એક શરતને કારણે બન્યું હતું ભારતની ઊંચી પહાડીઓ પર આ મંદિર
ભારત (India) ધાર્મિક દેશ છે, જ્યાં દરેક શેરી-મહોલ્લામાં મંદિર (Temples) મળી આવે છે. તેમાંના કેટલાકનો પોતાનો ઈતિહાસ અને માન્યતા છે. ભોપાલ શહેરમાં શ્રી લક્ષ્મી નારાયણ મંદિર (માં શ્રદ્ધાથી માથુ ટેકવવુ અને પોતાના પરિવાર સાથે સારો સમય વિતાવવો એક સારો અનુભવ આપે છે. આ મંદિર બનવા પાછળની કહાની મજેદાર છે. તમને જણાવી દઈએ કે, અરેરા પહાડીઓ પર બનેલા આ મંદિરની સ્થાપના ભારતના ટોચના ઉદ્યોગપતિ એવા બિરલા પરિવાર દ્વારા કરવામાં આવી હતી. આ મંદિરમાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી ઉપરાંત ભગવાન શિવ અને અન્ય દેવીદેવતાઓની પત્થરની મૂર્તિઓ પણ સ્થાપિત છે.
નવી દિલ્હી :ભારત (India) ધાર્મિક દેશ છે, જ્યાં દરેક શેરી-મહોલ્લામાં મંદિર (Temples) મળી આવે છે. તેમાંના કેટલાકનો પોતાનો ઈતિહાસ અને માન્યતા છે. ભોપાલ શહેરમાં શ્રી લક્ષ્મી નારાયણ મંદિર (માં શ્રદ્ધાથી માથુ ટેકવવુ અને પોતાના પરિવાર સાથે સારો સમય વિતાવવો એક સારો અનુભવ આપે છે. આ મંદિર બનવા પાછળની કહાની મજેદાર છે. તમને જણાવી દઈએ કે, અરેરા પહાડીઓ પર બનેલા આ મંદિરની સ્થાપના ભારતના ટોચના ઉદ્યોગપતિ એવા બિરલા પરિવાર દ્વારા કરવામાં આવી હતી. આ મંદિરમાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી ઉપરાંત ભગવાન શિવ અને અન્ય દેવીદેવતાઓની પત્થરની મૂર્તિઓ પણ સ્થાપિત છે.
પાટનગર દિલ્હીમાં વસે છે એક નાનકડું ગુજરાત, જ્યાં ગુજરાતી મહિલાઓ કરી રહી છે નવરાત્રિની તૈયારીઓ
આ મંદિરનું શિલાન્યાસ વર્ષ 1690મા મધ્ય પ્રદેશના તત્કાલીન મુખ્યમંત્રી ડો.કૈલાશનાથ કાત્જૂએ કર્યું હતું. તેનું ઉદઘાટન વર્ષ 1964માં મુખ્યમંત્રી દ્વારકાપ્રસાદ મિશ્ર દ્વારા કરાયું હતું. કહેવામાં આવે છે કે, પૂર્વ મુખ્યમંત્રી કાત્જૂએ બિરલા પરિવારને ઉદ્યોગ સ્થાપિત કરવા માટે જમીન આપવાની સાથે એક શરત રાખી હતી કે, મધ્ય પ્રદેશની આ દુર્ગમ પહાડી વિસ્તારમાં એક ભવ્ય મંદિરનું નિર્માણ કરાવે.
ગુજરાતમાં 4 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીની તારીખ જાહેર, 21 ઓક્ટોબરે થશે મતદાન
અરેરા પહાડી પર લગભગ પાંચ દાયકા પહેલા બનેલું શ્રી લક્ષ્મી નારાયણ મંદિર ધાર્મિક આસ્થાનું કેન્દ્ર રહ્યું છે. અંદાજે 7-8 એકર પહાડી વિસ્તારમાં ફેલાયેલા આ મંદિરની ખ્યાતિ દેશ અને પ્રદેશના વિવિધ વિસ્તારોમાં ફેલાયેલી છે. મંદિરની અંદર વિવિધ પૌરાણિક દ્રશ્યોને સંગેમરમર પર કંડારવામાં આવ્યા છે. જે બહુ જ મનમોહક છે. આ સાથે જ અહીં ગીતા અને રામાયણ ઉપદેશ પણ અંકિત કરવામાં આવ્યા છે. મંદિરમાં મંડપ, મહામંડપ અને પરિક્રમાપથની દિવાલો પર વેદ, ગીતા, રામાયણ, મહાભારત અને પુરાણ વગેરેના શ્લોક લખાયેલા છે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :