપથી યુવતીઓના મોબાઇલ નંબર સહિત અંગત જાણકારી શેર કરી રહ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાલીઓએ આશંકા વ્યક્ત કરી કે શરારતી તત્વ આ જાણકારીનો ઉપયોગ યુવતીઓને ધમકાવવા માટે કરી શકે છે. એસપી વિષ્ણુવર્ધને જણાવ્યુ કે, યુવતીઓના માતા-પિતાએ મામલામાં લેખિત ફરિયાદ આપી છે. ઓનલાઇન મંચ પર ઉપલબ્ધ પૂરાવા ભેગા કરવામાં આવી રહ્યાં છે અને જાણકારી પ્રાપ્ત થયા બાદ કાર્યવાહી કરવામાં આવશે. 


આ પણ વાંચોઃ ભારતના આ ગામડામાં પોલીસની એન્ટ્રી પર છે પ્રતિબંધ, ઘરેથી ભાગેલા પ્રેમીઓ માટે છે પરફેક્ટ સ્થાન


હિજાબ વિવાદની શરૂઆત પાછલા મહિને ઉડુપીની સરકારી પ્રી-યુનિવર્સિટી કોલેજની કેટલીક વિદ્યાર્થિનીઓના હિજાબ પહેરીને કોલેજ પરિવરમાં જવા પર થઈ હતી, જેને ક્લાસ રૂમમાં જવાની મંજૂરી આપવામાં આવી નહીં. કોલેજના અધિકારીઓનું કહેવું છે કે જે વિદ્યાર્થિની પહેલા હિજાબ વગર આવતી હતી, તે હવે અચાનક હિજાબમાં આવવા લાગી છે. બાદમાં યુવતીઓએ હિજાબ વગર ક્લાસમાં જવાનો ઇનકાર કરતા પ્રદર્શન કર્યુ હતું. આ એક વિવાદનો મુદ્દો બની ગયો અને કર્ણાટકના અન્ય જિલ્લાની સાથે અન્ય પ્રદેશોમાં પણ આ મુદ્દો ઉઠાવવામાં આવી રહ્યો છે. તેના કારણે તણાવ બનેલો છે અને હિંસા પણ થઈ ચુકી છે. 


આ પણ વાંચોઃ વેક્સીન લઈ ચુકેલા અને ન લીધેલા લોકોમાં આ છે ઓમિક્રોનના લક્ષણ, થઈ જાવ એલર્ટ


સુપ્રીમ કોર્ટે હિજાબ વિવાદ પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો
કર્ણાટક હાઈકોર્ટમાં હિજાબ વિવાદ કેસની સુનાવણી ચાલી રહી છે. કર્ણાટક હાઈકોર્ટે સુનાવણી દરમિયાન ગુરુવારે આદેશ આપ્યો હતો કે અંતિમ આદેશ સુધી વિદ્યાર્થીઓ માટે કોઈ ધાર્મિક પ્રતીકની મંજૂરી નથી. આ આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. ચીફ જસ્ટિસ એન.વી. રમનાએ શુક્રવારે હિજાબ કેસમાં કર્ણાટક હાઈકોર્ટના વચગાળાના આદેશને પડકારતા અરજદારોમાંથી એકના વકીલને આ મુદ્દાને રાષ્ટ્રીય સ્તર પર લાવવા યોગ્ય છે કે કેમ તે અંગે વિચાર કરવા જણાવ્યું હતું. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દલીલ કરી હતી કે હાઈકોર્ટનો આદેશ હજુ પ્રકાશમાં આવ્યો નથી અને તેને આ મુદ્દા પર નિર્ણય લેવાની મંજૂરી આપવી જોઈએ. મહેતાએ આગ્રહ કર્યો કે આ મામલાને ધાર્મિક કે રાજકીય ન બનાવવો જોઈએ.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube