નવી દિલ્હી: ભારતને મંદિરોનો દેશ એમજ નથી કહેવામાં આવતો. અહીં એકથી એક સુંદર મંદિર છે જે શ્રદ્ધાળુઓનું મન મોહી લે છે. સાથે જ કેટલાક એવા મંદિર પણ છે જે ચમત્કારી (Miraculous Temple) હોવાની સાથે તેમની સાથે ઘણા રહસ્યો પણ જોડાયેલા છે. હિમાચલના કાંગડા સ્થિત જ્વાલા જી મંદિરમાં (Jwala ji temple) જ્યાં આદિકાળથી દીવો પ્રગટતો આવી રહ્યો છે. તો કર્ણાટકના એક મંદિરના પિલર્સમાંથી સંગીત સંભળાય છે. આવું જ એક અદ્દભુત મંદિર કાશ્મીરની સુંદર વાદીઓમાં જ્યાં આ મંદિરની અંદર સ્થિત ઝરણાનું પાણી રંગ બદલે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માતાને ચઢાવવામાં આવે છે ખીરનો ભોગ
જમ્મુ-કાશ્મીરની રાજધાની શ્રીનગરથી 24 કિલોમીટર દૂર ગાંદરબલ (Ganderbal) જિલ્લાના તુલ્લા મુલ્લા ગામે માતા રગન્યા દેવીનું મંદિર જેને ખીર ભવાની મંદિર (Kheer Bhawani temple) તરીકે પણ ઓળખવામાં આવે છે. તેનું કારણ એ છે કે દેવી માતાને અહીં ફક્ત ખીર ચઢાવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ખીર માતાને પ્રસન્ન કરે છે અને ભક્તોને પણ અહીં ખીરનો પ્રસાદ (Kheer as prasad) આપવામાં આવે છે. દર વર્ષે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મે મહિનામાં પૂનમના આઠમા દિવસે આ મંદિરે પહોંચે છે અને વાર્ષિક ઉત્સવ અને મેળાનું આયોજન કરવામાં આવે છે જેને ખીર ભવાની મેળો કહેવામાં આવે છે.


આ પણ વાંચો:- વૈભવી જીવન જીવી રહ્યું હતું કપલ, એક એવો નિર્ણય લીધો કે બની ગયું ગરીબ


હનુમાન જી માતા ભવાનીને લંકાથી કાશ્મીર લાવ્યા હતા
પૌરાણિક માન્યતાઓ અનુસાર, પ્રથમ ખીર ભવાની માતાનું મંદિર લંકામાં (Lanka) હતું અને રાવણ દેવીના પરમ ભક્ત હતો. પરંતુ જ્યારે રાવણ (Ravan) દેવી સીતાનું હરણ કરી તેમને લંકા લઈ આવ્યા તો ખીર ભવાની દેવી તેમના પર એટલા ગુસ્સે થયા હતા કે તેમણે લંકા છોડવાનું નક્કી કર્યું. જ્યારે હનુમાન જી (Lord Hanuman) સીતાની માતાની શોધમાં લંકા આવ્યા ત્યારે ખીર ભવાની માતાએ તેમને તેમની મૂર્તિ લંકાને બદલે કોઈ અન્ય જગ્યાએ સ્થાપિત કરવા કહ્યું. આ પછી, હનુમાન જીએ કાશ્મીરના તુલા મુલ્લામાં માતા દેવીની મૂર્તિની સ્થાપના કરી.


આ પણ વાંચો:- રાજકોટમાં કોરોના પોઝિટિવ દર્દીઓની દુર્દશા, હોસ્પિટલોમાંથી નથી બેડ કે નથી રેમડેસિવર ઈન્જેક્શન


મુશ્કેલી પડે ત્યારે રંગ બદલે છે અહીંના ઝરણાનું પાણી
આ મંદિરમાં એક ચમત્કારિક ઝરણું (Miraculous Spring) પણ છે, જેના વિશે કહેવામાં આવે છે કે, આ કાશ્મીરની ઘટનાઓની ભવિષ્યવાણી કરે છે. એવું કહેવામાં આવે છે કે જ્યારે કાશ્મીર ક્ષેત્રમાં કોઈ આફત આવવાની હોય છે ત્યારે આ ઝરણાનું પાણી તેનો રંગ બદલે છે અને તે કાળુ પડી જાય છે.
(નોટ: આ લેખમાં આપવામાં આવેલી સૂચનાઓ સામાન્ય જાણકારી અને માન્યતાઓ પર આધારિત છે. ZEE News તેની પુષ્ટિ કરતું નથી.)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube