Gujarat: મોટા શહેરોને આંટી મારે તેવું છે આ રૂપકડું ગામ, દરેક ઘરમાં NRI, PICS જોઈને છક થશો
જો તમને કોઈ એવું કહે કે એક ગામ એવું પણ છે જ્યાં કાચા રસ્તાની જગ્યાએ પાકા અને સ્વચ્છ રસ્તાઓ છે, રસ્તાઓ પર મર્સિડિઝ અને બીએમડબલ્યુ જેવી ગાડીઓ દોડે છે. ગામડામાં મેકડોનાલ્ડ જેવી રેસ્ટોરા પણ છે તો તમે શું માનશો. આપણા ભારતમાં આવું જ એક ગામ છે.
અમદાવાદ: જ્યારે પણ ગામડાની વાત આવે ત્યારે આપણા મન પર એક ચોક્કસ તસવીર ઉઠતી હોય છે. જેમાં ધૂળીયા રસ્તા હોય, ઘોડા ઘાડી, કાચા પાકા રસ્તા અને મકાન હોય, ખેતરો હોય. પરંતુ જો તમને કોઈ એવું કહે કે એક ગામ એવું પણ છે જ્યાં કાચા રસ્તાની જગ્યાએ પાકા અને સ્વચ્છ રસ્તાઓ છે, રસ્તાઓ પર મર્સિડિઝ અને બીએમડબલ્યુ જેવી ગાડીઓ દોડે છે. ગામડામાં મેકડોનાલ્ડ જેવી રેસ્ટોરા પણ છે તો તમે શું માનશો. આપણા ભારતમાં આવું જ એક ગામ છે. રસપ્રદ વાત એ છે કે આવું સમૃદ્ધ અને અત્યંત પૈસાવાળુ ગામ આપણા ગુજરાતમાં જ છે. ગુજરાતના આણંદ જિલ્લામાં આવેલું ધર્મજ ગામ આ બાબતે ખુબ પ્રખ્યાત છે. અહીંના લોકોની સમૃદ્ધિ તમને ચારેબાજુ નજરે ચડશે. ગામના લોકો શહેરી અને ગ્રામીણ એમ બંને પ્રકારનું જીવન જીવે છે.
આ 4 કિલોની ઝમ્બો થાળી સફાચટ્ટ કરી જશો તો ઇનામમાં મળશે Royal Enfield
આ ગામની પોતાની વેબસાઈટ પણ છે. અરે...પોતાનું એક ગીત પણ છે. ગામવાળા કહે છે કે બ્રિટનમાં તેમના ગામના ઓછામાં ઓછા 1500 પરિવાર, કેનેડામાં 200 અને અમેરિકામાં 300થી વધુ પરિવાર રહે છે. હિસાબ કિતાબ રાખવા માટે કાયદેસર એક ડિરેક્ટરી પણ બનાવવામાં આવે છે. જેમાં કોણ ક્યારે અને ક્યાં વિદેશ જઈને વસ્યા તેની સંપૂર્ણ વિગતો છે.
ધર્મજ ગામની સૌથી મોટી ખાસિયત એ છે કે તેમની સમૃદ્ધિ. તેનાથી પણ મોટી વાત એ છે કે તેમની આ સમૃદ્ધિ કોઈ પણ સરકારી મદદ વગર છે. વિદેશમાં વસતા ધર્મજના લોકો પોતાના ગામના વિકાસ માટે હ્રદય ખોલીને પૈસા મોકલે છે. તેની અસર ગામના માહોલ ઉપર જોવા મળે છે. ગામના મોટાભાગના રસ્તા અને શેરીઓ પાક્કા છે. કેટલાક વિસ્તારો જોઈને તો તેમને લાગશે કે આ ગામ છે કે શહેર, બિલકુલ વિદેશી લૂક અપાયો છે.
ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube