પાટનગર દિલ્હીમાં વસે છે એક નાનકડું ગુજરાત, જ્યાં ગુજરાતી મહિલાઓ કરી રહી છે નવરાત્રિની તૈયારીઓ

નવરાત્રિ (Navratri 2019) આવવાના બે મહિના પહેલાથી જ ગુજરાત (Gujarat) માં નવરાત્રિની તૈયારીઓ શરૂ થઈ જતી હોય છે. વિશ્વના ખૂણે ખૂણે વસતા ગુજરાતીઓ (Gujarati) નવરાત્રિનો તહેવાર અચૂક ઉજવે છે. વિદેશોમાં નવરાત્રિનું ખાસ આયોજન થાય છે. પરંતુ ભારતના ગુજરાત સિવાયના રાજ્યોમાં પણ ગુજરાતીઓ વસે છે, આ રાજ્યોમાં પણ નવરાત્રિનો તહેવાર અનેરુ આકર્ષણ બની જતું હોય છે. ભારતના અન્ય રાજ્યોમાં પણ નવરાત્રિનો ઉત્સવ ઉજવાય છે. ત્યારે દિલ્હી (Delhi)માં વસતા ગુજરાતીઓ માટે નવરાત્રિ વિશેષ બની જાય છે. દિલ્હીના પ્રિતનપુરા વિસ્તારમાં તો ગુજરાત એપાર્ટમેન્ટ (Gujarat Apartment) જ આવેલું છે, જ્યાં હાલ નવરાત્રિનો જોશ હાઈ પર છે. 
પાટનગર દિલ્હીમાં વસે છે એક નાનકડું ગુજરાત, જ્યાં ગુજરાતી મહિલાઓ કરી રહી છે નવરાત્રિની તૈયારીઓ

હિતેન વિઠલાણી/દિલ્હી :નવરાત્રિ (Navratri 2019) આવવાના બે મહિના પહેલાથી જ ગુજરાત (Gujarat) માં નવરાત્રિની તૈયારીઓ શરૂ થઈ જતી હોય છે. વિશ્વના ખૂણે ખૂણે વસતા ગુજરાતીઓ (Gujarati) નવરાત્રિનો તહેવાર અચૂક ઉજવે છે. વિદેશોમાં નવરાત્રિનું ખાસ આયોજન થાય છે. પરંતુ ભારતના ગુજરાત સિવાયના રાજ્યોમાં પણ ગુજરાતીઓ વસે છે, આ રાજ્યોમાં પણ નવરાત્રિનો તહેવાર અનેરુ આકર્ષણ બની જતું હોય છે. ભારતના અન્ય રાજ્યોમાં પણ નવરાત્રિનો ઉત્સવ ઉજવાય છે. ત્યારે દિલ્હી (Delhi)માં વસતા ગુજરાતીઓ માટે નવરાત્રિ વિશેષ બની જાય છે. દિલ્હીના પ્રિતનપુરા વિસ્તારમાં તો ગુજરાત એપાર્ટમેન્ટ (Gujarat Apartment) જ આવેલું છે, જ્યાં હાલ નવરાત્રિનો જોશ હાઈ પર છે. 

ગુજરાતમાં 4 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીની તારીખ જાહેર, 21 ઓક્ટોબરે થશે મતદાન 

28 સપ્ટેમ્બરથી દેશભરમાં નવરાત્રિની ધૂમ મચાશે. આવામાં ગુજરાતની સાથે દિલ્હીમાં વસતા ગુજરાતીઓ પણ તૈયારીમાં લાગી ગયા છે. દિલ્હીમાં રહેતા ગુજરાતીઓએ ગુજરાતી સંસ્કૃતિને જાળવી રાખી છે. અહીં નવરાત્રિની દર વર્ષે આતુરતાથી રાહ જોતા હોય છે. નવરાત્રિના એક મહિના પહેલાથી જ દિલ્હીના પિતમપુરા વિસ્તારમાં આવેલ ગુજરાત એપાર્ટમેન્ટના રહેવાસીઓ નવરાત્રિની તૈયારીઓમાં લાગી જાય છે. દર વર્ષે ગરબાના કયા નવા સ્ટેપ્સ કરશે તે શીખવા લાગતા હોય છે. દિલ્હી ગુજરાતી સમાજ તરફથી વર્ષોથી રમઝટનું આયોજન કરાય છે. જેમાં ગુજરાતીઓની સાથે સાથે નોન ગુજરાતીઓ પણ નવરાત્રિ જોડાતા હોય છે. ગુજરાતી સમાજે પોતાની સંસ્કૃતિ ઉત્તર ભારતના લોકોમાં જાળવી રાખી છે. સાથે સાથે દિલ્હીના લોકોને પણ ગુજરાતી બનાવ્યા છે.

દિલ્હીમાં આવેલ ગુજરાત એપાર્ટમેન્ટમાં મિની ગુજરાત ઉભુ કરવામાં આવ્યું છે. અહીં પ્રવેશો તો એવુ લાગે કે તમે ગુજરાતની કોઈ શેરીમાં આવ્યા હોવ. અહીં રહેનારા લોકોને એવુ લાગતુ નથી કે તેઓ ગુજરાતની બહાર રહે છે. અહી તેમને ગુજરાતીપણાંની હૂંફ મળી રહે છે. ગુજરાત એપાર્ટમેન્ટના રહીશ દિપ્તી પોપટ કહે છે કે, 2015થી દિલ્હી ગુજરાતી સમાજમાં રમઝટનું આયોજન થતું આવ્યું છે. ગરબાના માધ્યમથી નોન ગુજરાતીઓમાં ગુજરાત સંસ્કૃતિની જાગૃતિ લાવવી. 

PICS: ઈન્સ્ટાગ્રામ પર ‘કબીર સિંહ’ની પ્રેમિકા કિયારાએ કરી મોટી જાહેરાત...

છેલ્લા એક મહિનાથી ગુજરાત અપાર્ટમેન્ટમાં રહેતા ગુજરાતીઓ ગરબાના નવા સ્ટેપ્સની ટ્રેનિંગ લઈ રહ્યાં છે. નવા સ્ટેપ્સ શીખાવાડવા ટ્રેનર પણ ગુજરાતી સમાજ અમદાવાદથી બોલાવાતા હોય છે. ટ્રેનર એ પણ આ વખતના નવા સ્ટેપ્સ કયા કયા છે તેની માહિતી ઝી 24 કલાક ને આપતા ટીવી જોઈ નવા સ્ટેપ્સ શીખતાં લોકો માટે આ વર્ષ નો સ્ટેપ સરળતા થી શિખાડ્યો..

કેટલાક નોન ગુજરાતી, જેઓ ગુજરાતી પરિવારમાં પરણ્યા હોય તેઓમાં પણ ગરબા શીખવાનો ઉત્સાહ જોવા મળે છે. એપાર્ટના રહેવાસી હરલીન પટેલ કહે છે કે, સરદારની થઈને હું ગુજરાતી પરિવારમાં લગ્ન કરીને ગુજરાતી સંસ્કૃતિ સાથે જોડાઈ. જેનો મને ગર્વ અનુભવાય છે. હું દર વર્ષે આ ઉત્સવની રાહ જોઈને બેસું છું. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news