ઝી મીડિયા/બ્યૂરો :આપણા શાસ્ત્રોમાં ચાર યુગનું વર્ણન કરવામાં આવ્યું છે. સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર યુગ અને કળિયુગ. તેમાંથી કળયુગ હાલ ચાલી રહ્યો છે. દ્વાપર યુગમાં મહાભારત યુદ્ધ પૂરુ થયા બાદ ભગવાન શ્રીકૃષ્ણ (shree krishna) પોતાની દ્વારિકા નગરી પરત આવી ગયા હતા. બાદમાં તેઓ થોડા સમય માટે દ્વારિકામાં રહ્યા હતા અને શ્રીકૃષ્ણ વૈકુંઠ જતા રહ્યા હતા, જે તેઓનું ધામ છે. જ્યારે શ્રીકૃષ્ણ વૈકુંઠ જતા રહ્યા હતા, ત્યારે અર્જુન યુદ્ધ હારવા લાગ્યા હતા. પાંડવોને સતત હાર મળી રહી હતી અને તેનાથી પાંડવો બહુ જ દુખી હતા. ત્યારે યુધિષ્ઠિરે અભિમન્યુ અને ઉત્તરાના પુત્ર પરીક્ષિતને રાજા બનાવ્યા હતા. પછી યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, નકુલ અને સહદેવ પોતાની પત્ની દ્રૌપદી સાથે યાત્રા પર હિમાલયની તરફ જતા રહ્યા હતા. આ યાત્રામાં પાંડવો અને દ્રૌપદીનો અંત થયો હતો અને માત્ર યુધિષ્ઠિર જ એવા હતા, જે સશરીર સ્વર્ગ પહોંચ્યા હતા. 


જન્માષ્ટમી: ભક્તો વિના સૂની થઈ દ્વારિકા નગરી, પહેલીવાર દરવાજેથી પાછા વળ્યાં ભક્તો


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જ્યારે શ્રીકૃષ્ણ જતા રહ્યા હતા, ત્યારે ધરતી પર કળિયુગનું આગમન થયું હતું. પરંતુ રાજા પરીક્ષિતે તેઓને યુદ્ધમાં પરાસ્ત કર્યાં હતા. પરંતુ કળિયુગે ધરતી પર સ્થાન મેળવવા માટે પ્રાર્થના કરી હતી. તેના પર રાજા પરીક્ષિતે કળિયુગને જુગાર, હિંસા, વ્યાભિચાર અને દારૂવાળું સ્થાન આપ્યું હતું. કળિયુગે ફરીથી એક સ્થાન માંગ્યું. આ વખતે પરીક્ષિતે કળિયુગને સોનામાં રહેવાનું સ્થાન આપ્યું હતું. કહેવાય છે કે, જે લોકો ઉપરોક્ત તમામ બાબતો જુગાર, હિંસા, વ્યભિચાર, દારૂ અને સોનાનો ત્યાગ કરે છે તેમના પર કળિયુગ હાવી થતો નથી. એમ પણ કહેવાય છે કે, કળિયુગની વધુ એક મહિમા છે. શુભ ફળની પ્રાપ્તિ માટે આ યુગમાં માત્ર ભગવાનનું નામ યાદ કરવું અને જપવુ એકમાત્ર ઉપાય છે. દાન કરવું પણ કળિયુગમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. 


Photos : શામળાજીમાં ગોકુળ જેવો માહોલ, નિજ મંદિર ખુલ્લુ હોવાથી ભક્તોએ હસતા હૈયે દર્શન કર્યાં  


કળિયુગમાં શ્રીમદ ભગવદ ગીતાનું પણ બહુ જ મહત્વ છે. જ્યારે શ્રીકૃષ્ણ પોતાના ધામ પરત ફરવાના હતા, તે પહેલા તેઓએ અક્રુર સાથે વાત કરી હતી. તે સમયે અક્રુરે શ્રીકૃષ્ણને હાથ જોડીને પ્રાર્થાના કરી હતી કે, જો તેઓ જતા રહ્યા તો કળિયુગનો પ્રભાવ બહુ જ વધી જશે. લોકો ખોટા રસ્તા પર જતા રહેશે અને અધર્મની તરફ વધશે. ત્યારે શ્રીકૃષ્ણએ અક્રુરને શ્રીમદ ભાગવતનો ઉપદેશ આપ્યો હતો. શ્રીકૃષ્ણએ કહ્યું હતું કે, આ પૃથ્વી પર હું આ ભાગવતના સ્વરૂપમાં નિવાસ કરીશ. જો કોઈ વ્યક્તિ શ્રીમદ ભાગવતનો પાઠ કરે, તેના ઉપદેશોનુ વિધિવત પાલન કરે છે, તો તમામ તકલીફોમાંથી મુક્તિ મળી શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર