નવી દિલ્હીઃ Kisan Andolan: કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદાની વિરુદ્ધ કિસાનોનું આંદોલન જારી છે. આ વચ્ચે ભારતીય કિસાન યુનિયન (BKU) ના રાકેશ ટિકૈતે (Rakesh Tikait) કહ્યુ કે પાછલા વર્ષે સરકાર દ્વારા પસાર ત્રણ કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા કિસાન 14 અને 15 ઓગસ્ટે ટ્રેક્ટરોથી ગાઝીપુર બોર્ડર પર જશે જ્યાં તે સ્વતંત્રતા દિવસ પર ધ્વજ ફરકાવશે. આ સિવાય કિસાન નેતાએ પોતાના આંદોલનને બીજા રાજ્યો સુધી વધારવાની પણ વાત કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમણે કહ્યું કે, બે જિલ્લાથી દિલ્હી માટે ટ્રેક્ટર જશે. ટિકૈતે ફરી કહ્યુ કે, અમે 26 જાન્યુઆરીએ તિરંગો હટાવ્યો નથી. આ દરમિયાન ટિકૈતે પછી કહ્યુ કે, જ્યાં સુધી ત્રણ કૃષિ કાયદાને પરત લેવામાં આવશે નહીં, ત્યાં સુધી તેનું આદોલન ચાલતુ રહેશે.


Video: અસમ-મિઝોરમ સરહદ પર બબાલ, બંને રાજ્યોના મુખ્યમંત્રી આમને-સામને


ટિકૈતે કહ્યુ કે, આંદોલન આજથી ફરી શરૂ થઈ ચુક્યુ છે. 5 સપ્ટેમ્બરે મોટી પંચાયત કરીશું. ત્યાંથી મોટી બેઠકોની જાહેરાત થશે. પહેલા અમે પ્રદેશમાં 18 મોટી પંચાયતો કરીશું ત્યારબાદ જિલ્લામાં નાની બેઠકોનું આયોજન કરવામાં આવશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube