ઘણા તહેવાર આવવાના છે, સંક્રમણ રોકવા માટે આપણે દરેક સાવધાની રાખવાની છેઃ પીએમ મોદી

મહત્વનું છે કે હાલના દિવસોમાં કોરોનાનું ટેસ્ટિંગ વધ્યું છે અને આ કારણે કેસ પણ વધારે સામે આવી રહ્યાં છે. પ્રધાનમંત્રીએ રવિવારે મન કી બાત કાર્યક્રમમાં કહ્યું હતું કે, કોરોના વાયરસનો ખતરો ટળ્યો નથી અને હજુ પણ તે એટલો ઘાતક છે જેટલો શરૂઆતમાં હતો. 
 
ઘણા તહેવાર આવવાના છે, સંક્રમણ રોકવા માટે આપણે દરેક સાવધાની રાખવાની છેઃ પીએમ મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા નોઇડા, કોલકત્તા અને મુંબઈમાં ભારતીય તબીબી સંશોધન પરિષદ (આઈસીએમઆર)ની ત્રણ નવી લેબનું ઉદ્ઘાટન કર્યું છે.
પીએમ મોદીએ કહ્યુ કે, આજે દેશના કરોડો નાગરિકો કોરોના વાયરસની વિરુદ્ધ લડી રહ્યાં છે. આજે જે હાઇટેક લેબ્સનું ઉદ્ઘાટન થયું છે. તેનાથી મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ અને ઉત્તર પ્રદેશને કોરોના વિરુદ્ધ લડાઈ લડવામાં વધુ ફાયદો થવાનો છે. 

પીએમ મોદીએ આગળ કહ્યુ કે, દિલ્હી-એનસીઆર, મુંબઈ અને કોલકત્તા આર્થિક ગતિવિધિના દ્રષ્ટિકોણથી ખુબ મહત્વપૂર્ણ છે. અહીં દેશના લાખો યુવા પોતાના સપનાને પૂરા કરવા આવે છે. તેવામાં દેશની હાલની ટેસ્ટ કેપિસિટીમાં 10000 નો વધારો થઈ જસે. હવે શહેરોમાં ટેસ્ટ વધુ ઝડપથી થઈ શકશે. આ લેબ્સ માત્ર કોરોના ટેસ્ટિંગ સુધી સીમિત નહીં રહે પરંતુ ભવિષ્યમાં એચઆઈવી, ડેન્ગ્યૂ સહિત અન્ય ખતરનાક બીમારીઓની તપાસ થશે. 

— ANI (@ANI) July 27, 2020

પીએમ મોદીએ પોતાના સંબોધનમા કહ્યુ કે, આવનારા સમયમાં ઘણા તહેવાર આવવાના છે. આ દરમિયાન આપણે ખુબ સાવચેતી રાખવાની જરૂર છે. આ સાથે ગરીબોને અનાજ મળે તે જરૂરી છે. જ્યાં સુધી કોરોનીની રસી ન મળે ત્યાં સુધી આપણે સોશિયલ ડિસ્ટેન્સિંગ, માસ્કનો પ્રયોગ વગેરે દ્વારા કોરોનાથી બચવું પડશે. 

મહત્વનું છે કે હાલના દિવસોમાં કોરોનાનું ટેસ્ટિંગ વધ્યું છે અને આ કારણે કેસ પણ વધારે સામે આવી રહ્યાં છે. પ્રધાનમંત્રીએ રવિવારે મન કી બાત કાર્યક્રમમાં કહ્યું હતું કે, કોરોના વાયરસનો ખતરો ટળ્યો નથી અને હજુ પણ તે એટલો ઘાતક છે જેટલો શરૂઆતમાં હતો. 

— ANI (@ANI) July 27, 2020

મહત્વનું છે કે હાલના દિવસોમાં કોરોનાનું ટેસ્ટિંગ વધ્યું છે અને આ કારણે કેસ પણ વધારે સામે આવી રહ્યાં છે. પ્રધાનમંત્રીએ રવિવારે મન કી બાત કાર્યક્રમમાં કહ્યું હતું કે, કોરોના વાયરસનો ખતરો ટળ્યો નથી અને હજુ પણ તે એટલો ઘાતક છે જેટલો શરૂઆતમાં હતો. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news