નવી દિલ્હી : ઉત્તર પ્રદેશના હમીરપુર જિલ્લા ખાતે આવેલી સરકારી હોસ્પિટલમાં તે સમયે હડકંપ મચી ગયો જ્યારે ત્યાં અચાનક એક કોબરા સાપ ઘુસી ગયો. કોબરા પર કાબુ મેળવતા મેળવતા તંત્રને પરસેવો છુટી ગયો. આખરે એક મદારીને બોલાવવામાં આવ્યો અને સાપ પર કાબુ મેળવવામાં આવ્યો. આ ઘટના હમીરપુર જિલ્લા હોસ્પિટલની છે. અહીં અચાનક જ બ્લેક કોબ્રા ઘુસી ગયો હતો. હોસ્પિટલમાં હાજર દર્દી અને ડોક્ટર સહિત તમામ સ્ટાફ કોબ્રાને જોઇને ભડક્યો હતો. ત્યાર બાદ ભાગદોડ મચી ગઇ હતી. આ દરમિયાન દર્દી, હોસ્પિટલનો સ્ટાફ ડરીને હોસ્પિટલની ભાગી ગયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ICICI બેંકના પૂર્વ CMD ચંદા કોચરના પતિ દીપક કોચરની ED એ ધરપકડ કરી

કેટલાક લોકોએ કોબરાને બહાર કાઢવાનો પ્રયાસ કરવામાં આવ્યો પરંતુ તેઓ સફળ થઇ શક્યા નહોતા. સરકારી હોસ્પિટલના સંપુર્ણ કેમ્પસમાં કોબરા ફેણ ફેલાવીને આમતેમ ફરતો રહ્યો. આખરે એક મદારીને બોલાવવામાં આવ્યો હતો. આખરે મદારીને બોલાવવામાં આવ્યો હતો. ઘણા સમય બાદ મદારી આવી પહોંચ્યો હતો. તેણે કોબરા પર કાબુ મેળવી લીધો અને તેને પકડી લીધો હતો. જ્યારે કોબરા મદારીની પકડમાં આવ્યો ત્યારે દર્દીઓનાં જીવમાં જીવ આવ્યો અને સ્ટાફ ફરી અંદર પ્રવેશ્યો હતો. 


ઉદ્ધવનો કંગના પર વ્યંગ: કેટલાક લોકો જ્યાંથી કમાતા હોય છે તે શહેરને આભારી નથી રહેતા

ઘટના નજરે જોનારાઓનું કહેવું છે કે, આ કોબરાએ કલાક સુધી આખી હોસ્પિટલમાં દહેશત ફેલાવી હતી. જેને જોતાની સાથે જ દર્દીઓ અને ડોક્ટર તમામ લોકો બહાર ભાગવા લાગ્યા હતા. જો કે આખરે મદારીએ સાપને કાબુ મેળવી લીધો હતો. ત્યાર બાદ તમામ દર્દીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. જો કે એક તબક્કે મદારી પણ કોરોના હોસ્પિટલ જવા માટે તૈયાર નહોતો થતો પરંતુ આખરે તેને મનાવીને તૈયાર કરાયો હતો.


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube