નવી દિલ્હીઃ દર વર્ષે સ્વતંત્રતા દિવસના અવસર પર પ્રધાનમંત્રી (Prime Minister) લાલ કિલ્લા (Red Fort) ની પ્રાચીરથી રાષ્ટ્રધ્વજ ફરકાવે છે. આ ઐતિહાસિક ઇમારતની તે પ્રાચીર પર ગણતંત્ર દિવસના દિવસે કોઈ અન્ય ધ્વજ ફરકી રહ્યો હતો. કારણ હતું કે કેટલાક પ્રદર્શનકારી કિસાન સરકારને સંદેશ આપવા ઈચ્છતા હતો. ટ્રેક્ટર રેલી  (Kisan Tractor Rally) માં તોફાનો કર્યા બાદ જ્યારે કિસાનો લાલ કિલ્લા પર પહોંચ્યા તો જાણો ઘર્ષણ વધી ગયું હતું. કેટલાક ઉપદ્રવી લાલ કિલ્લાની પ્રાચીર પર ચઢી ગયા અને તે જગ્યાએ ઝંડો ફરકાવી દીધો જ્યાં દર વર્ષે તિરંગો ફરકાવવામાં આવે છે. આ તે જગ્યા છે જ્યાં ઉભા રહીને દર વર્ષે પ્રધાનમંત્રી રાષ્ટ્રના નામે સંદેશ આપે છે. સંદેશ તો આજે પણ આપવામાં આવ્યો, પરંતુ આ સંદેશ ખરેખર શરમજનક છે. આ ઐતિહાસિક સ્મારકના ગુંબજો પર પણ ઝંડા લગાવી દેવામાં આવ્યા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેટલાક કિસાનોની આ હરકતની થઈ રહી છે આલોચના
લાલ કિલ્લાની પ્રાચીર પર કોઈ અન્ય ઝંડો ફરકતો જોઈ લોલો ચોંકી ગયા. કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે ટ્વીટ કર્યુ, 'સૌથી દુર્ભાગ્યપૂર્ણ. મેં શરૂઆતથી કિસાનોના પ્રદર્શનનું સમર્થન કર્યુ છે પરંતુ હું અરાજકતાને નજરઅંદાજ ન કરી શકુ. ગણતંત્ર દિવસ પર કોઈ અન્ય ઝંડો નહીં, માત્ર તિરંગો લાલ કિલ્લા પરથી ફરકવો જોઈએ.' કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા જયવીર શેરગિલે પણ આ વાત કહી. ભાજપના નેતા રમેશ નાયડૂએ લખ્યુ, દિલ્હીની સરહદો પર શરૂ થયેલી ભીડે પોલીસ બેરિકેડ્સ તોડ્યા, તલવારો કાઢી. ત્યાં સુધી કે આપણા સુરક્ષા દળોના વિરોધ છતાં લાલ કિલ્લા પર પહોંચી ગયા. 


Farmers Tractor Rally: ટ્રેક્ટર પરેડ દરમિયાન હંગામો, કિસાનો બેકાબૂ થયા બાદ અનેક મેટ્રો સ્ટેશન બંધ


લાઠીચાર્જ, ટિયર ગેસનો લેવો પડ્યો સહારો
હજારો કિસાન રાષ્ટ્રીય રાજધાનીમાં ચાલીને અને ટ્રેક્ટર પર સવાર થઈને ઘુસી ગયા હતા. અર્ધસૈનિક દળો અને દિલ્હી પોલીસે નિયંત્રિત કરવા માટે ખુબ મહેનત કરવી પડી રહી છે. ટ્રેક્ટર રેલી અને પ્રદર્શનકારીઓને રોકવા માટે પોલીસે ટિયર ગેસના સેલ છોડવા પડ્યા તો લાઠીચાર્જ કરવો પડ્યો હતો. પ્રદર્શનકારીએ ત્રણ રાજ્યો દિલ્હી, હરિયાણા અને ઉત્તર પ્રદેશના અધિકારીઓ અને પોલીસની સાથે સમજુતિનું પાલન કર્યુ નથી. 


લાલ કિલ્લામાં કિસાનોનો ધ્વજ ફરકાવવો ખોટો
કિસાનોની હિંસા પર યોગેન્દ્ર યાદવે કહ્યુ, અમે તપાસ કરીશું કે આંદોલનમાં હિંસા કોણે ફેલાવી. કિસાનોની બબાલ શરમનો વિશય છે, લાલ કિલ્લાના પ્રાચીરમાં કિસાનોનો ઝંડો ફરકાવવો ખોટો છે. પ્રદર્શનકારી કિસાનોને શાંતિની અપીલ કરુ છું. 


Farmers tractor Rally: હિંસક બન્યા કિસાનો, યોગેન્દ્ર યાદવે હાથ જોડી શાંતિપૂર્ણ પ્રદર્શન કરવાની અપીલ કરી


કિસાન નેતાઓ પાછળ હટી ગયા
પ્રદર્શનકારીઓના હંગામા અને પોલીસ પર ટ્રેક્ટર ચઢાવવાના પ્રયાસ પર કિસાન નેતાઓ પોતાની જવાબદારીથી દૂર થઈ ગયા છે. ભારતીય કિસાન યુનિયનના રાકેશ ટિકૈતે કહ્યુ કે, તેમને હિંસાની કોઈ જાણકારી નથી. ભારતીય કિસાન યુનિયનના પ્રવક્તા રાકેશ ટિકૈતે કહ્યુ, રેલી શાંતિપૂર્ણ થઈ રહી છે. મને તેની (હિંસક ઘર્ષણ) ની કોઈ જાણકારી નથી. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube