ગૌતમ અદાણી, જે થોડા દિવસ પહેલા વિશ્વના ત્રીજા અમીર વ્યક્તિ હતા, તે ખૂબ જ ઓછા લાઈમલાઈટમા આવે છે. અદાણી તેમની પત્નીને તેમના જીવનનો આધાર સ્તંભ માને છે. અદાણીએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે પ્રીતિ અદાણીએ ગૌતમ અદાણી માટે પોતાની કારકિર્દી મુકી દીધી હતી. તેમણે પોતાના લગ્ન વિશે પણ વાત કરી અને કહ્યું કે જ્યારે તે લગ્ન માટે પ્રીતિને પહેલીવાર મળ્યા ત્યારે તે ખૂબ જ શાંત હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પત્ની સાથે પ્રથમ મુલાકાતમાં શું બોલ્યા અદાણી?
ગૌતમ અદાણી અને પ્રીતિ અદાણીએ એરેન્જ મેરેજ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે તેઓ પહેલી મીટિંગ દરમિયાન ખુબ શરમાળ હતા. વધુમાં કહ્યું કે હું તો અભણ હતો અને સામે તે ડોક્ટર હતી. તો સ્વાભાવિક છે કે તે મિસમેચ હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એવું કહેવાય છે કે બંનેના લગ્ન તેમના પરિવારના કહેવાથી ગોઠવવામાં આવ્યા હતા. પ્રીતિ અદાણીનો જન્મ મુંબઈમાં થયો હતો. અને પછી તે અમદાવાદ આવી ગઈ હતી. તે પોતાના પરિવાર સાથે અમેરિકામાં પણ રહી ચુકી છે. 


પ્રીતિ અભ્યાસમાં સારી હતી. તેમણે અમદાવાદની સરકારી ડેન્ટલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં ક્વોલીફાઈ કરીને મેડિકલનો અભ્યાસ કર્યો હતો. પરંતુ લગ્ન બાદ તેમણે પોતાની કારકિર્દી છોડી દેવી પડી હતી. 1996માં લગ્ન પછી, ગૌતમ અદાણીના NGO અદાણી ફાઉન્ડેશનની ચેરપર્સન બની. જોકે કરિયર છોડ્યાનો પ્રીતિને કોઈ અફસોસ નથી. તેમના પતિના 60માં જન્મદિવસ પર તસવીર ટ્વીટ કરતાં તેમણે લખ્યું, '36 વર્ષથી વધુ સમય થઈ ગયો છે..મેં મારી કારકિર્દીને બાજુમાં મૂકીને ગૌતમ અદાણી સાથે નવી સફર શરૂ કરી. આજે, જ્યારે હું પાછળ જોઉં છું, ત્યારે મને તેમના માટે ખૂબ  સમ્માન અને ગર્વ અનુભવુ છું.


લેવી હોય તો જલ્દી લઈ લો... 1 એપ્રિલથી આ 17 કાર થાય છે બંધ


મોંઘી પડે છે હોમ લોન? આ રીતે વ્યાજના પૈસા બચાવો, મેળવી શકશો ડબલ ફાયદો


નિર્મલાએ આપ્યો ઝટકો! લઘુમતીઓનું બજેટ ઘટતાં ભાજપ નેતા ભરાયા, 2000 કરોડનો ઘટાડો કરાયો


એક ઈન્ટરવ્યુમાં પ્રીતિ અદાણીએ જણાવ્યું હતું કે જ્યારે પણ તે નિરાશ હોય છે ત્યારે ગૌતમ અદાણી તેમને ઉત્સાહિત કરે છે અને કોઈ પણ સમસ્યાને દૂર કરવા માટે સારા આઈડિયા આપે છે. તેમણે કહ્યું કે જ્યારે તેમને ખબર પડી કે ડેન્ટિસ્ટ બનીને તે ગણતરીના લોકોની સેવા કરી શક્શે પરંતુ જો તે ફાઉન્ડેશન સાથે જોડાશે તો લાખો લોકોની સેવા કરી શક્શે. આ વિચારીને તેમણે કારકિર્દી છોડી દિધી. 


