UP: બસ વિવાદ પર કોંગ્રેસના જ MLAએ પોતાની પાર્ટી પર સાધ્યું નિશાન, કહ્યું-'આ કેવી ક્રૂર મજાક'

મજૂરોને લઈને બસોની વ્યવસ્થા પર કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ચાલી રહેલા રાજકીય જંગમાં એક નવો વળાંક આવ્યો છે. રાયબરેલીથી કોંગ્રેસના બળવાખોર ધારાસભ્ય અદિતિ સિંહે આ સમગ્ર મામલે પોતાની પાર્ટીના વલણની આકરી ટીકા કરી છે. અદિતિ સિંહે કહ્યું કે આ એક ક્રૂર મજાક છે. 
UP: બસ વિવાદ પર કોંગ્રેસના જ MLAએ પોતાની પાર્ટી પર સાધ્યું નિશાન, કહ્યું-'આ કેવી ક્રૂર મજાક'

નવી દિલ્હી: મજૂરોને લઈને બસોની વ્યવસ્થા પર કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ચાલી રહેલા રાજકીય જંગમાં એક નવો વળાંક આવ્યો છે. રાયબરેલીથી કોંગ્રેસના બળવાખોર ધારાસભ્ય અદિતિ સિંહે આ સમગ્ર મામલે પોતાની પાર્ટીના વલણની આકરી ટીકા કરી છે. અદિતિ સિંહે કહ્યું કે આ એક ક્રૂર મજાક છે. 

અદિતિ સિંહે ટ્વીટ કરીને લખ્યું કે 'ઈમરજન્સી સમયે આવા નીચલી કક્ષાના રાજકારણની શું જરૂર, એક હજાર બસોની સૂચિ મોકલી, તેમાંથી અડધા કરતા વધુ બસોનો ફર્જીવાડો, 297 કબાડ બસો, 98 ઓટો રિક્ષા અને એમ્બ્યુલન્સ જેવી ગાડીઓ, 68 વાહનો કાગળો વગરના, આ કેવી ક્રૂર મજાક છે. જો બસો હતી તો રાજસ્થાન, પંજાબ, મહારાષ્ટ્રમાં કેમ ન મોકલી?'

— Aditi Singh (@AditiSinghINC) May 20, 2020

અત્રે જણાવવાનું કે અદિતિ સિંહ લાંબા સમયથી કોંગ્રેસ સામે આકરો બળાપો કાઢતા આવ્યાં છે. ગત વર્ષે પાર્ટીના વ્હિપનો ભંગ કરીને તેઓ વિધાનસભાના વિશેષ સત્રમાં સામેલ થવા માટે પહોંચ્યા હતાં. ત્યારબાદ તેમને પાર્ટી તરફથી કારણ બતાવો નોટિસ પણ આપવામાં આવી હતી. કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના મુદ્દે પણ અદિતિએ કોંગ્રેસથી અલગ પક્ષ રજૂ કર્યો હતો. હાલમાં જ કોરોના વોરિયર્સ માટે પીએમ મોદીની અપીલ પર તેમણે પણ દીવા પ્રગટાવ્યા હતાં. 

સીએમ યોગીના કર્યા વખાણ
ગાંધી પરિવારની નીકટ અને રાયબરેલી વિસ્તારથી વિધાયક અદિતિ સિંહે યોગી સરકારના સ્ટેન્ડનું સમર્થન કરતા કોટાથી લઈને પણ સવાલ ઉઠાવ્યો છે. એક અન્ય ટ્વીટમાં અદિતિ સિંહે લખ્યું કે કોટામાં જ્યારે યુપીના હજારો બાળકો ફસાયેલા હતાં તો ત્યારે ક્યા હતી આ કથિત બસો, ત્યારે કોંગ્રેસ સરકારે આ બાળકોને ઘર સુધી તો છોડવા જોઈતા હતાં. બોર્ડર સુધી તો ન છોડ્યાં. ત્યારે શ્રી યોગી આદિત્યનાથજીએ રાતો રાત બસો લગાવીને આ બાળકોને ઘરે પહોંચાડ્યા. રાજસ્થાનના સીએમએ પોતે તેમના વખાણ કર્યા હતાં. 

— Aditi Singh (@AditiSinghINC) May 20, 2020

શું છે આ વિવાદ
લોકડાઉનનો માર ઝેલી રહેલા ગરીબ મજૂરો નોઈડા-ગાઝિયાબાદમાં યુપીની બોર્ડર પર ફસાયેલા છે. મજૂરોને તેમના ઘરે પહોંચાડવા માટે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ 1000 બસો દોડાવવાનો પ્રસ્તાવ યોગી સરકારને મોકલ્યો હતો. યોગી સરકારે તેની મંજૂરી આપી અને બસની પૂરી સૂચિ માંગી. આ સૂચિના આધારે યોગી સરકાર તરફથી કહેવાયું કે લિસ્ટમાં સામેલ બસોના નંબર ટુ વ્હીલર અને થ્રી વ્હીલરના પણ છે. 

આ વિવાદ બાદ કોંગ્રેસ કહે છે કે જે બસો સરકારની તપાસમાં યોગ્ય નીકળી હોય તેનો જ ઉપયોગ મજૂરોને લેવા લઈ જવા માટે કરવામાં આવે. આ બધા વચ્ચે મંગળવારે આગરામાં યુપીના કોંગ્રેસ અધ્યક્ષ અજયકુમાર લલ્લુને અટકાયતમાં લેવામાં આવ્યાં.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news