એક્શનમાં ખટ્ટર સરકાર, મુખ્ય સચિવે માગી હરિયાણામાં ગાંધી પરિવારની જમીનોની જાણકારી
મુખ્ય સચિવે પૂછ્યુ કે શું આ ટ્રસ્ટોને પ્રદેશમાં કોઈ જમીન આપવામાં આવી છે અને જો આપવામાં આવી છે તો ક્યાં-ક્યાં અને કેટલી જમીન આ ટ્રસ્ટોને મળી છે.
ચંડીગઢઃ હરિયાણા સરકારે પ્રદેશમાં કોંગ્રેસ દ્વારા ચલાવવામાં આવી રહેલા રાજીવ ગાંધી ફાઉન્ડેશન, રાજીવ ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટ અને ઇન્દિરા ગાંધી મેમોરિયલ ટ્રસ્ટને આપવામાં આવેલી જમીનની જાણકારી મેળવવાનું શરૂ કર્યું છે. હરિયાણાના મુખ્ય સચિવે શહેરી અને સ્થાનીક નિગમના સચિવને પત્ર લખીને જલદી પ્રદેશમાં ત્રણેય ટ્રસ્ટને આપવામાં આવેલી જમીનની જાણકારી માગી છે.
મુખ્ય સચિવે પૂછ્યુ કે શું આ ટ્રસ્ટોને પ્રદેશમાં કોઈ જમીન આપવામાં આવી છે અને જો આપવામાં આવી છે તો ક્યાં-ક્યાં અને કેટલી જમીન આવ ટ્રસ્ટોને મળી છે.
ઘણા તહેવાર આવવાના છે, સંક્રમણ રોકવા માટે આપણે દરેક સાવધાની રાખવાની છેઃ પીએમ મોદી
શહેરી સ્થાનિક સંસ્થા વિભાગના સચિવે પણ પોતાના વિભાગના બધા અધિકારીઓને જલદીમાં જલદી જાણકારી ઉપલબ્ધ કરાવવાનો આદેશ આપ્યો છે. દેશભરમાં આ ત્રણેય ટ્રસ્ટની લેતીદેતી અને જમીનની તપાસ એક કેન્દ્રીય કમિટી કરી રહી છે. આ કમિટીએ હરિયાણા સરકાર પાસે આ જાણકારી માગી હતી. હાલમાં રાજીવ ગાંધી ફાઉન્ડેશન દ્વારા ચાઇના દૂતાવાસ પાસેથી ફંડ લેવાનો ખુલાસો થયા બાદ મામલાની તપાસ શરૂ કરવામાં આવી છે.
જુઓ LIVE TV
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube