વેક્સીન લઈ ચુકેલા અને ન લીધેલા લોકોમાં આ છે ઓમિક્રોનના લક્ષણ, થઈ જાવ એલર્ટ

નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસના કેસમાં ધીમે ધીમે ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 56017 નવા કેસ સામે આવ્યા છે. તેમ છતાં હેલ્થ નિષ્ણાંતોએ લોકોને કોવિડ-19ને લઈને સાવચેત રહેવાની સલાહ આપી છે. કારણ કે વેક્સીન લઈ ચુકેલા લોકો પણ સંક્રમિત થઈ રહ્યાં છે. પરંતુ સંશોધનમાં જોવામાં આવ્યું કે જે લોકોને કોરોના વેક્સીનના બંને ડોઝ લાગી ગયા છે તેનામાં વેક્સીન ન લીધેલા લોકોના મુકાબલે ગંભીર લક્ષણ જોવા મળ્યા નથી. 
 

ડેલ્ટા વેરિએન્ટથી અલગ છે ઓમિક્રોનના લક્ષણ

1/6
image

મિરરના રિપોર્ટ અનુસાર દક્ષિણ આફ્રિકા સ્વાસ્થ્ય સંઘના ડોક્ટર એન્જેલિક કોએત્ઝીએ જણાવ્યું કે પહેલાના સ્ટ્રેનની તુલનામાં ઓમિક્રોનના લક્ષણ અલગ છે. ઓમિક્રોનના મુખ્ય લક્ષણ વિશે તેમણે કહ્યું કે, દર્દીઓમાં વધુ થાક, શરીરમાં દુખાવો અને માથાનો દુખાવો રહેવાની સમસ્યા જોવા મળી રહી છે. તેમણે કહ્યું કે, કોઈ દર્દીમાં સૂંઘવાની ક્ષમતા ઓછી થવી, કે સ્વાદ ન મળવો, નાક જામ થવુ કે ભારે તાવનો ઉલ્લેખ નથી. જે ડેલ્ટા વેરિએન્ટના સૌથી મોટા લક્ષણ છે. 

વેક્સીન લઈ ચુકેલા લોકોમાં ઓમિક્રોનના લક્ષણ

2/6
image

રિપોર્ટ અનુસાર કોરોના વેક્સીન લઈ ચુકેલા લોકોમાં ઓમિક્રોન વેરિએન્ટના લક્ષણ અલગ છે, વેક્સીનેટેડ લોકોમાં માથાનો દુખાવો, નાકમાંથી પાણી નિકળવુ, સાંધાનો  દુખાવો, ગળામાં ખારાશ જેવા લક્ષણો છે. 

વેક્સીન ન લીધેલા લોકોને વધુ જોખમ

3/6
image

ટાઇમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર નિષ્ણાંતોનું કહેવું છે કે વેક્સીન લગાવ્યા બાદ પ્રતિરક્ષા-બચાવ તંત્ર વિકસિત થાય છે, જે વાયરસથી બચાવવામાં મદદ કરે છે. તો વેક્સીન ન લીધેલા લોકોમાં સંક્રમિત અને ગંભીર બીમારી થવાનું વધુ જોખમ રહે છે. 

Unvaccinated લોકોમાં ઓમિક્રોનના લક્ષણ

4/6
image

જે લોકોએ અત્યાર સુધી કોરોના વેક્સીનનો એક પણ ડોઝ લીધો નથી, તેમાં ઓમિક્રોન વેરિએન્ટના લક્ષમ અલગ છે અને તે ગંભીર હોઈ શકે છે. અનવેક્સીનેટેડ લોકોને કોવિડના સામાન્ય લક્ષણો સિવાય શ્વાસ લેવામાં મુશ્કેલી પડે છે. 

 

ઓમિક્રોનના સૌથી મોટા લક્ષણ

5/6
image

તે જાણવા મળ્યું છે કે કોવિડ-19નો ઓમિક્રોન વેરિએન્ટ, ડેલ્ટાની તુલનામાં હળવો છે. ડોક્ટરોને જાણવા મળ્યું કે મોટા ભાગના દર્દીમાં શરદી જેવા લક્ષણો વિકસિત થાય છે અને તે સાજા થઈ જાય છે. ગળામાં ખારાશ સિવાય, ઓમિક્રોનના અન્ય લક્ષણોમાં થાક, તાવ, શરીરમાં દુખાવો, રાતના પરસેવો, છીંક, નાકમાંથી પાણી નિકળવું, ઝાડા અને ભુખ ન લાગવી સામેલ છે. ડેલ્ટા વેરિએન્ટથી વિપરીત ઓમિક્રોનથી ગંધ અને સ્વાદ ન આવવાની સંભાવના ઓછી હોય છે. 

લક્ષણ જોવા મળે તો કરો આ કામ

6/6
image

કોવિડ-19 સંક્રમણની જાણકારી મેળવવા માટે સૌથી સારી રીત આરટી-પીસીઆર ટેસ્ટ છે. તેથી જો તમારી અંદર કોઈ લક્ષણ હોય તો તત્કાલ ટેસ્ટ કરાવો. આ સિવાય જ્યાં સુધી તમારા કોરોના ટેસ્ટનો રિપોર્ટ ન આવે ત્યાં સુધી બહાર જવાનું ટાળો.