કરૌલી: રાજસ્થાનના કરૌલી (Karauli)માં પૂજારીને જીવતો સળગાવી દેવાની ઘટના બાદ ભારતીય જનતા પાર્ટી (BJP)એ ધરણા પ્રદર્શન શરૂ કર્યું છે. ભાજપના રાજ્યસભાના સાંસદ કિરોદિલાલ મીના (kirori mal meena) પૂજારીના ગામમાં સેંકડો લોકો સાથે ધરણા પર બેઠા છે. પૂજારીની હત્યા કેસમાં રાજસ્થાન સરકારને નિશાન બનાવીને ભાજપે કાયદો અને વ્યવસ્થા પર સવાલ ઉઠાવ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- મુસલમાનો પર ખુલ્લીને બોલ્યા RSS સંઘ પ્રમુખ મોહન ભાગવત, જાણો 10 મોટી વાતો


પૂજારીના પરિવારે કરી આ માંગ
પુજારી બાબુલાલ વૈષ્ણવના પરિવારમાં તેમની પત્ની ઉપરાંત  6 પુત્રીઓ અને એક પુત્ર છે. પરિવારે ગુનેગારોને કડક સજા કરવાની માંગ કરી છે. પુજારીની પત્ની વિમલા દેવીએ ન્યાયની માંગ કરતા કહ્યું હતું કે ગુનેગારોને ફાંસી આપવી જોઇએ. અન્ય એક સબંધીએ માંગ પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને તંત્ર પાસેથી પરિવારને 50 લાખ રૂપિયા અને બાબુલાલના પુત્રને સરકારી નોકરીની માંગ કરી.


આ પણ વાંચો:- રાજસ્થાન: પૂજારીને સળગાવી દેવાયા બાદ મુશ્કેલીમાં ગેહલોત સરકાર, જાણો BJPનો પ્લાન


જાણો શું છે સમગ્ર મામલો
કારૌલી (Karauli)ના સપોટરા વિસ્તારના બુકણા ગામે મંદિરની જમીન કબજે કરવા માટે કૈલાસ પુત્રો કાડુ મીણા, શંકર, નમો, રામલખાન મીણા વગેરે છાપરા નાખી રહ્યાં હતા. પૂજારી (Temple Priest)એ અપરાધીઓને અતિક્રમણ કરતા અટકાવ્યા તો તેમણે પેટ્રોલ છાંટી સળગાવી દીધો હતો. આ આગમાં પૂજારીનું શરીર ઘણી જગ્યાએથી દાઝી ગયું. પરિવારે પૂજારીને પહેલા સપોટરા હોસ્પિટલમાં દાખલ કર્યા, પરંતુ પરિસ્થિતિ નાજુક જણાતા તેને જયપુર રિફર કરાયો હતો. જયપુરમાં સારવાર દરમિયાન ગુરુવારે સાંજે સાત વાગ્યે પૂજારીનું મોત નીપજ્યું હતું.


રેલવેએ ટિકીટના નિયમોમાં કર્યો મોટો બદલાવ, આજથી થશે લાગુ


પોલીસે એક આરોપીને પકડ્યો, 5 ફરાર
પૂજારીના નિવેદન બાદ સપોટરા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાઈ હતી, ત્યારબાદ પોલીસે મુખ્ય આરોપી કૈલાશ મીણાની ધરપકડ કરી હતી, પરંતુ અન્ય 5 આરોપી હજી ફરાર છે. પોલીસે જણાવ્યું હતું કે કેટલાક લોકો મંદિરની જમીનમાં કબજો કરી રહ્યા હતા. આ અંગે ઘણા સમયથી વિવાદની સ્થિતિ હતી. આ મામલે ગ્રામજનોએ પંચાયત પણ કરી હતી, જેમાં પંચ પટેલોએ મંદિરની જમીનના કબજો કરનારાઓને અતિક્રમણ ન કરવા અને કબજો હટાવવા કહ્યું હતું, પરંતુ અતિક્રમણ કરનારાઓએ પંચ પટેલોની વાત સાંભળી ન હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube