ICICI બેંકના પૂર્વ CMD ચંદા કોચરના પતિ દીપક કોચરની ED એ ધરપકડ કરી
ICICI બેંકનાં પૂર્વ સીએમડી ચંદા કોચરનાં પતિ દીપક કોચરને પ્રવર્તન નિર્દેશાલય (ED) એ ધરપકડ કરી લીધી છે. આઇસીઆઇસીઆઇ બેંકનાં દેવાદાર કંપની વીડિયોકોન ઇન્ડસ્ટ્રી દ્વારા દીપક કોચરની કંપનીમાં રોકાણ મુદ્દે તપાસ ચાલી રહી છે. આ મુદ્દે ઇડી અધિકારી દીપક કોચરની પુછપરછ પણ ચાલી રહી છે. હવે સમાચાર છે કે દીપકની ઇડી દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે. દીપક કોચર વિરુદ્ધ પ્રવર્તન નિર્દેશાલયે વીડિયોકોન ઇન્ડસ્ટ્રીઝને આપેલી લોનનો દુરૂપયોગ કરવાનો આરોપમાં કેસ પણ દાખલ કર્યો છે.
Trending Photos
નવી દિલ્હી : ICICI બેંકનાં પૂર્વ સીએમડી ચંદા કોચરનાં પતિ દીપક કોચરને પ્રવર્તન નિર્દેશાલય (ED) એ ધરપકડ કરી લીધી છે. આઇસીઆઇસીઆઇ બેંકનાં દેવાદાર કંપની વીડિયોકોન ઇન્ડસ્ટ્રી દ્વારા દીપક કોચરની કંપનીમાં રોકાણ મુદ્દે તપાસ ચાલી રહી છે. આ મુદ્દે ઇડી અધિકારી દીપક કોચરની પુછપરછ પણ ચાલી રહી છે. હવે સમાચાર છે કે દીપકની ઇડી દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે. દીપક કોચર વિરુદ્ધ પ્રવર્તન નિર્દેશાલયે વીડિયોકોન ઇન્ડસ્ટ્રીઝને આપેલી લોનનો દુરૂપયોગ કરવાનો આરોપમાં કેસ પણ દાખલ કર્યો છે.
સુત્રો અનસુરા દીપક કોચરની વિરુદ્ધ પુરતા પુરાવાઓ મળ્યા બાદ તપાસ એજન્સીએ તેમની પુછપરછ માટે બોલાવ્યા હતા. જ્યારે હવે તેઓ અનેક ટ્રાન્ઝેક્શન અંગે સાચી અને પુરતી માહિતી નહી આપે તો તેઓ અનેક ટ્રાન્ઝેક્શન અંગે યોગ્ય અને સંતોષકારક જવાબ નહી આપી શક્યા નહોતા જેથી તુરંત જ તેમની ધરપકડ કરી લેવામાં આવી હતી.
દીપક કોચરની ફર્મ ન્યૂપાવર રિન્યુએબલ્સમાં 2010માં 64 કરોડ રૂપિયા વીડિયોકોન ગ્રુપનાં અને 325 કરોડ રૂપિયા મૈટિક્સ ફર્ટિલાઇઝર દ્વારા રોકાણ કરવામાં આવ્યું હતું. આ રોકાણ ICICI બેંક પાસેથી લોન મળ્યા બાદ તુરંત નિર્દેશ લેવાયો હતો. આગામી સમયમાં ચંદા કોચર માટે પણ મુશ્કેલી પેદા કરી શકે છે કારણ તપાસ એજન્સી વીડિયોકોન અને મૈટિક્સ ઉપરાંત અન્ય કંપનીઓને લોન આપવા અંગે પણ તપાસ કરી રહ્યા છે. તપાસ એજન્સી તે તમામ લોન્સની તપાસ કરી શકે છે. જે ચંદાકોચરે ICICI બેંક પ્રમુખ હતા તે દરમિયાન કંપનીને આપ્યા હતા. આ અગાઉ ઇડીએ ચંદા કોચર સંબંધિત સંપત્તિ પણ એટેક કરી હતી.
શંકાના ઘેરામાં વીડિયોકોન લોન કેસ સંબંધિત તમામ વસ્તુને ઇડીએ એટેચ કરી લીધી હતી. આ ઉપરાંત ઇડીએ કેચરનાં આશરે 78 કરોડ રૂપિયાની પ્રોપર્ટી એટેચ કરી છે. ચંદા કોચર અને બેંકના અન્ય આઠ લોકો પર વીડિયોકોન ગ્રુપને લોન આપવામાં બેદરકારી દાખવવાનો આરોપ પણ છે. જેના કારણે ન માત્ર ચંદા કોચરની હકાલપટ્ટી કરવામાં આવી રહી છે પરંતુ તે અંગે તપાસ ચાલી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે