લંપટ નિત્યાનંદે ઐયાશી કરવા માટે અહીં બનાવ્યો છે પોતાનો દેશ, જાણો કૈલાસા વિશે
ઝી બ્યૂરો, અમદાવાદઃ યુવતી પર બળાત્કારના કેસમાં ભાગેડુ આરોપી નિત્યાનંદે પોતાનો દેશ બનાવી લીધો છે. અને તેના માટે વિઝા પણ જાહેર કર્યા છે. ટ્વિટર પર વીડિયો જાહેર કરીને નિત્યાનંદે કૈલાસા દેશ માટે વિઝા આપવાની જાહેરાત કરી અને સાથે એવો પણ દાવો કર્યો કે અહીં એકવાર સાક્ષાત ભગવાન શિવના દર્શન કરવાનો પણ મોકો મળશે.
કૈલાસાની છે પોતાની કરન્સી
વેબસાઈટના અનુસાર કૈલાસાની પોતાની કરન્સી છે. જેમાં તેણે પોતાની કેબિનેટ બનાવી છે. જમાં સ્વાસ્થ્ય, શિક્ષા, તકનીક, હાઉસિંગ જેવા વિભાગો છે. નાગરિકતાની કૉલમમાં આધ્યાત્મિક નાગરિકતાના લખવામાં આવ્યું છે. નિત્યાનંદે પોતાના દેશનો એક ઝંડો પણ જાહેર કર્યો હતો. જેમાં તેની પોતાની તસવીર છે.
ચાર્ટર્ડ ફ્લાઈ્ટમાં જવાશે કૈલાસા
કૈલાસા જવા માટે ચાર્ટર્ડ ફ્લાઈટ લેવાની રહેશે, જે ઑસ્ટ્રેલિયાથી મળશે. બળાત્કારના કેસમાં ભાગેડુ નિત્યાનંદે પોતે જ ગયા વર્ષે કૈલાસા દેશ બનાવ્યો છે. જે ત્રિનિદાદ પાસે હોવાનો દાવો કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં તેના અનેક વીડિયો સામે આવી ચુક્યા છે. જેમાં કૈલાસા સાથે જોડાયેલી જાણકારી આપવામાં આવી છે.
Happy Birthday: ડાંસિંગ અને કોમેડી કિંગ ગણાતા બોલીવુડના હીરો નંબર-1ની દિલચસ્પ કહાની
કેવી રીતે એક ટાપુ બની શકે દેશ?
કોઈ પણ ટાપુને ખરીદીને એટલી સરળતાથી તેને દેશ ન જાહેર કરી શકાય. જાણકારો અનુસાર, આ કોઈ ખેલ નથી. તમે કોઈ પણ દેશ કે ખાલી પડેલા ટાપુ પર જાઓ અને જમીનો ટુકડો લઈને તેને રાષ્ટ્ર જાહેર કરી દો. કોઈ પણ રાષ્ટ્ર માટે એ જરૂરી છે કે, તેને દુનિયાના અન્ય દેશો માન્યતા આપે અને તેની સંપ્રભુતાને સ્વીકારે.
Kareena-Anushka ની માફક આ હીરોઇનોએ પણ કર્યું બેબી બંપ ફ્લોન્ટ, ઇન્ટરનેટ પર ચર્ચામાં રહ્યા આ PHOTOS
ક્યાં વસેલો છે નિત્યાનંદનો દેશ?
દક્ષિણ અમેરિકામાં ત્રિનિદાદ અને ટોબેગો, ઈક્વાડોર સહિત અનેક એવા દ્વીપીય દેશ છે, જ્યાં કોઈ પણ ખાનગી રીતે ટાપુ ખરીદી શકે છે. જે સીધી રીતે જમીન ખરીદવા જેવું જ છે. એવું માનવામાં આવી રહ્યું છે કે ભાગેડુ રેપના આરોપી નિત્યાનંદે તેની આસપાસ જ ક્યાંક નાનો ખાનગી ટાપુ ખરીદ્યો છે અને નામ કૈલાસા રાખ્યું છે, જે દુનિયાનું એકમાત્ર હિંદુ રાષ્ટ્ર હોવાનો દાવો કર્યો છે. જો કે તેની ચોક્કસ લોકેશન હજી કોઈને ખબર નથી.
મહત્વનું છે કે, દુષ્કર્મ અને અપહરણના મામલામાં વૉન્ટેડ આરોપી નિત્યાનંદનો પાસપોર્ટ રદ કરવામાં આવ્યો છે. જો કે વિદેશમંત્રાલયે તેના પર કોઈ નિવેદન આપવાનો ઈન્કાર કર્યો છે. હાલ તો તે ભાગેડુ છે અને દેશની એજન્સીઓ તેને શોધી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube