નવી દિલ્હી: દક્ષિણ કાશ્મીર (Kashmir) ના બિજબેહરાના વાઘામા ગામમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ ગઈ છે. આ અથડામણ (Encounter) માં 2 આતંકીઓનો ખાતમો કરાયો. કાશ્મીર ઝોનના પોલીસે ટ્વીટ કરીને જણાવ્યું કે એન્કાઉન્ટરની શરૂઆત અનંતનાગના વાઘા વિસ્તારમાં થઈ. જમ્મુ અને કાશ્મીર પોલીસ અને સુરક્ષાદળો ઘટનાસ્થળના જોઈન્ટ ઓપરેશનમાં આતંકીઓ ઠાર થયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે પોલીસ, 3RR સેના (3 રાષ્ટ્રીય રાયફલ્સ) અને સીઆરપીએફની એક સંયુક્ત ટીમે વિસ્તારમાં આતંકીઓની હાજરી હોવાની બાતમીના આધારે વિસ્તાર ઘેર્યો અને સર્ચ અભિયાન ચલાવ્યું. સુરક્ષાદળોની જોઈન્ટ ટીમે જેવું સંદિગ્ધ સ્થળ ઘેર્યુ તો છૂપાયેલા આતંકીઓએ સર્ચિંગ પાર્ટી પર ફાયરિંગ શરૂ કરી દીધુ અને ત્યારબાદ અથડામણ ચાલુ થઈ. 


જુઓ LIVE TV


લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube