Attack on BJP Leader in Maharashtra: મહારાષ્ટ્રના રાજકારણમાં હાલ ખુબ ઉથલપાથલ જોવા મળી રહી છે. છેલ્લા બે દિવસમાં ભાજપના બે નેતાઓ પર હુમલાના અહેવાલ સામે આવ્યા છે. જેને લઈને મહારાષ્ટ્ર ભાજપ પ્રમુખ ચંદ્રકાન્ત પાટિલે સત્તાધારી શિવસેના પર ગંભીર આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે શું સરકાર મહારાષ્ટ્રમાં કેરળ કે બંગાળ જેવી સ્થિતિ બનાવવા ઈચ્છે છે?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપ પ્રમુખનો ગંભીર આક્ષેપ
ભાજપના પ્રદેશ પ્રમુખ ચંદ્રકાન્ત પાટિલે કહ્યું કે ભાજપના નેતા કિરિટ સોમૈયા પર હુમલો એ તેમનો મારવાનો પ્રયત્ન ન હતો? આ ઘટના પોલીસ મથક પરિસરમાં થઈ. હવે એમવીએ સરકાર પોલીસ સામે હિંસાનો પ્રચાર કરી રહી છે. શું તમે મહારાષ્ટ્રમાં કેરળ કે બંગાળ જેવી સ્થ્તિ બનાવવા માંગો છો? તેમણે વધુમાં કહ્યું કે 'એક દિવસ પહેલા મોહિત કંબોજ ઉપર પણ હુમલો થયો હતો. જો સરકાર, પ્રશાસન અને પોલીસની મદદથી કાયદો-વ્યવસ્થાની સ્થિતિ ખરાબ કરશે તો ભાજપ એ જ રીતે જવાબી કાર્યવાહી કરશે. અમારા કાર્યકરો ચૂપ નહીં રહે.'


કિરિટ સોમૈયા પર હુમલો
અત્રે જણાવવાનું કે ભાજપના પૂર્વ સાંસદ કિરિટ સોમૈયા શનિવારે રાત્રે જ્યારે મુંબઈના ખાર પોલીસ સ્ટેશનથી પાછા ફરી રહ્યા હતા ત્યારે તેમની એસયુવી પર શિવસેનાના કાર્યકરોએ જૂતા અને પાણીની બોટલો ફેંકી. સોમૈયા અપક્ષ સાંસદ નવનીત રાણા અને તેમના વિધાયક પતિ રવિ રાણાને મળવા માટે પોલીસ સ્ટેશન ગયા હતા. ભાજપના નેતાએ ટ્વીટ કરીને જાણકારી આપી કે શિવસેનાના ગુંડાઓ દ્વારા કરાયેલા હુમલામાં તેઓ ઘાયલ થયા છે. સોમૈયાએ આ ઘટના અંગે બાન્દ્રા પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાવી છે. 


આ દિગ્ગજ નેતાએ કાઢ્યો બળાપો, કહ્યું- 'વિદેશી નેતા આવે છે ભારત, પણ જાય છે ફક્ત ગુજરાત'


OMG! 17 વર્ષની કિશોરીએ બાળકીને જન્મ આપ્યો, પિતા વિશે જેણે પણ સાંભળ્યું...કહ્યું- આવું કેવી રીતે શક્ય?


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube