'આ શહેરમાં કોરોનાની ત્રીજી લહેર શરૂ થઈ ગઈ', મંત્રીએ કહ્યું- જલ્દી પ્રતિબંધોની જાહેરાત કરાશે
ભારતમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે અને આ બધા વચ્ચે કોવિડ-19ની ત્રીજી લહેરની દસ્તક દેશના આ રાજ્યમાં થઈ ગઈ હોવાનું કહેવાય છે.
Trending Photos
નાગપુર: ભારતમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે અને આ બધા વચ્ચે કોવિડ-19ની ત્રીજી લહેરની દસ્તક દેશના આ રાજ્યમાં થઈ ગઈ હોવાનું કહેવાય છે. આ વાતની જાણકારી રાજ્યના કેબિનેટ મંત્રીએ પોતે આપી અને સંકેત આપ્યા છે કે સ્થાનિક પ્રશાસન જલદી સંક્રમણની ગતિને રોકવા માટે પ્રતિબંધોની જાહેરાત કરી શકે છે.
ત્રીજી લહેર શરૂ!
વાત જાણે એમ છે કે મહારાષ્ટ્ર સરકારના કેબિનેટ મંત્રી નીતિન રાઉતે હાલમાં જ પોતાના અધિકારીઓ સાથે એક સમીક્ષા બેઠક કરી હતી. જેમાં રાજસ્વ, પોલીસ અને સ્વાસ્થ્ય સહિત અનેક સરકારી વિભાગોના વરિષ્ઠ પ્રશાસનિક અધિકારીઓ હાજર હતા. બેઠક બાદ નીતિન રાઉતે કહ્યું કે નાગપુરમાં કોરોના વાયરસની ત્રીજી લહેર પોતાના પગ જમાવી ચૂકી છે. કારણ કે બે દિવસમાં બેવડા અંકમાં સંક્રમણના કેસ જોવા મળી રહ્યા છે.
2-3 દિવસમાં લાગી શકે છે પ્રતિબંધો
ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાતચીતમાં નીતિન રાઉતે કહ્યું કે બેથી ત્રણ દિવસમાં અધિકારીઓ દ્વારા તારીખ નક્કી કર્યા બાદ દુકાનો અને અન્ય પ્રતિષ્ઠાનો પર ફરીથી પ્રતિબંધો લગાવવામાં આવશે. પ્રતિબંધ જરૂરી છે કારણ કે લોકોના જીવન બચાવવા એ અમારું મુખ્ય કર્તવ્ય છે.
નાગપુરમાં કોરોનાની સ્થિતિ
અત્રે જણાવવાનું કે નાગપુરમાં રવિવારે કોરોનાના 10 નવા કેસ સામે આવ્યા હતા. જ્યારે સોમવારે 13 નવા કેસ નોંધાયા હતા. આ આંકડાનો હવાલો આપતા નીતિન રાઉતે ત્રીજી લહેરની દસ્તકની વાત કરી. જિલ્લામાં કોરોનાના કેસ ઓછા થયા બાદ 17 ઓગસ્ટના રોજ પ્રતિબંધોમાં ઢીલ અપાઈ હતી.
સપ્ટેમ્બર મહિનામાં કોરોનાની ગતિ વધી
નાગપુર જિલ્લામાં ઓગસ્ટમાં કોવિડના માત્ર 145 કેસ સામે આવ્યા હતા. જ્યારે મહામારીથી ફક્ત 2 લોકોના મોત થયા હતા. સપ્ટેમ્બર મહિનામાં નવા કેસમાં તેજી જોવા મળી રહી છે. અત્યાર સુધીમાં જિલ્લામાં 42 કેસ નોંધાયા છે અને એક દર્દીનું મોત થયું છે. જિલ્લામાં સોમવારે સુધીમાં 56 એક્ટિવ કેસ હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે