નવી દિલ્હી: અમ્ફાન (Amphan) તોફાનના કારણે પશ્ચિમ બંગાળના ઘણા વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થઈ ગયો છે. આજે બપોરથી લઇને સાંજ સુધી આ વિસ્તારમાં ભયંકર તોફાન આવવાનું છે. આ પહેલા જ બાંકુડા જિલ્લામાં ભારે વરસાદ શરૂ થઇ ગયો છે. આકાશમાં કાળા વાદળો ઘેરાઈ ગયા છે અને સતત વરસાદ થઈ રહ્યો છે. પશ્ચિમ મિદનાપુરથી નજીક આવેલા સારેંગા બ્લોક વિસ્તારમાં પણ ભારે વરસાદ શરૂ થઈ ગયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- Cyclone Amphan: બંગાળ-ઓડિશાના દરિયાકાંઠાની  નજીક અમ્ફાન


અમ્ફાન તોફાનથી કોલકતા હવાઈ મથકને બચાવવા માટે અધિકારીઓ દ્વારા સુરક્ષાની તમામ પ્રકારની સુવિધા કરવામાં આવી છે. તોફાનથી કોઈ પ્રકારનું મોટું નુકસાન ના થયા તેને ધ્યાનમાં રાખી એરપોર્ટના 3 સી પ્રવેશ દ્વાર સિવાય બાકીના અન્ય પ્રવેશ દ્વારમાં રેતીની બેગ લગાવવામાં આવી છે.


આ પણ વાંચો:- PHOTOS: સુપર સાયક્લોન AMPHANની દહેશત! હજુ તો ત્રાટકે તે પહેલા જ જુઓ કેવા થયા હાલ


એરપોર્ટના કર્મચારીઓએ તમામ ટ્રોલીઓને ગાર્ડરેલની સાથે બાંધી દીધી છે. આ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવા માટે ક્વિક રિસ્પોન્સ ટીમ સંપૂર્ણ રીતે તૈયાર છે અને આ સાથે ગ્રાઉન્ડ હેન્ડલિંગના તમામ સમાન સુરક્ષિત સ્થાન પર લઈ જવામાં આવ્યા છે. જો વીજળી જતી રહે છે તો તેના માટે ડીઝલની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ટર્મિનલની છતની પણ તપા કરવામાં આવી છે અને તમામ જોઈન્ટ પોઈન્ટને વધારે મજબૂત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત વિવિધ સંસ્થાઓના જેટલા પણ જેટ વિમાન એરપોર્ટ પર પાર્કિંગમાં મુકવામાં આવ્યા છે, તે તમામને હટાવી દેવામાં આવ્યા છે.


આ પણ વાંચો:- UP: બસ વિવાદ પર કોંગ્રેસના જ MLAએ પોતાની પાર્ટી પર સાધ્યું નિશાન, કહ્યું-'આ કેવી ક્રૂર મજાક'


આસનસોલમાં પણ અમ્ફાન તોફાનની અસર જોવા મળી રહી છે. સવારથી જ આકાશમાં કાળા વાદળો ઘેરાઈ ગયા છે અને થોડા થોડા સમયના અંતરે વરસાદ પડી રહ્યો છે. માર્ગ પર લોકોની સંખ્યા ઓછી થઈ ગઇ છે. લોકડાઉનના કારણે લોકોની સંખ્યા ઘણી ઓછી છે અને અમ્ફાન તોફાનના કારણે લોકોની સંખ્યા વધુ ઓછી જોવા મળી રહી છે. આસનસોલના કુલ્ટી વિસ્તારમાં વરસાદની સાથે તોફાન આવવાની શક્યતા છે.


આ પણ વાંચો:- સરકારની આ યોજનાથી એક કરોડ ગરીબોને મળ્યો લાભ, PM મોદીએ આપી જાણકારી


ઉત્તર 24 પરગણાના બશીરહાટમાં પણ અમ્ફાન તોફાન પહેલા સુંદરવન વિસ્તારના હિંગલગંજના લોકોને સુરક્ષિત સ્થળ પર લઈ જવામાં આવ્યા છે. અહીં પણ ભારે વરસાદ શરૂ થઈ ગયો છે. 300 લોકોને રાણી બાલા ગર્લ્સ હાઇ સ્કૂલમાં લઇ જવામાં આવ્યા છે. સવારથી તંત્રની સાથે સાથે પશ્ચિમ બંગાળ વિજ્ઞાન મંચની તરફથી આ વિસ્તારમાં લોકોને સાવચેત કરવા માટે પ્રચાર કરવામાં આવી રહ્યાં છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube