PHOTOS: સુપર સાયક્લોન AMPHANની દહેશત! હજુ તો ત્રાટકે તે પહેલા જ જુઓ કેવા થયા હાલ

ઓડિશાના ચાંદીપુરમાં સુપર સાયક્લોન અમ્ફાન આવતા પહેલા જ ખુબ પવન ફૂંકાઈ રહ્યો છે.

May 20, 2020, 12:48 PM IST

ચાંદીપુર: સુપર સાયક્લોન અમ્ફાન ખુબ ઝડપથી પશ્ચિમ બંગાળ અને ઓડિશાના સમુદ્ર કાઠાં તરફ આગળ વધી રહ્યું છે. ઓડિશાના ચાંદીપુરમાં સુપર સાયક્લોન અમ્ફાન આવતા પહેલા જ ખુબ પવન ફૂંકાઈ રહ્યો છે. આ સાથે જ મૂશળધાર વરસાદ પણ શરૂ થયો છે. (તસવીરો સાભાર- મનોજ/ANI)
 

1/8

ઓડિશાના ચાંદીપુરમાં ભારે વરસાદ

ઓડિશાના ચાંદીપુરમાં ભારે વરસાદ

ઓડિશાના ચાંદીપુરમાં સુપર સાયક્લોન અમ્ફાન આવતા પહેલા જ ખુબ પવન ફૂંકાઈ રહ્યો છે. આ સાથે જ મૂશળધાર વરસાદ પણ શરૂ થયો છે. 

2/8

વાવાઝોડા સાથે વરસાદ શરૂ

વાવાઝોડા સાથે વરસાદ શરૂ

જેમ જેમ સુપર સાયક્લોન અમ્ફાન ઓડિશા અને પશ્ચિમ બંગાળના કાંઠા વિસ્તારો નજીક આવી રહ્યું છે તેમ તેમ પવનની ઝડપ વધી રહી છે અને ભયંકર વાવાઝોડા સાથે વરસાદ ચાલુ છે. 

3/8

સુંદરવન કાંઠા વિસ્તારોમાં બાજ નજર

સુંદરવન કાંઠા વિસ્તારોમાં બાજ નજર

પશ્ચિમ બંગાળમાં દક્ષિણ 24 પરગણાના કેનિંગથી સુંદરવનના ગોસાબા બાસંતી ઝોડખાલી સુંદરવન કાંઠા વિસ્તારોમાં સતત ચોંકીપહેરો રાખવામાં આવી રહ્યો છે અને સમુદ્રનું પાણી હવે વધુ હીલોળે ચઢ્યું છે. પ્રશાસન દ્વારા સમુદ્ર કિનારે વસેલા લાખો લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડાયા છે. આ વિસ્તારોમાં લોકોને મનમાં ડર પેસ્યો છે કે હવે આગળ શું થશે. 

4/8

આઈલા તોફનથી પણ ભયાનક હશે સુપર સાયક્લોન અમ્ફાન

આઈલા તોફનથી પણ ભયાનક હશે સુપર સાયક્લોન અમ્ફાન

સુપર સાયક્લોન અમ્ફાન વર્ષ 2009ના 25 મેના રોજ આવેલા આઈલા તોફાનને પણ પાછળ છોડશે. સમુદ્ર કિનારે સ્થિતિ રહેણાંક વિસ્તારોથી લોકોને હટાવવાનું કામ પૂરુ થઈ ગયું છે. 

5/8

બંગાળની ખાડીમાં આવેલું બીજુ ભયાનક તોફાન છે અમ્ફાન

બંગાળની ખાડીમાં આવેલું બીજુ ભયાનક તોફાન છે અમ્ફાન

વર્ષ 1999માં ઓડિશામાં આવેલું મહાચક્રવાત બાદ અમ્ફાન બંગાળની ખાડીમાં આવેલું બીજુ આવું ચક્રવાત છે. 

6/8

કાંઠા વિસ્તારોથી લોકોને સુરક્ષિત સ્થળો પર પહોંચાડવાનું કામ પૂરું

કાંઠા વિસ્તારોથી લોકોને સુરક્ષિત સ્થળો પર પહોંચાડવાનું કામ પૂરું

મંગળવારે મોડી રાતે ઓડિશા-બંગાળ બોર્ડર પર દીઘાના કાંઠા વિસ્તારોમાં રહેતા લોકોને બહાર કાઢવાનું કામ પૂરું થઈ ગયું છે. અમ્ફાન સામે મુકાબલો કરવાની પૂરેપૂરી તૈયારીઓ થઈ ગઈ છે. 

7/8

પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં NDRFની 41 ટીમો તૈનાત

પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં NDRFની 41 ટીમો તૈનાત

એનડીઆરએફના પ્રમુખ એસ એન પ્રધાને મંગળવારે કહ્યું હતું કે ચક્રવાત અમ્ફાનથી પેદા થનારી કોઈ પણ ઈમરજન્સી પરિસ્થિતિને પહોંચી વળવા માટે પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં એનડીઆરએફની કુલ 41 ટીમો તૈનાત છે. 

8/8

ખુબ જ પ્રચંડ તોફાન છે સુપર સાયક્લોન અમ્ફાન

ખુબ જ પ્રચંડ તોફાન છે સુપર સાયક્લોન અમ્ફાન

અમ્ફાન ગણતરીના કલાકોમાં ઓડિશા અને પશ્ચિમ બંગાળના તટ પર પહોંચવાનું છે. તે ખુબ જ પ્રચંડ વાવાઝોડું હશે. તેનાથી ભારે નુકસાન થવાની ભીતિ છે.