INDIA-CHINA STANDOFF: LAC પર કડકડતી ઠંડી સામે ચીની સૈનિકો પસ્ત, બચવા માટે કરી રહ્યા છે આ કામ

INDIA-CHINA FACEOFF: પૂર્વી લદાખમાં line of acctual control પર મહિનાથી ચાલી રહેલા સંઘર્ષની વચ્ચે કડકડતી ઠંડીમાં પણ ભારત અને ચીનના સૈનિકો તહેનાત છે. જોકે ચીની સૈનિકો માટે હાડ થીજાવતી ઠંડીમાં ટકી રહેવું મુશ્કેલ થઈ રહ્યું છે.

INDIA-CHINA STANDOFF: LAC પર કડકડતી ઠંડી સામે ચીની સૈનિકો પસ્ત, બચવા માટે કરી રહ્યા છે આ કામ

નવી દિલ્હી: પૂર્વ લદાખમાં  LAC પર ચાલી રહેલા તણાવની વચ્ચે ભારત અને ચીન બંનેના હજારો સૈનિક હાડ થીજાવતી ઠંડી છતાં તહેનાત છે. જો કે એવું લાગે છે કે કડકડતી ઠંડીમાં ચીની સૈનિકોનો જુસ્સો ઠંડો પડવા લાગ્યો છે. ફોરવર્ડ પોઝિશન પર તેમના સૈનિકો દરરોજ બદલાઈ રહ્યા છે. જ્યારે ભારત તરફથી તેમના લોકેશન્સ પર સૈનિક ઘણા લાંબા સમય સુધી ટકી રહે છે.

LACની ફોરવર્ડ પોસ્ટ પર તહેનાત આપણા જવાન ચીની સૈનિકોની સરખામણીમાં ઘણા સમય સુધી તહેનાત રહે છે. કડકડતી ઠંડી અને આવા તાપમાનમાં ઘટાડો થવાના કારણે ચીને પોતાના જવાનોને દરરોજ રોટેટ કરવા મજબૂર થવું પડી રહ્યું છે.

સીઝનનો સામનો કરવા માટે ભારતીય જવાનોને ચીન પર સ્પષ્ટ સરસાઈ મળેલી છે. કેમ કે મોટી સંખ્યામાં આપણા જવાનો લદાખ અને સિયાચિનમાં પહેલાંથી જ ડ્યૂટી કરી રહ્યા છે. સિયાચિનમાં દુનિયાનું સૌથી ઉંચાઈવાળું રણમેદાન છે. જ્યાં સૈનિક તહેનાત હોય છે.

ચાલબાઝ ચીને આ વર્ષે એપ્રિલ-મે મહિનામાં એલએસી પર આક્રમકતા અપનાવતાં લગભગ 60 હજાર જવાનોને પૂર્વી લદાખ સેક્ટરમાં તહેનાત કરી દીધા. ટેન્ક અને ભારે હથિયારોથી સજ્જ આ સૈનિક ભારતીય ક્ષેત્રમાં અતિક્રમણ કર્યું અને ત્યાં પોઝિશન લીધી. જવાબમાં ભારતે પણ લગભગ તેટલાં જ સૈનિકોને તહેનાત કરી દીધા. જેથી ચીનની આગળ કોઈપણ પ્રકારની અવળચંડાઈને રોકી શકાય.

તેની વચ્ચે તણાવ ઓછો કરવા અને અથડામણ ખતમ કરવા માટે બંને પક્ષોની વચ્ચે વાતચીતનો સિલસિલો ચાલુ છે. બંને દેશોની વચ્ચે અત્યાર સુધી કોર કમાન્ડર લેવલની 7 રાઉન્ડની સૈન્ય વાતચીત થઈ ચૂકી છે. 15 જૂને પૂર્વી લદાખની ગલવાન  ઘાટીમાં ભારતીય અને ચીની સૈનિકોની વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. જેમાં ચીની સૈનિકોની સાથે આપણા 20 જવાન શહીદ થયા હતા. ભારત ઈચ્છે છે કે પેંગોંગ તળાવના દક્ષિણી કિનારે તેમના સૈનિકોની પીછેહઠ પહેલાં ચીની સૈનિક ફિંગર એરિયામાં પાછા જાય.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news