ભારતનું આ ગામ; જ્યાં પોલીસના પ્રવેશ પર પ્રતિબંધ, ઘરેથી ભાગેલા પ્રેમીઓ માટે છે પરફેક્ટ સ્થાન

ભારતમાં એક એવી જગ્યા છે જ્યાં પ્રેમીઓને સુરક્ષા આપવામાં આવે છે. આ જગ્યા હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લામાં બનેલા શંગચુલ મહાદેવ મંદિર છે. દેશ-વિદેશમાંથી ભાગી ગયેલા અનેક પ્રેમીઓને આ મંદિરમાં આશ્રય આપવામાં આવે છે.

ભારતનું આ ગામ; જ્યાં પોલીસના પ્રવેશ પર પ્રતિબંધ, ઘરેથી ભાગેલા પ્રેમીઓ માટે છે પરફેક્ટ સ્થાન

નવી દિલ્હી: ભારતમાં હજુ પણ પ્રેમ લગ્નનો રીતિ રીવાજ સંપૂર્ણ રીતે સ્વીકારવામાં આવ્યો નથી. ઘણા લોકો તેને ખરાબ માને છે. ખાસ કરીને જો આ લગ્ન આંતરજ્ઞાતિય લગ્ન હોય તો... જ્યારે બે અલગ-અલગ ધર્મના લોકો લગ્ન કરે છે ત્યારે તેમને સમાજના અનેક બંધનોનો સામનો કરવો પડે છે. ઘણા કિસ્સાઓમાં પરિવારના સભ્યો સન્માન અને પ્રતિષ્ઠા માટે હત્યા સુધી કરી નાંખે છે. આવી સ્થિતિમાં પ્રેમી યુગલો હજી પણ ઘર છોડીને ભાગવામાં ખૂબ ડરે છે. જો તમે પણ કોઈને પ્રેમ કરો છો અને તમારું ઘર વસાવવા માટે સુરક્ષિત જગ્યા શોધી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે.

ભારતમાં એક એવી જગ્યા છે જ્યાં પ્રેમીઓને સુરક્ષા આપવામાં આવે છે. આ જગ્યા હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લામાં બનેલા શંગચુલ મહાદેવ મંદિર છે. દેશ-વિદેશમાંથી ભાગી ગયેલા અનેક પ્રેમીઓને આ મંદિરમાં આશ્રય આપવામાં આવે છે. તેમને અહીં રહેવા અને ખાવા માટે પણ આપવામાં આવે છે. આ મંદિરની અંદર પ્રેમીઓને નુકસાન પહોંચાડવા માટે કોઈ આવી શકે નહીં. ઘર છોડીને ભાગી ગયેલા પ્રેમીઓ માટે આ સૌથી સુરક્ષિત સ્થળ કહેવાય છે.

જે પણ પ્રમી યુગલ ઘરેથી ભાગીને આ મંદિરમાં આશરો લે છે તેમની અહીં જોરદાર મહેમાનવાજી થાય છે. ગામડાના લોકો પ્રેમીઓનું ખૂબ આતિથ્ય આપે છે. આનું પણ એક ખાસ કારણ છે. ખરેખર ગામના લોકોનું માનવું છે કે જો તેઓ પ્રેમી યુગલોને આશ્રય નહીં આપે તો ભગવાન નારાજ થશે. વાસ્તવમાં, માન્યતા અનુસાર પાંડવો આ સ્થાન પર અજ્ઞાતવાસ માટે આવ્યા હતા. ત્યારે લોકોએ તેમને આ મંદિરમાં સંતાડી દીધા. જ્યારે કૌરવો ત્યાં આવ્યા ત્યારે શંગચુલ મહાદેવે પોતે તેમને ગામમાં આવતા અટકાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે જેઓ તેમના શરણમાં આવશે, તેની તેઓ ખુદ રક્ષા કરશે.

આ માન્યતાના આધારે આજે પણ અહીં આશ્રય લેવા આવતા લોકોનું રક્ષણ કરવામાં આવે છે. આ પરંપરા સદીઓથી ચાલી આવે છે. દરેક પ્રેમી યુગલને અહીં ખાવા અને રહેવાની જગ્યા આપવામાં આવે છે. આ ગામમાં પોલીસના પ્રવેશ પર પણ પ્રતિબંધ છે. ગામમાં કોઈપણ પ્રકારના હથિયાર લાવવાની મનાઈ છે. વળી, અહીં કોઈ ઊંચા અવાજે વાત પણ કરી શકતું નથી. આવી સ્થિતિમાં પ્રેમીઓ માટે આ શ્રેષ્ઠ સ્થળ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news