રેલવેએ ટિકીટના નિયમોમાં કર્યો મોટો બદલાવ, આજથી થશે લાગુ

નવા બદલાવ અંતર્ગત હવે ટ્રેનોમાં ટિકીટ આરક્ષણનો બીજો ચાર્ટ (Reservation Chart)  ટ્રેનના સ્ટેશનથી દોડવાના અડધા કલાક પહેલા જાહેર કરવામાં આવશે

રેલવેએ ટિકીટના નિયમોમાં કર્યો મોટો બદલાવ, આજથી થશે લાગુ

ઝી મીડિયા/બ્યૂરો :કોરોનાકાળમાં મુસાફરોને રાહત આપવા માટે ભારતીય રેલવે(Indian Railway) એ ટિકીટ આરક્ષણને લઈને મોટો બદલાવ કર્યો છે. જે આજે શનિવારથી લાગુ થવા જઈ રહ્યો છે. નવા બદલાવ અંતર્ગત હવે ટ્રેનોમાં ટિકીટ આરક્ષણનો બીજો ચાર્ટ (Reservation Chart)  ટ્રેનના સ્ટેશનથી દોડવાના અડધા કલાક પહેલા જાહેર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસની મહામારીને પગલે થોડા મહિના પહેલા રેલવેએ આ સમય બે કલાકનો કરી દીધો હતો. 

4 કલાક પહેલા તૈયાર થતુ હતું આરક્ષણ ચાર્ટ
એક નિવેદનમાં ભારતીય રેલવેએ કહ્યું કે, કોવિડ-19ની મહામારી આવતા પહેલના દિશા-નિર્દેશો અંતર્ગત પહેલી આરક્ષણ ટ્રેનો માટે નિર્ધારિત પ્રસ્થાન સમયથી ઓછામાં ઓછા ચાર કલાક પહેલા તૈયાર કરવામાં આવતુ હતું. જેથી ઉપલબ્ધ બર્થ દ્વિતીય આરક્ષણ ચાર્ટના તૈયાર થવા સુધી ‘વહેલા તે પહેલા’ ના આધાર પર પીઆરએસ કાઉન્ટર અને ઈન્ટરનેટના માધ્યમથી બૂક (Ticket Booking) કરાવી શકાશે. 

કોરોના મહામારીથી પહેલા આ નિયમ હતો
રેલવેએ કહ્યું કે, દ્વિતીય આરક્ષણ ચાર્ટ ટ્રેનોના નિર્ધારિત/પરિવર્તિત પ્રસ્થાન સમયથી 30 મિનીટથી લઈને પાંચ મિનીટ પહેલા સુધી તૈયાર કરવામાં આવતો હતો. પહેલેથી ટિકીટ પણ રિફંડના પ્રાવધાનો અનુસાર, આ દરમિયાન કેન્સલ કરવાની અનુમતિ હતી. કોરોના વાયરસને કારણે બીજુ આરક્ષણ ચાર્ટ બનાવવાનો સમય ટ્રેનોના નિર્ધારત/પરિવર્તિત પ્રસ્થાન સમયથી અડધા કલાક પહેલેથી વધારીને બે કલાક પહેલા કરવાનો નિર્દેશ આપ્યો હતો. 

ઝોનલ રેલવેના કહેવા પર લેવાયો આ નિર્ણય
રેલવેએ જણાવ્યું કે, મુસાફરોની સુવિધા માટે ઝોનલ રેલવેના કહેવા પર આ મામલે વિચાર કરવામાં આવ્યો છે. તેમજ નક્કી કરાયું છે કે, બીજો આરક્ષણ ચાર્ટ ટ્રેનોના નિર્ધારિત/પરિવર્તિત પ્રસ્થાન સમયથી ઓછામાં ઓછા અડધા કલાક પહેલા તૈયાર કરવામાં આવે. રેલવેએ જણાવ્યું કે, હવે નવા નિયમના હિસાબે ઓનલાઈન અને પીઆરએસ ટિકીટ કાઉન્ટર પર ટિકીટ બુકિંગ સુવિધા બીજા આરક્ષણ ચાર્ટના તૈયાર થતા પહેલા ઉપલબ્ધ થશે. તેના માટે સીઆરઆઈએસ સોફ્ટવેરમાં જરૂરી બદલાવ કરવામાં આવ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news