ધોરણ-10ની એક વિદ્યાર્થિનીએ ઘરમાંથી 75 તોલા સોનાની ચોરી કરી મિત્રોને ગિફ્ટમાં આપી દીધું
યુવતીને ખ્યાલ હતો કે તેના ઘરમાં સોનું રાખેલું છે. તેણે બધાની નજરથી બચીને આશરે 37 લાખ રૂપિયાની કિંમતનું 75 તોલા સોનું ઘરમાંથી કાઢ્યુ અને સોશિયલ મીડિયા ફ્રેન્ડને ગિફ્ટ કરી દીધું.
તિરૂવનંતપુરમઃ સોશિયલ મીડિયા (Social Media) ની લત અને દોસ્તી નિભાવવાના ચક્કરમાં એક ધોરણ-10ની વિદ્યાર્થિની ચોર બની ગઈ. પરંતુ તેણે કોઈ બીજાના ઘરે નહીં પોતાના ઘરમાંથી સોનું ચોરીને પોતાના મિત્રો વચ્ચે વેચી દીધુ છે. કેરલના તિરૂવનંતપુરમમાં (Thiruvananthapuram) રહેતી આ વિદ્યાર્થિનીએ પોતાના ઓનલાઇન મિત્રોને 75 તોલા સોનું ગિફ્ટમાં આપી દીધું. જ્યારે પરિવારજનોને તેની ખબર પડી તો તેના પગ નિચેથી જમીન સરકી ગઈ હતી.
એક Post પોસ્ટથી આવી ગયા હતા નજીક
એશિયા નેટ ન્યૂઝના રિપોર્ટ પ્રમાણે 15 વર્ષની વિદ્યાર્થિનીએ સોશિયલ મીડિયા પર શિબીન નામના એક વ્યક્તિ સાથે મિત્રતા કરી હતી. હકીકતમાં શિબીને પોતાની આર્થિક તંગીને લઈને એક પોસ્ટ કરી હતી. આ પોસ્ટને જોઈને વિદ્યાર્થિનીએ તેની સાથે વાત કરી અને બાદમાં બંને નજીક આવી ગયા હતા. શિબીનની આર્તિક મુશ્કેલી દૂર કરવા માટે તેણે પોતાના ઘરમાં રાખેલું સોનું ભેટમાં આપી દેવાનો નિર્ણય કર્યો હતો.
આ પણ વાંચોઃ ભીંડાની ખેતી કરીને માલામાલ બની ગયો આ ખેડૂત, એક કિલોના મળે છે 800 રૂપિયા, તમે પણ અજમાવો
આ રીતે સામે આવ્યો મામલો
યુવતીને ખ્યાલ હતો કે તેના ઘરમાં સોનું રાખેલું છે. તેણે બધાની નજરથી બચીને આશરે 37 લાખ રૂપિયાની કિંમતનું 75 તોલા સોનું ઘરમાંથી કાઢ્યુ અને સોશિયલ મીડિયા ફ્રેન્ડને ગિફ્ટ કરી દીધું. શિબીને પોતાના માતાની મદદથી સોનું વેચી દીધું. બાદમાં શિબીન અને તેની માતાએ પોતાના ઘરનું રિનોવેશન કરાવ્યું અને બાકી બચેલા 9.8 લાખ રૂપિયા રાખી દીધા હતા. આશરે એક વર્ષ બાદ જ્યારે યુવતીની માતાને ઘરમાં સોનું ન મળ્યું તો તેણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
Police ની પૂછપરછમાં યુવતીએ કર્યો સ્વીકાર
પોલીસની પૂછપરછ દરમિયાન વિદ્યાર્થિની ભાંગી પડી અને તેણે સમગ્ર વાત જણાવી દીધી હતી. વિદ્યાર્થિનીના નિવેદન પર પોલીસે શિબીન અને તેના માતા શાજિલાની ધરપકડ કરી લીધી છે. યુવતીએ પોલીસને જણાવ્યું કે, તેણે એક વર્ષ પહેલા શિબીનને સોનું આપ્યું હતું. પોલીસ શિબીનના ઘરમાંથી 10 લાખ રૂપિયા જપ્ત કર્યા છે. પરંતુ આ મામલામાં એક નવો વળાંક ત્યારે આવ્યો જ્યારે શિબીને પોલીસને યુવતી વિશે કોઈ માહિતી આપી.
આ પણ વાંચોઃ 'આ શહેરમાં કોરોનાની ત્રીજી લહેર શરૂ થઈ ગઈ', જલ્દી પ્રતિબંધોની જાહેરાત કરાશે
બીજા મિત્રોને પણ આપ્યું સોનું
શિબીને પોલીતને નિવેદન આપ્યું કે, તેને 75 તોલા સોનું મળ્યું નથી. વિદ્યાર્થિનીએ તેને માત્ર 27 તોલા સોનું આપ્યું હતું. ત્યારબાદ પોલીસે ફરી યુવતીની પૂછપરછ કરી, જેમાં તેણે જણાવ્યું કે 75 તોલામાંથી 48 તોલા તેણે પલક્કડ જિલ્લામાં એક અન્ય યુવકને આપ્યું હતું. તે વ્યક્તિ સાથે યુવતીની મુલાકાત ઇન્સ્ટાગ્રામ પર થઈ હતી. પલક્કડ જિલ્લાના યુવકે સોનું મળતા તે યુવતીને ઇન્સ્ટાગ્રામ પર બ્લોક કરી દીધી હતી.
માતાના નિવેદન પર શંકા
તો પોલીસનું કહેવું છે કે વધુ જાણકારી ત્યારે સામે આવશે જ્યારે આરોપીને કસ્ટડીમાં લઈને પૂછપરછ કરવામાં આવશે. પોલીસ યુવતીની માતાના તે નિવેદનથી સહમત નથી કે તેને ખ્યાલ ન આવ્યો કે 75 તોલા સોનું એક વર્ષથી ગાયબ છે. હાલ પોલીસે પલક્કડ જિલ્લાના શખ્સની શોધખોળ શરૂ કરી દીધી છે. તો યુવતીની સોશિયલ મીડિયા પ્રોફાઇલની પણ તપાસ કરવામાં આવી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube