નવી દિલ્હી : ભાજપે જમ્મુ કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન દરમિયાન પરિસ્થિતી પાટા પર લાવવાનો દાવો કરતા શુક્રવારે કહ્યું કે, વડાપ્રધાન મોદીનાં નેતૃત્વવાળી સરકાર હેઠળ કાશ્મીરન સ્વર્ગ જ રહેશે. રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન છ મહિના માટે વધારવાનાં પ્રસ્તાવ અને જમ્મુ કાશ્મીર સંરક્ષણ (સંશોધન) વિધેયક 2019 પર લોકસભામાં ચર્ચામાં ભાગ લેતા ભાજપ સાંસદ પુનમ મહાજને સવાલ કર્યો કે પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરૂ જમ્મુ કાશ્મીરનાં વિષય મુદ્દે સંયુક્ત રાષ્ટ્ર શા માટે ગયા હતા ? તેમણે એમ પણ કહ્યું કે, મોદી સરકારમાં જમ્મુ કાશ્મીરનાં યુવાનો દેશ સાથે જોડાયા છે અને કોંગ્રેસનાં તે દાવામાં કોઇ દમ નથી કે રાજ્યનાં લોકો અતડાપણુ અનુભવી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જમ્મૂ-કાશ્મીરમાં હજૂ 6 મહિના રહેશે ‘રાષ્ટ્રપતિ શાસન’: ગૃહમંત્રી અમિત શાહ
પૂનમે સવાલ કર્યો કે લાંબા સમય સુધી કાશ્મીરમાં જવા માટે પરમિટ શા માટે લેવી પડતી હતી? બે ઝંડા અને બે નિશાન (રાજકીય ચિન્હ)ની વાત શા માટે થઇ? શ્યામા પ્રસાદ મુખર્જીને બલિદાન શા માટે આપવું પડ્યું ? કાશ્મીરી પંડિતોને ખીણથી વિસ્થાપિત શા માટે થવું પડ્યું ? લોકોને પહેલા લાલ ચોક પર ત્રિરંગો ફરકાવતા શા માટે અટકાવવામાં આવ્યા હતા? ભાજપ સભ્યએ કહ્યું કે, મોદી સરકારે આતંકવાદીઓની વિરુદ્ધ કડકાઇ દર્શાવી અને માનવતા, જમ્હુરિયત અને કાશ્મીરિયતની ભાવના સાથે રાજ્યના લોકોના હૃદયથી પોતાનો સાથ જોડ્યો છે. 


અમરનાથ યાત્રા પર આતંકી હુમલાનો ખતરો, પર્વતોમાં છુપાયેલા છે આતંકી!
મુંબઇમાં ચોમાસાનો પહેલો વરસાદ, ઘણા વિસ્તારોમાં પાણી ભરાતા સર્જાયો ટ્રાફિક જામ
તેમણે ગૃહમંત્રી અમિસ શાહના હાલનાં કાશ્મીરી મુલાકાતનો ઉલ્લેખ કરતા કહ્યું કે સરદાર વલ્લભભાઇ પટેલ બાદ શાહ દેશનાં બીજા એવા ગૃહમંત્રી છે જેમના ત્યાં જવાથી કોઇ વિરોધ કે બંધનુ આહ્વાન ન કરવામાં આવ્યું. મોદી સરકારમાં કાશ્મીર જન્નત જ હતું અને જન્નત જ રહેશે. તેમણે કહ્યું કે, આંતરરાષ્ટ્રીય સીમા પર રહેલા વિસ્તારોમાં ગોળીબારનો સામનો કરવનારા લોકો લાંબા સમય સુક્ષી અનામતતી ઉપેક્ષીત રાખવામાં આવ્યા હતા જો કે મોદી સરકારે તેમનાં હિતો અંગે વિચાર્યું છે. ભાજપ નેતાએ કહ્યું કે, તેમની પાર્ટીની આ વિચાર સરણી છે કે જમ્મુ કાશ્મીર ભારતનું અભિન્ન અંગ હતું, છે અને રહેશે.