નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકા પહોંચી ચુક્યા છે. તેમનું વિમાન રાત્રે 10.30 વાગ્યે અમેરિકી રાજ્ય ટેક્સસાસનાં સૌથી મોટા શહેર હ્યુસ્ટનનાં જ્યોર્જ બુશ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતર્યું. ભારતથી ઉડ્યન કર્યા બાદ એર ઇન્ડિયાનું વિમાન શનિવારે સવારે જર્મનીના ફ્રેંકફર્ટમાં બે કલાક સુધી રોકાયું હતું. જર્મનીમાં ભારતીય રાજદુત મુક્તા તોમર અને મહાવાણીજ્યદુત પ્રતિભા પાર્કર સાથે વડાપ્રધાને મુલાકાત યોજી. ત્યાર બાદ વડાપ્રધા વિશેષ વિમાન હ્યુસ્ટનની પોતાની આગળની યાત્રા માટે રવાના થયા. જાણો હવે પછીનો વડાપ્રધાન મોદીનો કાર્યક્રમ...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભુલથી ખાતામાં આવ્યા 40 લાખ, ખુબ જલ્સા કર્યા પણ પછી જે થયું...
CEOs સાથે મુલાકાત
વડાપ્રધાન મોદી અમેરિકાની એનર્જી સિટી કહેવાતા હ્યુસ્ટનમાં સ્થાનિક સમયાનુસાર સાંજે 6 વાગ્યે (ભારતીય સમય અનુસાર રવિવારે સવારે 04.30 વાગ્યે) તેલ ક્ષેત્રનાં સીઇઓઝ સાથે બેઠક કરશે. હોટલ પોસ્ટમાં થનારી આ રાઉન્ડ ટેબલ મીટિંગમાં 16 કંપનીઓનાં સીઇઓજ અને પ્રતિનિધિઓ હિસ્સો લેશે. જેમાં બીપી, એક્સોનમોબિન, એમર્સન ઇલેક્ટ્રિક કંપની, વિન્માર ઇન્ટરનેશનલ વગેરેનો સમાવેશ થાય છે. મીટિંગમાં આઇએચએસ માર્કિટનાં પ્રમુખ પણ હિસ્સો લેશે. વડાપ્રધાન કેટલાક સ્ટાર્ટઅપ્સનાં ઉચ્ચ અધિકારીઓ સાથે પણ મુલાકાત કરી શકે છે. બારતમાં તેમની ઉપસ્થિતી વધારવા માટે પ્રોત્સાહીત કરી શકે છે. તેઓ વડાપ્રધાન મોદીની અમેરિકામાં આ પ્રકારની પહેલી રાઉન્ડ ટેબલ મીટિંગ હશે. આ મીટિંગમાં એનર્જી સેક્ટરમાં મોટી ડીલ થવાની શક્યતા પણ છે. 


ઓસ્કાર માટે ફિલ્મ ફેડરેશન ઓફ ઇન્ડિયાએ મોકલ્યું ગલીબોયનું નામ
અહો વૈચિત્રમ! EDએ મની લોન્ડ્રીંગ કેસમાં સંપત્તી તરીકે 7 વાંદરાઓ જપ્ત કર્યા
PIOs સાથે ફોટો સેશન
આ મીટિંગ બાદ વડાપ્રધાન મોદી હ્યુસ્ટનના સમય અનુસાર સાંજે 07.35 વાગ્યે ભારતીય મુળનાં લોકો સાથે વાતચીત કરશે આ ઉપરાંત તેમની સાથે ફોટોસેશન પણ કરશે. આ ઉપરાંત તેમનો પ્રવાસી ભારતીયો (NRI) સાથેનો વાતચીતનો પણ એક નાનકડો કાર્યક્રમ છે. 


ખેડૂતોના પ્રતિનિધિ મંડળે કૃષિ ભવનમાં અધિકારીઓ સાથે કરી મુલાકાત, 5 માગણીઓ સ્વીકારાઈ

હાઉડી મોદી કાર્યક્રમ
વડાપ્રધાન હાઉડીમાં ભાગ લેશે. જેની ચર્ચા હાલ ખુબ ચાલી રહી છે. હ્યુસ્ટનમાં તેઓ 50 હજાર ભારતીય પ્રવાસીઓની હાજરીમાં હાઉડી મોદી કાર્યક્રમને સંબોધિત કરસે. આ દરમિયાન તેમની સાથે અમેરિકી રાષ્ટ્રપતિ ડૉનલ્ડ ટ્રમ્પ પણ હશે. આ કાર્યક્રમ પહેલા એક કાર રેલીનું પણ આયોજન કરવામાં આવશે. 


એક શરતને કારણે બન્યું હતું ભારતની ઊંચી પહાડીઓ પર આ મંદિર
ત્રણ કલાકના કાર્યક્રમો
હ્યુસ્ટનનાં એનઆરજી સ્ટેડિયમમાં હાઉડી મોદી કાર્યક્રમનું આયોજન થશે, જેમાં વડાપ્રધાન મોદીની સાથે અમેરિકી રાષ્ટ્રપતિ ડૉનલ્ડ ટ્રમ્પ પણ હાજર રહેશે. આ કાર્યક્રમમાં ભાગ લેનારા 50 હજારથી વધારે લોકો માટે સ્ટેડિયમનો ગેટ સ્થાનીક સમયાનુસાર સવારે 9 વાગ્યે (ભારતીય સમયાનુસાર રાત્રે 9 વાગ્યા) સુધી સાંસ્કૃતિક કાર્યક્રમ ચાલુ થઇ જશે. આ કાર્યક્રમ સ્થાનિક સમયાનુસાર બપોરે 12.30 (ભારતીય સમયાનુસાર રાત્રે 11 વાગ્યા) સુધી ચાલશે. વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પના સંબોધન બાદ હાઉડી મોદી કાર્યક્રમનું પ્રસારણ હિંદી, અંગ્રેજી અને સ્પેનિશ ભાષામાં કરવામાં આવશે.