શ્રીનગર : જમ્મુ કાશ્મીરમાં બદલાયેલા રાજકીય માહોલ બાદ કોંગ્રેસના દિગ્ગજ નેતાએ ભાંગરો વાટતાં મામલો ગરમાયો છે. કોંગ્રેસ નેતા સૈફુદ્દીન સોઝે વિવાદીત નિવેદન આપતાં પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફના નિવેદનને સમર્થન આપ્યું છે. તેમણે કહ્યું કે, હું એમની વાતને સમર્થન આપું છું કે કાશ્મીરમાં રહેતા લોકોને જો તક આપવામાં આવે તો તે ભારત કે પાકિસ્તાનનો હિસ્સો બનવાને બદલે આઝાદ થવાનું વધુ પસંદ કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો : જમ્મુ કાશ્મીરમાં રાજ્યપાલ શાસન, આતંકીઓની હવે ખેર નથી


સોઝે કહ્યું કે, મુશર્રફે લગભગ 10 વર્ષ પહેલા આ નિવેદન આપ્યું હતું. જે હાલની જમ્મુ કાશ્મીરની સ્થિતિ સાથે બંધ બેસતું છે. એમણે એ પણ કહ્યું કે, આ કહેવું જેટલું સરળ છે એટલું જ કાશ્મીરને આઝાદી મળવી મુશ્કેલ છે. મુશર્રફના નિવેદનને સમર્થન આપતાં સોઝે એ પણ કહ્યું કે, કોંગ્રેસ પાર્ટીને આ નિવેદન સાથે કોઇ લેવા દેવા નથી. 


હુર્રિયત અને અલગાવવાદીઓ સાથે વાત કરે સરકાર
સૈફુદ્દીન સોઝે કહ્યું કે, જમ્મુ કાશ્મીરમાં શાંતિ બનાવી રાખવા માટે કેન્દ્ર સરકારે હુર્રિયત અને અલગાવવાદી નેતાઓ સાથે વાત કરવી જોઇએ. તેમણે કહ્યું કે ઘાટીમાં હુર્રિયત અને અલગાવવાદી નેતાઓના સમર્થન વગર શાંતિ સ્થાપવી મુશ્કેલ નહીં પરંતુ અશક્ય છે.


દેશના અન્ય ન્યૂઝ જાણવા કરો અહીં ક્લિક