પ્રીતિજીએ ખુદનું કરિયર છોડીને મને સપોર્ટ કર્યો
આટલું મોટું સામ્રાજ્ય ઊભું કરવામાં અદાણીને તેમની પત્નીનો સારો સાથ મળ્યો. તેમનું કહેવું છે કે 'પ્રીતિજી મારા આધારસ્તંભ છે અને તે પરિવાર, બે બાળકો, મારી પૌત્રીને પણ સંભાળી રહી છે. તે ફાઉન્ડેશનનું કામ પણ સંભાળે છે અને પછી તે એક ડૉક્ટર છે. તેમણે પોતાનો ડોક્ટરીનો વ્યવસાય છોડી દીધો અને મને પૂરો સાથ આપ્યો. તેમણે પરિવારની સંભાળ્યું, બાળકોને ઉછેર્યા. અને જ્યારે બાળકો મોટા થયા ત્યારે તેમણે ફાઉન્ડેશનની જવાબદારી ઉપાડી લીધી.


પોતાની પત્નીના વખાણ કરતાં ગૌતમ અદાણીએ વધુમાં કહ્યું કે, 'આજે મને સંતોષ છે કે પ્રીતિ ફાઉન્ડેશન માટે સૌથી વધુ કામ કરી રહી છે. રોજ 7-8 કલાક આપે છે. પ્રીતિના કામથી ફાઉન્ડેશનનો સારો ગ્રોથ થયો છે. 


વ્યસ્તતા વચ્ચે પણ પત્ની માટે કાઢે છે સમય
ગૌતમ અદાણીએ જણાવ્યું કે તેઓ અઠવાડિયામાં ત્રણ દિવસ અમદાવાદની બહાર રહે છે અને જ્યારે તેઓ ચાર દિવસ શહેરમાં હોય છે ત્યારે તેઓ તેમના પરિવારને સમય આપવા માટે ઓફિસે લેટ જાય છે. તેઓએ વધુમાં જણાવ્યું કે હું જ્યારે રાત્રે ઑફિસથી ઘરે જાવ છું ત્યારે રાત્રે પ્રીતિ સાથે રમી, પત્તા રમુ છું. 8થી 10 રાઉન્ડ રમું છે અને તેમા પણ તે વધારે જીતે છે. 


હાલ અદાણી ગ્રુપના શેરમાં પૈસા રોકવા જોઈએ કે નહીં? જાણો એક્સપર્ટનો મત


મોદી સરકાર હોળી પહેલા સરકારી કર્મચારીઓના પગારમાં 90,000 રૂપિયા સુધીનો વધારો કરશે!


અદાણી ફાઉન્ડેશનને આગળ લઈ જવામાં પ્રીતિ અદાણીનો મોટો હાથ
જ્યારે અદાણી ફાઉન્ડેશનની સ્થાપના કરવામાં આવી ત્યારે તેમાં માત્ર બે કર્મચારી હતા. પરંતુ આજે ફાઉન્ડેશનના સમગ્ર દેશમાં 32 લાખ લોકોને મદદ કરે છે. ફાઉન્ડેશનના વિકાસમાં પ્રીતિ અદાણીનો મોટો હાથ છે.


ફાઉન્ડેશન ચાર મુખ્ય ક્ષેત્રોમાં કામ કરે છે: શિક્ષણ, સામુદાયિક આરોગ્ય, સતત આજીવિકા વિકાસ અને પાયાનો વિકાસ.


ફાઉન્ડેશન સાચવવા સિવાય શું કરે છે પ્રીતિ અદાણી?
પ્રીતિ પોતાનો મોટાભાગનો સમય ફાઉન્ડેશન માટે ફાળવે છે. તેમના ખાલી સમયમાં પુસ્તકો વાંચવાનું અને નવી ટેક્નોલોજી વિશે શીખવું તેમને ગમે છે. તે કહે છે કે સ્ટાર્ટ-અપ્સ તેને નવા વિચારો અને પ્રેરણા આપે છે. પ્રીતિ અદાણીને ને ગાર્ડનિંગનો પણ શોખ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube