ભારત-ચીન વચ્ચે તણાવ: આજની સર્વપક્ષીય બેઠકમાં AAP-RJDને આમંત્રણ કેમ નહીં? જવાબ ખાસ જાણો
ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા તણાવ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. વર્ચ્યુઅલ મીટિંગ આજે સાંજે 5 વાગે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા થશે. બેઠકમાં અલગ અલગ પક્ષોના અધ્યક્ષ સામેલ થશે. પરંતુ સૂત્રોના જણાવ્યાં મુજબ આમ આદમી પાર્ટી અને આરજેડીને આમંત્રણ અપાયુ નથી.
નવી દિલ્હી: ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા તણાવ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. વર્ચ્યુઅલ મીટિંગ આજે સાંજે 5 વાગે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા થશે. બેઠકમાં અલગ અલગ પક્ષોના અધ્યક્ષ સામેલ થશે. પરંતુ સૂત્રોના જણાવ્યાં મુજબ આમ આદમી પાર્ટી અને આરજેડીને આમંત્રણ અપાયુ નથી.
દગાબાજ ચીનને મળશે જવાબ? PM મોદી સાથે આજે સર્વપક્ષીય બેઠક, જાણો કોણ થશે સામેલ
સૂત્રોના જણાવ્યાં મુજબ સર્વપક્ષીય બેઠકમાં પાર્ટીઓને આમંત્રણ આપવા માટે જે માપદંડો બનાવવામાં આવ્યાં હતાં તે આ પ્રકારે છે...
1. બેઠકમાં ફક્ત રાષ્ટ્રીય પક્ષોને જ આમંત્રણ અપાયું છે.
2. લોકસભામાં જે પાર્ટીઓના સાંસદ 5 કરતા વધુ છે, ફક્ત તેમને આમંત્રણ અપાયું છે.
3. ઉત્તર પૂર્વ રાજ્યોની મહત્વપૂર્ણ પાર્ટીઓને જ આમંત્રણ અપાયું.
4. આ ઉપરાંત જે પાર્ટીઓના સભ્યો કેન્દ્રીય કેબિનેટમાં મંત્રી છે તેમને જ આમંત્રણ અપાયું.
બેઠકમાં ભારત-ચીન વચ્ચે સરહદ વિવાદ પર ચર્ચા થશે. રક્ષામંત્રી રાજનાથ સિંહે તમામ આમંત્રિત પક્ષોના અધ્યક્ષો સાથે ગુરુવારે સાંજે વાત કરી હતી. સૂત્રોના જણાવ્યાં મુજબ બેઠકમાં કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધી, સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ, JMMના અધ્યક્ષ હેમંત સોરેન, ટીએમસી પ્રમુખ મમતા બેનરજી, TDPના અધ્યક્ષ ચંદ્રબાબુ નાયડુ, સામેલ થશે. સર્વપક્ષીય બેઠકમાં આમ આદમી પાર્ટી અને આરજેડીને આમંત્રણ અપાયું નથી.
જુઓ LIVE TV
લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube