કૌશંબી: ઉત્તર પ્રદેશના કૌશંબીમાં આજે સવારે એક ભીષણ રોડ અકસ્માત સર્જાયો. રસ્તાના કિનારે ઊભેલી સ્કોર્પિયો ગાડી પર એક લોડેડ ટ્રક પલટી ગયો જેના કારણે 8 લોકોએ જીવ ગુમાવ્યા. તેમાંથી બે લોકો હજુ પણ ગાડીમાં ફસાયેલા હોવાની આશંકા છે. મળતી માહતી મુજબ સ્કોર્પિયો ગાડી એક લગ્ન સમારોહમાંથી પાછી ફરી રહી હતી. ઘટના સ્થળે હાલ ભારે સંખ્યામાં પોલીસ તૈનાત છે. ગાડીમાં ફસાયેલા ડેડ બોડીને બહાર કાઢવા માટે ક્રેન અને ગેસ કટરની મદદથી ટ્રકને હટાવવામાં આવી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Farmers Protest: ખેડૂતો-સરકાર વચ્ચે બેઠકનું કોઈ પરિણામ નહીં, દિલ્હી બોર્ડર પર ખેડૂતો અડીખમ 


ગાડીમાં મહિલાઓ અને બાળકો
અકસ્માત કડાધામ પોલીસ સ્ટેશન હદના દેવીગંજ ચાર રસ્તે થયો. જાન કોખરાજાના શહજાદપુરથી સિરાથૂમાં તૈનાત લેખપાલના ઘરેથી આવી રહી હતી. આ દરમિયાન સ્કોર્પિયોમાં મહિલાઓ અને બાળકો હતા. આ ગાડી દેવીગંજ ચાર રસ્તે ઊભી હતી. અચાનક ટ્રક તેના પર પલટી ગઈ. 


INDIA-CHINA STANDOFF: LAC પર કડકડતી ઠંડી સામે ચીની સૈનિકો પસ્ત, બચવા માટે કરી રહ્યા છે આ કામ


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube