ગોરખપુરઃ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની કર્મભૂમિ ગોરખપુરમાં પાંચમાં ધોરણના એક વિદ્યાર્થીનું અપહરણ કરીને હત્યા કરી દેવાની ઘટના સામે આવી છે. બાળકને અપહરણકર્તા પાસેથી મુક્ત કરાવવાનું ઓપરેશન ચલાવી રહેલી સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (એસટીએફ)એ બાળકનો મૃતદેહ કબજે કરી લીધો છે. ગુનેગારોની શોધખોળ ચાલી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જાણકારી પ્રમાણે ગોરખપુરના એક પાન વિક્રેતાના પુત્રનું 26 જુલાઈએ અપહરણ થયું હતું. અપહરણકર્ચા પાન વિક્રેતા પાસેથી એક કરોડની ખંડણી માગી હતી. મુખ્યમંત્રીની કર્મભૂમિમાં અપહરણની ઘટના સામે આવવા પર હરકતમાં આવેલી પોલીસે બાળકની શોધખોળ કરવા માટે ઘણી ટીમ બનાવી હતી. બાળકને અપહરણકર્તાની ઝપેટમાંથી છોડાવવા માટે એસટીએફને પણ એક્ટિવ કરી દેવામાં આવી હતી. પોલીસ ટીમ અને એસટીએફ દરોડા પાડતી રહી અને અપહરણકર્તાઓએ બાળકની હત્યા કરી દીધી છે. 


એસટીએફે બાળકનો મૃતદેહ કબજે કરી લીધો છે. પોલીસે જણાવ્યા પ્રમાણે રવિવારની સાંજે 5 કલાકની આસપાસ બાળકની હત્યા કરી હોવાની આશંકા છે. આ ઘટનાને લઈને વિપક્ષ કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધીએ યૂપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર હુમલો કર્યો છે. પ્રિયંકાએ ટ્વીટ કરીને સવાલ કર્યો છે કે શું યૂપીના મુખિયાએ સમાચાર જોવાનું છોડી દીધુ છે? શું ગૃહવિભાગમાં બેઠેલા લોકોની સામે આ સમાચાર જતા નથી?


એક્શનમાં ખટ્ટર સરકાર, મુખ્ય સચિવે માગી હરિયાણામાં ગાંધી પરિવારની જમીનોની જાણકારી


તો સમાજવાદી પાર્ટીએ પર સરકાર પર પ્રહાર કર્યાં છે. સપાના અધ્યક્ષ અખિલેશ યાદવે ટ્વીટ કરીને ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે. ઉલ્લેખનીય છે કે પ્રદેશમાં અપહરણ બાદ હત્યાની આ બીજી ઘટના છે. આ પહેલા કાનપુરમાં પણ અપહરણકર્તાઓએ લેબ ટેકનિશિયનનું અપહરણ કરીને હત્યા નિપજાવી હતી. એક અપહરણની ઘટના ગોંડામાં પણ સામે આવી હતી. પરંતુ ત્યાં પોલીસે બાળકને અપહરણકર્તાઓ પાસેથી છોડાવી લીધો હતો. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube