મુલાકાત દરમિયાન જાધવ ખુબ જ દબાણમાં દેખાઇ રહ્યા હતા: ભારતનું નિવેદન
કુલભૂષણ જાધવ મુદ્દે ભારતે નિવેદન બહાર પાડ્યું છે. ભારતે કહ્યું કે, મુલાકાત દરમિયાન જાધવ દબાણમાં દેખાઇ રહ્યા હતા. સમગ્ર અહેવાલ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરશે. પાકિસ્તાન દ્વારા કુલભૂષણ જાધવ પર ખોટા આરોપોને કબુલ કરવાનું દબાણ છે. કુલભૂષણ જાધવ માટે ન્યાયનાં પ્રયાસો ચાલુ રહેશે. જાધવને સુરક્ષીત રીતે ભારત પર લાવવાનાં પ્રયાસો પણ ચાલુ રહેશે. વિદેશ મંત્રી એસ. જયશંકરે કુલભૂષણ જાધવની માં સાથે વાત કરી.
નવી દિલ્હી : કુલભૂષણ જાધવ મુદ્દે ભારતે નિવેદન બહાર પાડ્યું છે. ભારતે કહ્યું કે, મુલાકાત દરમિયાન જાધવ દબાણમાં દેખાઇ રહ્યા હતા. સમગ્ર અહેવાલ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરશે. પાકિસ્તાન દ્વારા કુલભૂષણ જાધવ પર ખોટા આરોપોને કબુલ કરવાનું દબાણ છે. કુલભૂષણ જાધવ માટે ન્યાયનાં પ્રયાસો ચાલુ રહેશે. જાધવને સુરક્ષીત રીતે ભારત પર લાવવાનાં પ્રયાસો પણ ચાલુ રહેશે. વિદેશ મંત્રી એસ. જયશંકરે કુલભૂષણ જાધવની માં સાથે વાત કરી.
આઠ માળખાગત ઉદ્યોગોનાં વિકાસદરમાં મોટો ઘટાડો, 2.1% નું તળીયું
અત્રે ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન સરકારે આજે ત્યાની જેલમાં રહેલા કુલભૂષણ જાધવને કોન્સુલર એક્સેસ આપ્યું છે. ભારતે પાકિસ્તાનનાં આ પ્રસ્તાવને સોમવારે સ્વીકાર્યા બાદ ભારતીય ડેપ્યુટી હાઇ કમિશ્નર ગૌરવ અહલૂવાલિયાએ જાધવને મળવા મોકલ્યા. ગૌરવ અહલુવાલિયા અને ગુલભૂષણ જાધવ વચ્ચે અઢી કલાક સુધી મુલાકાત થઇ. મુલાકાત બાદ ભારતની તરફથની નિવેદન આવ્યું છે.
આધુનિક સુવિધાઓથી સજ્જ ‘ગુજરાત ભવન’નું દિલ્હીમાં પીએમ મોદીએ કર્યું ઉદ્દઘાટન
દિગ્વિજય પર સરકારને અસ્થિર કરવાનો આરોપ, સોનિયા ગાંધીને મંત્રીએ લખ્યો પત્ર
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત આશરે 3 વર્ષથી કુલભૂષણ જાધવને કાઉન્સેલર એક્સેસ લેવા માટે પ્રયાસો કરી રહ્યું હતું. પાકિસ્તાન આ અગાઉ પણ કાઉન્સેલર એક્સેસ આપવાનાં મુદ્દે કેટલીક શરતો મુકી હતી, જેને ભારત તરફથી અસ્વિકાર કરવામાં આવ્યો હતો. આ વખતે પણ પાકિસ્તાન સરકારે બે કલાકનો સમય આપવાની વાત કરી હતી. પાકિસ્તાન વિદેશ મંત્રાલયના પ્રવક્તા ડૉ. મોહમ્મદ ફૈઝયલે પોતાનાં ટ્વીટમાં કહ્યું કે, કુલભૂષણ જાધવને કોન્સેલર એક્સેસ સોમવારે પ્રદાન કરવામાં આવશે.
મહારાષ્ટ્ર: અજીત પવારને સુપ્રીમ કોર્ટનો ઝટકો, તપાસ અટકાવતી માંગ ફગાવી
ભારતનાં રિટાયર્ડ નેવી અધિકારી જાધવને પાકિસ્તાનની સૈન્ય કોર્ટે એપ્રીલ 2017 માં જાસુસી અને આતંકવાદના આરોપ પર મોતની સજા ફટકારી હતી. ત્યાર બાદ ભારત આ મુદ્દે આંતરરાષ્ટ્રીય કોર્ટમાં લઇ જવામાં આવ્યા હતા. કોર્ટે જાધવની ફાંસી પર પ્રતિબંધ લગાવી દીધો હતો. આ વર્ષે જુલાઇમાં આઇસીજેએ પાકિસ્તાનને આદેશ આપ્યો હતો કે તેઓ જરા પણ વાર કર્યા વગર જાધવને કાઉન્સેલર એક્સેસ આપે.